MI vs KKR, IPL 2022: કોલકાતાએ 166 રનનુ લક્ષ્ય મુંબઈ સામે રાખ્યુ, જસપ્રીત બુમરાહની 5 વિકેટ

|

May 09, 2022 | 9:34 PM

MI vs KKR, IPL 2022: મુંબઈ માટે હવે સન્માન જાળવવા માટેનુ પરીણામની જરુર છે અને આ માટે જ તે હવે પુરો દમ લગાવી રહી છે. કોલકાતા પણ આશાઓ રાખી રહ્યુ છે.

MI vs KKR, IPL 2022: કોલકાતાએ 166 રનનુ લક્ષ્ય મુંબઈ સામે રાખ્યુ, જસપ્રીત બુમરાહની 5 વિકેટ

Follow us on

IPL 2022 ની 56મી મેચ સોમવારે મુંબઈના ડો. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતાન નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કોલકાતાની ટીમ પહેલા બેટીંગ માટે ઉતરી હતી. વેંકટેશ અય્યરે (Venkatesh Iyer) ઓપનીંગમાં આવીને કોલાકાતે ઝડપી શરુઆત અપાવી હતી. આમ સારી શરુઆતને લઈ કોલકાતાએ પડકારજનક સ્કોર ખડકવાનો પાયો નાંખી દીધો હતો. જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. 20 ઓવરના અંતે કોલકાતાએ 165 રનનો સ્કોર 9મી વિકેટે કર્યો હતો.

ઓપનીંગ જોડી તરીકે વેંકટેશ અય્યર અને અજિંક્ય રહાણે આવ્યા હતા. બંને વચ્ચે 60 રનની ભાગીદારી રમત થઈ હતી. વેંકટેશે શરુઆત થી જ ઝડપી રમત રમી હતી. તેણે આક્રમક અંદાજ થી કોલકાતાના સ્કોર બોર્ડને ઝડપથી ઉપર લઈ જવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કુમાર કાર્તિકેયના શિકાર થયો હતો. તે 24 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. અજિંક્ય રહાણે એ 24 બોલમાં 25 રન 3 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા.

જોકે ઓપનીંગ જોડી બાદ ફરી એક વાર વિકેટ ગુમાવવાનો સિલસિલો શરુ થયો હતો. પરંતુ નિતીશ રાણાએ ટીમના સ્કોરને ઉંચો રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે આ માટે આક્રમકતા અપનાવી હતી. નિતીશે 26 બોલમાં 43 રન કર્યા હતા. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

સારી શરુઆતનો ફાયદો ના ઉઠાવી શકાયો

કેપ્ટન શ્રેયસ અય્યર અને આંદ્રે રસેલ બંને ઝડપથી ડગ આઉટ તરફ પરત ફર્યા હતા. શ્રેયસે 8 બોલમાં 6 રન નોંધાવ્યા હતા. રસેલે એક છગ્ગો જમાવી દીધો હતો અને આમ તેણે 5 બોલમાં 9 રન નોંધાવ્યો હતો. પરંતુ બુમરાહના બોલ પર ફરી છગ્ગો જમાવવા જતા તે લોંગ ઓન પર પોલાર્ડના હાથમાં કેચ આઉટ થયો હતો.

રિંકુ સિંહે 23 રન 19 બોલમાં કર્યા હતા. શેલ્ડન જેક્સન 5 રન કરીને આઉટ થયો હતો. જેક્શનને બુમરાહે આઉટ કર્યો હતો. બાદમાં પેટ કમિન્સ અને સુનિલ નરેન પણ શૂન્ય રન કરીને બુમરાહનો શિકાર થયો હતો. ટિમ સાઉથી પણ શૂન્ય રને ડેનિયલ સેમ્સે આઉટ થયો હતો. આમ સારી શરુઆતનો ફાયદો કોલકાતા ઉઠાવી શક્યો નહોતા.

 

Published On - 9:25 pm, Mon, 9 May 22

Next Article