IPL 2022 Mega Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી આવૃત્તિ માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ માટેનું રજીસ્ટ્રેશન (Registration) 20 જાન્યુઆરીએ બંધ થયું છે. અને અત્યાર સુધીમાં 19 દેશોમાંથી 1,214 ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જોકે આ મેગા ઓક્શનની આખરી યાદી નથી. અત્યારે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અને માત્ર પસંદગીના ખેલાડીઓને જ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે. આ વખતે મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદ આ સિઝનથી આઈપીએલમાં બે નવી ટીમો જોડાઈ રહેલી છે.
મેગા ઓક્શનની પ્રથમ યાદીમાં સામેલ 1,214 ખેલાડીઓમાંથી 270 ખેલાડીઓ એવા છે કે જેમણે પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી છે. તે જ સમયે, 903 એવા ખેલાડીઓ છે જેમણે પોતાના દેશ માટે કોઈ મેચ રમી નથી. આમાં 41 ખેલાડીઓ એવા દેશોના પણ છે જ્યાં ટીમને ટેસ્ટ ક્રિકેટ રમવાની મંજૂરી નથી. આ ટીમો માત્ર T20 અથવા ODI મેચ જ રમે છે.
મેગા ઓક્શનમાં વધુમાં વધુ 217 ખેલાડીઓ વેચાશે
IPLની એક ટીમ વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ ઉમેરી શકે છે. આ અર્થમાં, તમામ 10 ટીમો મળીને વધુમાં વધુ 250 ખેલાડીઓ ખરીદી શકે છે. જેમાંથી 33 ખેલાડીઓને પહેલાથી જ રિટેન કરવામાં આવ્યા છે. મતલબ કે મેગા ઓક્શનમાં વધુમાં વધુ 217 ખેલાડીઓને ખરીદી શકાશે. આમાં સૌથી વધુ વિદેશી ખેલાડીઓની સંખ્યા 70 છે.
મેગા ઓક્શનમાં કયા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે
270 એવા ખેલાડીઓ કે જેમણે પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી હોય. જેમાં 61 ભારતીય અને 209 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
41 એવા ખેલાડીઓ જેમની રાષ્ટ્રીય ટીમને હજુ પણ ટેસ્ટ ટીમનો દરજ્જો નથી. (દા.ત. – નામિબિયા, કેનેડા વગેરે)
149 ખેલાડીઓ, જેઓ ભૂતકાળમાં IPL રમી ચૂક્યા છે પરંતુ તેમના દેશ માટે રમ્યા નથી. જેમાં 143 ભારતીય અને છ વિદેશી ખેલાડીઓ સામેલ છે.
692 એવા ભારતીય ખેલાડીઓ જેમણે ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ રમી નથી.
62 વિદેશી ખેલાડીઓ કે જેમણે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
જાણો કયા દેશના કેટલા ખેલાડીઓ નોમિનેટ થયા
ભારત -896, અફઘાનિસ્તાન -20,ઓસ્ટ્રેલિયા -59, બાંગ્લાદેશ – 9, ઈંગ્લેન્ડ – 30, આયર્લેન્ડ – 3, ન્યૂઝીલેન્ડ – 29, દક્ષિણ આફ્રિકા – 48, શ્રીલંકા – 36, વેસ્ટ ઈન્ડિઝ – 41, ઝિમ્બાબ્વે – 2, ભૂટાન – 1, નામિબિયા – 5, નેપાળ -15, નેધરલેન્ડ – 1, ઓમાન – 3, સ્કોટલેન્ડ – 1, યુએઈ – 1, અમેરિકા – 14
કઈ ટીમે કયા ખેલાડીઓને રિટેન કર્યા
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી.
દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોર્ટજે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણ.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ.
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિક.
લખનૌ: કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ.
અમદાવાદઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ
આ પણ વાંચો : કોરોનાના નિયમ પાળોની શીખ આપતા નેતાઓએ જ નિયમનો કર્યો ઉલાળિયો, જુઓ, ઠૂમકા લગાવતા નેતાઓનો વીડિયો
આ પણ વાંચો : સાઉદીના હુમલા બાદ યમનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, 100 થી 200 લોકોના મોત
Published On - 3:32 pm, Sun, 23 January 22