ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) કેએલ રાહુલ ના નેતૃત્વમાં મેદાનમાં ઉતરવા જઈ રહી છે. IPL ની આ ટીમ ચોક્કસપણે નવી છે પરંતુ તેની ટીમમાં સામેલ ખેલાડીઓ T20ના દિગ્ગજ છે. ટીમ પાસે કેએલ રાહુલ (KL Rahul) જેવો કેપ્ટન છે, જ્યારે ક્વિન્ટન ડી કોક જેવો વિકેટકીપર પણ છે. ઉપરાંત, માર્કસ સ્ટોઇનિસ જેવો વિસ્ફોટક ઓલરાઉન્ડર આ ટીમની તાકાતમાં વધુ વધારો કરે છે. લખનૌની ટીમ તેની પ્રથમ મેચ 28 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમશે. વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં લખનૌની પ્લેઈંગ ઈલેવન કઈ સાથે જશે તે સ્પષ્ટ નથી, પરંતુ TV9 ગુજરાતી તમને આ ટીમની સૌથી મજબૂત પ્લેઈંગ ઈલેવન જણાવી રહ્યું છે.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવનમાં તોફાની ઓપનર, શાનદાર ફાસ્ટ બોલર, અદ્ભુત સ્પિનરોથી લઈને અદભૂત ઓલરાઉન્ડર હશે. ઉપરાંત, આ ટીમમાં ગૌતમ ગંભીર જેવો મેન્ટર હશે, જેના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત આઈપીએલ ચેમ્પિયન બની હતી. ચાલો તમને જણાવીએ કે લખનૌની સૌથી શક્તિશાળી પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?
લખનૌ માટે કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક ઇનિંગ્સની શરૂઆત કરશે, તેમાં કોઈ શંકા કરવાને સ્થાન જણાતુ નથી. મનીષ પાંડે ત્રીજા નંબરે અને માર્કસ સ્ટોઈનિસ ચોથા નંબર પર ઉતરી શકે છે. આ સિવાય દીપક હુડ્ડા પણ આ ટીમ સાથે ફિનિશરની ભૂમિકામાં રહી શકે છે.
લખનૌમાં જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા જેવા બે ઉત્તમ ઓલરાઉન્ડર છે. આ સાથે માર્કસ સ્ટોઈનીસમાં પણ સારી બોલિંગ કરવાની ક્ષમતા છે.
લખનૌ 2 નિષ્ણાત સ્પિનરો સાથે પ્લેઇંગ ઇલેવનમાં પ્રવેશ કરી શકે છે. જેમાં લેગ સ્પિનર કુલદીપ યાદવ તેમજ ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમ પણ હોઈ શકે છે. આ સિવાય માર્ક વુડ અને અવેશ ખાન ફાસ્ટ બોલિંગમાં આ ટીમની ધાર વધારશે.
કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, શાહબાઝ નદીમ, માર્ક વુડ, અવેશ ખાન અને રવિ બિશ્નોઈ.
28 માર્ચ – વિ ગુજરાત ટાઇટન્સ (સાંજે 7.30)
માર્ચ 31- વિ ચેન્નાઈ સુપર કિંગ્સ (સાંજે 7.30)
4 એપ્રિલ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ (સાંજે 7.30)
7 એપ્રિલ વિ દિલ્હી કેપિટલ્સ (સાંજે 7.30)
10 એપ્રિલ વિ રાજસ્થાન રોયલ્સ (સાંજે 7.30)
16 એપ્રિલ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (3.30 વાગ્યે)
19 એપ્રિલ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (સાંજે 7.30)
24 એપ્રિલ વિ મુંબઈ ઈન્ડિયન્સ (સાંજે 7.30)
29 એપ્રિલ વિ પંજાબ કિંગ્સ (સાંજે 7.30)
મે 1 વિ દિલ્હી કેપિટલ્સ ( બપોરે 3.30 વાગ્યે)
7 મે વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ (સાંજે 7.30)
10 મે વિ ગુજરાત ટાઇટન્સ (પુણે – સાંજે 7.30)
15 મે વિ રાજસ્થાન રોયલ્સ (સાંજે 7.30)
18 મે વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ (સાંજે 7.30)
Published On - 7:48 pm, Thu, 17 March 22