ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઈન અલી (Moeen Ali) તેની આઈપીએલ 2022 ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે જોડાઈ ગયો છે. સોમવારે તે સાથી ખેલાડીઓને મળ્યો. આ મીટિંગનો વીડિયો ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં મોઈન અલી ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ અને સ્ટાફને એક પછી એક હાથ મિલાવતો અને ગળે લગાવતો જોવા મળે છે.
સમયસર વિઝા ન મળવાને કારણે મોઈન અલી ભારત વહેલા આવી શક્યો ન હતો અને IPL 2022 માં ચેન્નઇની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહી શક્યો ન હતો. તે ગુરુવારે ભારત પહોંચ્યો હતો. પરંતુ નિયમો પ્રમાણે તેણે ટીમમાં જોડાતા પહેલા ત્રણ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું હતું. સોમવારે, તેણે પોતાનો ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો કર્યો અને કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તમામ ખેલાડીઓને મળ્યો હતો.
પાકિસ્તાની મૂળના ખેલાડીઓ માટે વિઝાના નક્કી કરેલ નિયમોના કારણે મોઈન અલીના વિઝામાં વિલંબ થયો હતો. મોઈનના દાદા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રહેવાસી હતા. બાદમાં તે ઈંગ્લેન્ડ ગયા. મોઈનનો જન્મ ઈંગ્લેન્ડમાં જ થયો હતો.
Vanganna Vanakkangana! 🙏🏻
A Superfam welcome to Namma Mo Bhai! 🦁💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Y9L5tqES7r— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2022
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તેની બીજી મેચ 31 માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે. મોઈન અલી આ મેચ માટે ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે IPL ની પ્રથમ મેચમાં ચેન્નાઈની હાર થઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે ટીમને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
મોઈન અલીએ ચેન્નાઈને આઈપીએલનું ચોથું ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી ફ્રેન્ચાઇઝીએ તેને હરાજી પહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા અને રુતુરાજ ગાયકવાડ સાથે ટીમમાં જાળવી રાખ્યો હતો. મોઈન અલીએ ગયા વર્ષે આઈપીએલમાં ચેન્નાઈ માટે 15 મેચમાં 357 રન બનાવ્યા હતા અને 6 વિકેટ પણ લીધી હતી.
આ પણ વાંચો : IPL 2022: ગુજરાત લાયન્સનો હિસ્સો રહેલો એન્જિનિયરિંગ કરેલ ક્રિકેટર હવે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે!
આ પણ વાંચો : IPL 2022: ટૂર્નામેન્ટની શરુઆતમાં જ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીને લાગ્યા ઝટકા, CSK, MI અને RCB ની સ્થિતી ખરાબ