IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સળંગ 7 હાર, કેપ્ટન ફ્લોપ આવી સ્થિતી વચ્ચે હવે કોચે મોટી વાત કરી!

|

Apr 22, 2022 | 1:25 PM

Mumbai Indians vs Chennai Super Kings: IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સને સતત 7મી હાર મળી, ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલે મેચ જીતી લીધી. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ફરી ફ્લોપ.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સળંગ 7 હાર, કેપ્ટન ફ્લોપ આવી સ્થિતી વચ્ચે હવે કોચે મોટી વાત કરી!
Rohit Sharma માટે IPL 2022 ની સિઝન મુશ્કેલ બની રહી છે

Follow us on

IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નું ખરાબ પ્રદર્શન ચાલુ છે. ગુરુવારે ચેન્નાઈ સામેની મેચમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ શરમજનક રેકોર્ડ પણ આ ટીમના નામે થઈ ગયો હતો. મુંબઈને સતત 7મી હારનો સામનો કરવો પડ્યો છે અને આઈપીએલમાં આવું પહેલીવાર બન્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની હારનું મુખ્ય કારણ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) નું ખરાબ પ્રદર્શન છે. ચેન્નાઈ સામે મુંબઈ ઈન્ડિયન્સના આ બંને ઓપનર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. રોહિત શર્મા બીજા બોલ પર આઉટ થયો હતો અને ઇશાન કિશન પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જો કે તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ પોતાના કેપ્ટન અને વિકેટકીપરનો બચાવ કરી રહ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ રન બનાવવા માટે ઝઝૂમી રહેલા ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશનનો બચાવ કરતા કહ્યું છે કે જો તેઓ બોલને સારી રીતે ફટકારતા નથી તો જ આ જોડીના ફોર્મથી તેમને ચિંતા થશે. રોહિત હજુ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં લયમાં જોવા મળ્યો નથી. તે ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ખાતું પણ ખોલી શક્યો નહોતો. તેણે અત્યાર સુધી સાત મેચમાં માત્ર 114 રન બનાવ્યા છે.

મુંબઈને ઈશાન-રોહિત શર્માની ચિંતા નથી!

ચેન્નાઈના હાથે ત્રણ વિકેટની હાર બાદ જયવર્દનેએ કહ્યું, ‘ઉતાર-ચઢાવ ચાલુ રહે છે. ઈશાને પ્રથમ બે મેચમાં સારી બેટિંગ કરી હતી અને ત્યાર બાદ તેનું પ્રદર્શન કથળ્યું હતું. રોહિત ખરેખર સારી રીતે બોલને ફટકારી રહ્યો છે. તે સારી શરૂઆત કરી રહ્યો છે. રોહિતની જેમ ઈશાન પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, જેને મુંબઈએ 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ડાબોડી બેટ્સમેને અત્યાર સુધી સાત મેચમાં 191 રન બનાવ્યા છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ઈશાન-રોહિત નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યા છે

જયવર્દનેએ કહ્યું, ‘જ્યારે આવું થાય છે અને તમે વહેલા આઉટ થઈ જાઓ છો, ત્યારે તમને લાગે છે કે તમારા પક્ષમાં કંઈ નથી જઈ રહ્યું. હું બેટ્સમેન રહ્યો છું અને તે તેનો એક ભાગ છે. ચિંતા કરો કે જો તેઓ બોલને સારી રીતે ફટકારી રહ્યા નથી અથવા તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે, પરંતુ તેઓ ક્રિઝ અને નેટ બંનેમાં સારી બેટિંગ કરી રહ્યા છે.’ મુંબઈ આ સિઝનમાં તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. તે સતત સાત મેચ હારી છે.

 

આ પણ વાંચો : IPL 2022 Points Table: મુંબઈની સ્થિતી કફોડી, 7 મેચ હારીને રોહિત શર્માની ટીમને પોઈન્ટના નામે ‘મીંડુ’

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ એ MS Dhoni ના દમ પર આઇપીએલમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, મેચને અંતિમ બોલે જીતી લેવામાં માહિર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article