IPL 2022: બેંગ્લોરનો કેપ્ટન Faf du Plessis રમત જોઈ Dinesh Karthik પર થયો ફીદા, કહ્યુ મેચ ફીનિશ કરવામાં ધોનીથી કમ નથી

|

Mar 31, 2022 | 9:08 AM

ફાફ ડુ પ્લેસીસ દિનેશ કાર્તિક (Dinesh Karthik) ની મેચ ફિનિશિંગ સ્ટાઈલથી માની ગયો છે. તેણે તેની સરખામણી તેના જૂના સાથી એમએસ ધોની (MS Dhoni) સાથે કરી.

IPL 2022: બેંગ્લોરનો કેપ્ટન Faf du Plessis રમત જોઈ Dinesh Karthik પર થયો ફીદા, કહ્યુ મેચ ફીનિશ કરવામાં ધોનીથી કમ નથી
Dinesh Karthik એ અંતમાં મહત્વની ભૂમિકા ભજવી RCBના ફેનને ખુશ કરી દીધા

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 ની સિઝનમાં પોતાનું જીતનું ખાતું ખોલ્યું છે, એટલે કે પ્રથમ જીત નોંધાવી દીધી છે. બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની તેમની પ્રથમ જીત નોંધાવી હતી. તેની જીતનો હીરો બન્યો હસરંગા, તે બોલર જેણે મેચમાં 4 વિકેટ લીધી હતી. પરંતુ, દિનેશ કાર્તિકે (Dinesh Karthik) પોતાના બેટથી રમતને આખરી ઓપ આપવાનું કામ કર્યું. તેની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની રહી હતી. વિકેટ કીપર બેટ્સમેનની આ ક્ષમતા જોઈને RCB નો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) પણ દંગ રહી ગયો. તે કાર્તિકની મેચ ફિનિશિંગ સ્ટાઈલથી ફીદા હતો. અને, તેની સરખામણી તેના જૂના સાથી એમએસ ધોની (MS Dhoni) સાથે કરી છે.

ફાફ ડુ પ્લેસિસે દિનેશ કાર્તિક વિશે શું કહ્યું, તે આખી વાત વિગતવાર જણાવીશુ, પરંતુ તે પહેલા જાણો અને સમજો કે દિનેશ કાર્તિકે કેવી રીતે મેચ પૂરી કરી. જ્યારે દિનેશ કાર્તિક ક્રિઝ પર પહોંચ્યો, તે સમયે RCB ને જીતવા માટે 24 બોલમાં 28 રન બનાવવાના હતા. ટાર્ગેટ દૂર નહોતું તેથી તેણે ધીરજથી કામ કર્યું. અને શાનદાર રહીને મેચ છેલ્લી ઓવર સુધી લઈ લીધી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરસીબી માટે દિનેશ કાર્તિકે મેચ ફિનિશ કરી હતી

અંતિમ ઓવરમાં RCBને જીતવા માટે 7 રન બનાવવાના હતા. એટલે કે, બોલ 6 અને રન 7. પરંતુ, કાર્તિકે ઓવરના અંતની રાહ જોવી ન હતી, પ્રથમ બે બોલ પર જ રમતનો અંત કર્યો હતો. તેણે 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારી હતી. આ રીતે RCBની જીત થઈ અને આ જીત બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે દિનેશ કાર્તિક ના ભરપેટ વખાણ કર્યા હતા.

દિનેશ કાર્તિક એમએસ ધોનીથી ઓછો નથીઃ ફાફ

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ડીકેનો અનુભવ અંતમાં કામમાં આવ્યો. સ્કોર ક્યારેય અમારી પહોંચની બહાર રહ્યો નથી. મને લાગે છે કે તે છેલ્લી 5 ઓવરમાં એમએસ ધોની જેટલો જ શાનદાર છે.

KKR vs RCB મેચ આમ રહી હતી

મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરી હતી. આખી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 18.5 ઓવરમાં 128 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ 17.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ હાથમાંથી સરકી જતી દેખાઈ રહી હતી. ત્યારબાદ દિનેશ કાર્તિક ક્રિઝ પર આવ્યો અને ટીમને જીત અપાવીને જ પરત ફર્યો.

 

આ પણ વાંચોઃ Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સનો આ ખેલાડી ફીટનેસથી પરેશાન, ટીમથી બહાર થયા બાદ હવે વિરાટ કોહલી પાસે ભણશે પાઠ!

 

Published On - 8:51 am, Thu, 31 March 22

Next Article