IPL Most Sixers: સિક્સર કિંગ ક્રિસ ગેઇલ ના નામે છે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિક્રમ, જાણો યાદી

|

Mar 24, 2022 | 1:10 PM

IPLમાં ચાહકોને સૌથી વધુ રોમાંચ ત્યારે થાય છે, જ્યારે મેદાનમાં સિક્સરનો વરસાદ થાય છે. માત્ર લાંબી સિક્સર જ નહીં, પણ ઘણી બધી સિક્સર જોવા મળતી હોય છે અને થોડાક એવા ખેલાડીઓ છે જેઓ જબરદસ્ત આતશબાજી સર્જતા હોય છે.

IPL Most Sixers: સિક્સર કિંગ ક્રિસ ગેઇલ ના નામે છે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિક્રમ, જાણો યાદી
Chris Gayle એ 2012ની સિઝન માં 59 છગ્ગા ફટકાર્યા હતા

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) શરુ થવાની જોવાઇ રહેલી રાહ હવે સમાપ્ત થવાને આરે છે. ક્રિકેટની રમતની શ્રેષ્ઠ પ્રતિભા અને ઉત્તમ મનોરંજન આ ટૂર્નામેન્ટમાં જોવા મળે છે. આઇપીએલના મેદાનમાં બેટ્સમેનો આતશબાજી કરતા જોવા મળતા હોય છે. વિશ્વભરના ખેલાડીઓ અહીં હવાઇ શોટ ફટકારતા હોય છે અને તેને ક્રિકેટના પ્રેમીઓ માણવા માટે આતુર રહેતા હોય છે. વિશ્વની સૌથી વધુ પ્રસિદ્ધ આ ટૂર્નામેન્ટમાં અદ્ભૂત નજારો જોવા મળતા હોચ છે. આ નજરાને સિક્સરનો વરસાદ વધુ સુંદર બનાવતો હોય છે. આઇપીએલ 2022 માં પણ સિક્સરનો વરસાદ જોવા મળશે એ પણ નિશ્વિત છે. જોકે સાથે સાથે એ પણ જાણીએ લઇ એ કે આઇપીએલના ઇતિહાસમાં કોણે સૌથી વધુ સિક્સ (Most Sixers in IPL History) ફટકારી છે.

આઈપીએલના 14 વર્ષના ઈતિહાસમાં વિશ્વ ક્રિકેટના કેટલાક શ્રેષ્ઠ અને સૌથી વિસ્ફોટક બેટ્સમેનોએ પોતાની ક્ષમતા બતાવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, એમએસ ધોની જેવા ભારતીય સુપરસ્ટાર ઉપરાંત એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર અને આન્દ્રે રસેલ જેવા વિદેશી બેટ્સમેનો પણ રમી રહ્યા છે. આવી સ્થિતિમાં, છગ્ગાના વરસાદની 100% ગેરંટી દેખીતી રીતે છે અને દરેક સિઝનમાં ત્રણસો થી ચારસો સિક્સર સરળતાથી ફટકારવામાં આવે છે. પણ આટલા વર્ષોમાં સિક્સર મારવાની રેસમાં કોણ મોખરે છે? એ સવાલ પણ તમને જરુર થતો હશે

આઈપીએલમાં સિક્સર મશીન યુનિવર્સ બોસ

જો આ સવાલ તમારા મનમાં પણ હશે તો તેનો જવાબ અહીં મળી જશે. જો કે તે અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ નથી, તેમ છતાં તે કહેવું જરૂરી છે. ‘યુનિવર્સ બોસ’ એટલે કે ક્રિસ ગેઇલ IPLના ઈતિહાસમાં સૌથી મોટો અને સૌથી ખતરનાક સિક્સર મશીન રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના બેટ્સમેને આઈપીએલમાં માત્ર 141 ઈનિંગ્સ રમી છે, તેણે કુલ 357 સિક્સર ફટકારી હતી. એટલે કે લગભગ દરેક ઇનિંગ્સમાં લગભગ 2 કે 3 સિક્સર.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આટલું જ નહીં, એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ ગેઇલના નામે છે. ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેને 2012ની સિઝનમાં રેકોર્ડ 59 સિક્સર ફટકારી હતી. આ સિવાય ગેઇલે 2013 માં 51 અને 2011માં 44 સિક્સર ફટકારી હતી.

આ બેટ્સમેનો પણ ધમાલ મચાવે છે

જો કે, જ્યારે સિક્સર મારવાની વાત આવે છે, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના સુપરસ્ટાર એબી ડી વિલિયર્સને કોઈ ભૂલી શકે નહીં. એબી આ યાદીમાં બીજા નંબરે છે. તેણે 170 ઇનિંગ્સમાં 251 સિક્સર ફટકારી છે અને તે ગેઇલ પછી બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સનો સુપરસ્ટાર કેપ્ટન રોહિત શર્મા છે. રોહિતે 208 ઇનિંગ્સમાં 227 સિક્સર ફટકારી છે. તે આ સિઝનમાં ડી વિલિયર્સને પાછળ છોડી શકે છે.

 

આ પણ વાંચોઃ IPL 2022: ‘બેબી ડિવિલિયર્સ’ થી લઇને વિશ્વ ચેમ્પિયન કેપ્ટન સહિતના ચહેરા પ્રથમ વાર ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવતા નજર આવશે

આ પણ વાંચોઃ IPL 2022: સૌથી વધુ રન કરનાર બેટ્સમેનને મળે છે ઓરેન્જ કેપ, જાણો અત્યાર સુધી કોના કોના નામે રહી છે

 

Next Article