IPL 2022 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે સારા સમાચાર છે. તેના ચાહકો માટે ખુશ થવાની તક છે. કારણ કે ઈંગ્લેન્ડ (England Cricket Team) ના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે (Jofra Archer) પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેણે પોતાની બોલિંગને ધારદાર બનાવવાનું શરૂ કરી દીધું છે. તે નેટમાં પરસેવો પાડતો જોવા મળ્યો છે. અને આ તમામ સંકેતો છે જેનાથી એવું લાગે છે કે આર્ચર IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સના વિરોધીઓ પર હુમલો કરતા જોવા મળી શકે છે. જોફ્રા આર્ચરને ઈજા થઈ હતી. આ કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. વેસ્ટ ઈન્ડિઝના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ તે ટીમ સાથે નથી.
IPL 2022 ની મેગા ઓક્શનમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે જોફ્રા આર્ચરને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હતો કે શું તે આ સિઝનમાં રમશે? આ મોટા પ્રશ્નનો જવાબ હજુ સ્પષ્ટ નથી. પરંતુ, તેની સામે આવેલા એક વીડિયો પરથી અટકળો લગાવી શકાય છે.
લાંબા સમય થી ક્રિકેટથી દૂર રહ્યો છે. પરંતુ હવે તેણે નેટ્સ પર વાપસી કરીને પરત ફરવાના સંકેત આપ્યા છે. આર્ચર IPL 2022 માં રમશે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે, જેનો જવાબ તેની સામે આવી રહેલી આ તસવીરોમાં મળી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જોફ્રા આર્ચરનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
That flow with the blade in hand 🤌
Can’t wait to see you in 🔝 gear @JofraArcher! 🏹#OneFamily #MumbaiIndians pic.twitter.com/aYH9NftkhS
— Mumbai Indians (@mipaltan) March 10, 2022
26 માર્ચથી IPL 2022 શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. 15મી સિઝનની ફાઇનલ મેચ 29 મેના રોજ રમાશે. હવે જોવાનું એ રહે છે કે અત્યારે નેટ્સ પર ઉતરેલા જોફરા મેચમાં ઉતરે છે કે નહીં.
Published On - 4:39 pm, Thu, 10 March 22