IPL 2022: ધોની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે, 65 રન બનાવતાની સાથે જ ધોની આ સિદ્ધી મેળવી લેશે

|

Mar 25, 2022 | 11:08 PM

IPLની 15મી સિઝન શનિવારથી શરૂ થશે. IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

IPL 2022: ધોની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે, 65 રન બનાવતાની સાથે જ ધોની આ સિદ્ધી મેળવી લેશે
MS Dhoni (File Photo)

Follow us on

IPL 2022 ની શરૂઆત શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચેની મેચ સાથે ધમાકેદાર થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ચેન્નાઈને ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ચેન્નાઈની કમાન સંભાળશે. જોકે ધોની આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમવાનું ચાલુ રાખશે. ત્યારે પહેલી જ મેચમાં તેની પાસે ઈતિહાસ રચવાની તક છે.

ધોની પાસે આ ખાસ રેકોર્ડ રચવાની તક

મહેન્દ્ર સિંહ ધોનીએ તેની IPL કરિયરમાં 220 મેચ રમી છે. જેમાં તેના બેટથી 4746 રન બનાવ્યા છે. તો ધોનીએ આઈપીએલમાં 23 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન છે. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 98 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે 1617 રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

આ સિવાય તેણે ઝારખંડ સ્ટેટ ટીમ માટે કેટલીક ટી20 મેચો પણ રમી હતી. એકંદરે, મહેન્દ્ર સિંહ ધોનીએ તેની T20 કારકિર્દીમાં કુલ 347 મેચ રમી છે, જેમાં તેણે 6935 રન બનાવ્યા છે. જો ધોની કોલકાતા સામે 65 રન બનાવશે તો તે ટી20 ક્રિકેટમાં 7000 રન પૂરા કરી લેશે. તે T20 કારકિર્દીમાં 7000 રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો ક્રિકેટર બનશે.

આ લિસ્ટમાં જોડાય જશે

અત્યાર સુધી ભારતના પાંચ બેટ્સમેનોએ T20 ક્રિકેટમાં 7000 કે તેથી વધુ રન બનાવ્યા છે. કોલકાતા સામેની મેચમાં ધોની પાસે વિરાટ કોહલી (10273 રન), રોહિત શર્મા (9895 રન), શિખર ધવન (8775 રન), સુરેશ રૈના (8654 રન) અને રોબિન ઉથપ્પા (7042 રન)ની યાદીમાં સામેલ થવાની તક છે.

IPL 2022 ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ

રવીન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, દીપક ચહર, કેએમ આસિફ, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, એન જગદીશન, મિશેલ સેંટનર, એડમ મિલ્ને, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, ડ્વેન પ્રિટોરિયસ, મહેશ તિક્ષાણા, સી હરિ નિશાંત, સિમરજીત સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, કે ભગત વર્મા.

આ પણ વાંચો : Women IPL : BCCI એ મહિલા IPL ને આપી લીલી ઝંડી, 2023થી 6 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ

આ પણ વાંચો : IPL 2022 : રિકી પોન્ટિંગની લીડરશિપ ક્વોલિટીને લઇને આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આપ્યું મહત્વનું નિવેદન

Next Article