KKR vs RR, IPL 2022: રાજસ્થાન રોયલ્સે 5 વિકેટ ગુમાવીને કોલકાતા સામે 152 રનનો સ્કોર કર્યો, સેમસનની અડધી સદી

|

May 02, 2022 | 9:32 PM

KKR vs RR, IPL 2022: ટોસ હારીને રાજસ્થાનની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. પરંતુ રાજસ્થાનની રનની ગતી ધીમી રહી હતી.

KKR vs RR, IPL 2022: રાજસ્થાન રોયલ્સે 5 વિકેટ ગુમાવીને કોલકાતા સામે 152 રનનો સ્કોર કર્યો, સેમસનની અડધી સદી
કેપ્ટન સંજૂ સેમસને અડધી સદી ફટકારી હતી.

Follow us on

IPL 2022 ની 47મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ (Kolkata Knight Riders vs Rajasthan Royals) વચ્ચે રમાઈ રહી છે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ હારીને બેટીંગ કરતા તેની શરુઆત ખાસ રહી નહોતી. ઓપનીંગ જોડી ઝડપથી તૂટી ગઈ હતી અને બાદમાં રમત ધીમી રમતા ટીમ સરેરાશ સ્કોર તરફ આગળ વધી હતી. કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson) લડાયક ઇનીંગ રમીને અડધી સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાને 5 વિકેટે 152 રન નોંધાવ્યા હતા.

જોસ બટલર અને દેવદત્ત પડીકલની ઓપનીંગ જોડી માત્ર 7 રનમાં જ તુટી ગઈ હતી. પડિકલ માત્ર 2 રનમાં જ આઉટ થયો હતો. જોકે ત્યાર બાદ બટલર અને કેપ્ટન સંજૂ સેમસને ઈનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બટલર ટિમ સાઉથીનો શિકાર થયો હતો. તે 22 રન 25 બોલમાં નોંધાવીને આઉટ થયો હતો. સેમસને શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 54 રન નોંધાવ્યા હતા. મુશ્કેલ સમયે તેણે લડાયક ઈનીંગ રમી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કરુન નાયર માત્ર 13 રન જ જોડી શક્યો હતો. જ્યારે રિયાન પરાગે 2 છગ્ગા સાથે 19 રનની ટૂંકી ઈનીંગ રમી હતી. અંતમાં શિમરોન હેટમાયરે 2 છગ્ગા સાથે ઝડપી 27 રન જોડ્યા હતા. તેમે 13 બોલમાં આ રન નોંધાવ્યા હતા. તે અંત સુધી અણનમ રહ્યો હતો. અશ્વિન પણ 6 રન બનાવીને અણનમ રહ્યો હતો.

કોલકાતાની બોલીંગ

ટીમ સાઉથી આમ તો કોલકાતાનો ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 46 રન ગુમાવ્યા હતા, પરંતુ 2 વિકેટ ઝડપવામાં તે સફળ રહ્યો હતો. સુનિલ નરેન સૌથી ઇકોનોમી બોલર રહ્યો હતો, તેમે 4 ઓવરમાં 19 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ નસીબ નહોતી થઈ. ઉમેશ યાદવ, અનુકુલ રોય અને શિવમ માવીએ એક એક વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો : Ashwin Kotwal: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અંતિમ આદિવાસી નેતાએ પણ છોડ્યો સાથ! કોણ છે MLA અશ્વિન કોટવાલ જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની ભૂલનો કોલકાતાએ ઉઠાવ્યો ફાયદો! 9 મેચમાં 30 વિકેટ લેનારા સમસ્તીપુરના ‘રવિન્દ્ર જાડેજા’ નુ ડેબ્યૂ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:21 pm, Mon, 2 May 22

Next Article