IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

|

Mar 30, 2022 | 9:22 AM

રાજસ્થાન રોયલ્સ ટીમ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) મોટા માર્જિન થી હાર સહવી પડી હતી, ત્યાં ઉપરથી ટીમના કેપ્ટન વિલિયમસ (Kane Williamson) ને વધુ એક ફટકો સહવો પડ્યો છે.

IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે
Kane Williamson એ ટોસ જીતીને રનચેઝની રણનીતિ અપનાવી હતી

Follow us on

મંગળવારે IPL 2022 માં  સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderaba) ની ટક્કર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે થઈ હતી. આ મેચને હૈદરાબાદે મોટા અંતરથી હારવીને શરમ સહવી પડી હતી. વાત જોકે આટલેથી પૂર્ણ થઈ નહોતી, કારણ કે હૈદરાબાદની ટીમને મેચના અંત સાથે જ વધુ એક મોટો ફટકો પણ સહન કરવાનો હતો. કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ને મેચના અંતે 12 લાખ રુપિયાનો દંડ ફટકારાયો હતો. આ પ્રકારના દંડ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ ફટકારાયો હતો. હવે વારો વિલિયમસનનો આવ્યો હતો. જેણે પણ હાર સાથે આ બેવડો માર રોહિતની માફક સહન કરવો પડ્યો છે.

IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન માટે ધીમી ઓવર રેટનો આ પહેલો મામલો છે, તેથી 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, જો ભૂલનું પુનરાવર્તન થાય તો બમણા દંડ અને પ્રતિબંધ જેવી જોગવાઈઓ છે.

રાજસ્થાને 210 રનનો સ્કોર નોંધાવ્યો હતો

IPL 2022 ની પિચ પર, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેમની પ્રથમ મેચ રમવા માટે સામસામે આવી હતી. મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી હતી. કેપ્ટન સંજુ સેમસને તોફાની ઇનિંગ રમતા 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેના સિવાય દેવદત્ત પડિકલે 29 બોલમાં 41 રન અને શિમરોન હેટમાયરે 13 બોલમાં 32 રન ફટકાર્યા હતા. પરિણામ એ આવ્યું કે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સનરાઇઝર્સ હૈદરાબાદે 61 રને હાર સહન કરી

હવે સનરાઇઝર્સ હૈદરાબાદને 211 રનનો ટાર્ગેટ હતો. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય સનરાઈઝર્સે 200 પ્લસના ટાર્ગેટનો પીછો કર્યો ન હતો કે 200 પ્લસના ટાર્ગેટનો બચાવ કરતી વખતે રાજસ્થાન ક્યારેય હાર્યું ન હતું. આ મેચમાં પણ કોઈ ચમત્કાર થયો નથી. રાજસ્થાન ફરી એકવાર 200 પ્લસના લક્ષ્યને બચાવવામાં સફળ રહ્યું. તેણે સનરાઇઝર્સને માત્ર 149 રન સુધી રોકી દીધી
અને મેચ 61 રને જીતી લીધી હતી.

રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ટી20 ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પણ પૂરી કરી હતી. ચહલ સિવાય ટ્રેન્ટ બોલ્ટ અને પ્રખ્યાત કૃષ્ણાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.

 

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : આમ આદમી માટે માઠાં સમાચાર, આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચોઃ US Travel Advisory: અમેરિકાએ ભારત પ્રવાસ કરનારા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જમ્મુ-કાશ્મીર ન જવા આપી સલાહ

Published On - 8:40 am, Wed, 30 March 22

Next Article