IPL 2022 : ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા મુંબઈ ઈન્ડિયન્સને દિગ્ગજ સચિન તેંડુલકરે મહત્વની સલાહ આપી

|

Apr 22, 2022 | 5:49 PM

IPL 2022 : ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે લીગમાં સતત 7મી મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમને પ્લે ઓફની રેસમાં પહોંચવા માટેના ચાન્સ નહીવત છે. મુંબઈ પહેલી ટીમ બની છે જેણે શરૂઆતની તમામ સાત મેચ હારી હોય.

IPL 2022 : ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા મુંબઈ ઈન્ડિયન્સને દિગ્ગજ સચિન તેંડુલકરે મહત્વની સલાહ આપી
Sachin Tendulkar (PC: Twitter)

Follow us on

IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન વર્તમાન સિઝનમાં અત્યાર સુધી એક પણ જીત નોંધાવી શકી નથી. રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના ઈતિહાસમાં સળંગ 7 મેચ હારનારી પ્રથમ ટીમ બની છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ નહિવત છે અને ક્રિકેટ જગત તેમના પ્રદર્શનથી ચોંકી ગયું છે.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમમાંની એક ટીમ છે. આવા સમયે ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી અને મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ પોતાના ખેલાડીઓને મુશ્કેલ સમયમાં સાથે રહેવા કહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટે તેંડુલકરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દિગ્ગજ ક્રિકેટરે ખેલાડીઓને સાથે રહેવાની અપીલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સચિન તેંડુલકરે વીડિયોમાં કહ્યું, અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે સાથે રહેવું જોઈએ. પછી એક ટીમ તરીકે આગળ વધો. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ આઉટ ઓફ ફોર્મ સુકાની રોહિત શર્મા અને ઈશાન કિશનને અભિનંદન પાઠવ્યા હતા અને મજબૂત પુનરાગમનની આશા વ્યક્ત કરી હતી.

કોચ મહેલા જયવર્દનેએ વધમાં કહ્યું કે, આ ચડાવ-ઉતારનો સમય રહ્યો છે. ઈશાને શરૂઆતની કેટલીક મેચોમાં સારો દેખાવ કર્યો હતો, ત્યારબાદ કોઈ ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. રોહિત શર્મા બોલને સારી રીતે ફટકારી રહ્યો છે. તેની શરૂઆત થઈ રહી છે. તે સારુ રમી રહ્યો છે, પરંતુ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ જઇ રહ્યો છે.

કોચ મહેલા જયવર્દને આગળ કહ્યું, જ્યારે આવું થાય છે અને જ્યારે તમે વહેલા આઉટ થઈ જાઓ છો, ત્યારે તમને લાગે છે કે તમારા માટે કંઈ જ યોગ્ય નથી થઈ રહ્યું. હું બેટ્સમેન રહી ચુક્યો છું અને તે રમતનો એક ભાગ છે. જ્યારે તે બોલને સારી રીતે ફટકારતો ન હતો અથવા તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો ત્યારે હું ચિંતીત હતો. પરંતુ બંને નેટ્સ અને ફિલ્ડમાં સારી બેટિંગ કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે તેની બાકીની તમામ મેચ જીતવી જરૂરી છે.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સળંગ 7 હાર, કેપ્ટન ફ્લોપ આવી સ્થિતી વચ્ચે હવે કોચે મોટી વાત કરી!

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ એ MS Dhoni ના દમ પર આઇપીએલમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, મેચને અંતિમ બોલે જીતી લેવામાં માહિર

Published On - 5:44 pm, Fri, 22 April 22

Next Article