IPL 2022 Final : હાર્દિક પંડ્યાનો એ ઇતિહાસ જે ગુજરાત ટાઇટન્સની જીતનો સંકેત આપી રહ્યું છે

|

May 29, 2022 | 8:57 AM

IPL 2022 : હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આ વખતે કેપ્ટન અને બેટ્સમેન તરીકે વધુ સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે પહેલીવાર કેપ્ટનશિપ કરી રહેલ હાર્દિક પંડ્યા પહેલીવાર રમી રહેલ ગુજરાત ટીમને ટાઇટન અપાવી શકશે કે નહીં તે જોવું રહ્યું.

IPL 2022 Final : હાર્દિક પંડ્યાનો એ ઇતિહાસ જે ગુજરાત ટાઇટન્સની જીતનો સંકેત આપી રહ્યું છે
Hardik Pandya (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની ફાઈનલ રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT vs RR) વચ્ચે રમાવાની છે. બંને ટીમોએ આ સિઝનમાં જબરદસ્ત રમત બતાવી છે અને હવે તેઓ ખિતાબ જીતવાની નજીક છે. છેલ્લી મેચમાં નસીબ કોનો સાથ આપે છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ જો આપણે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના રેકોર્ડ પર નજર કરીએ તો તે હંમેશા IPL ની ફાઇનલમાં જીતતો રહ્યો છે. ત્યારે ચાલો હાર્દિક પંડ્યાના આ ખાસ રેકોર્ડ પર એક નજર કરીએ.

હાર્દિક પંડ્યા આ વખતે IPL માં કેપ્ટન તરીકે રમી રહ્યો છે અને તેના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ પોતાની ડેબ્યૂ સિઝનમાં જ ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ મહત્વનું એ છે કે હાર્દિક પંડ્યા પોતાની ક્રિકેટ કારકિર્દીમાં પહેલીવાર કોઇ ટીમની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે આ પહેલી IPL ફાઈનલ નહીં હોય. આ પહેલા તે આઈપીએલની 4 ફાઈનલ મેચમાં રમી ચુક્યો છે અને અદ્ભુત વાત એ છે કે આ ચારેય મેચમાં તેણે જીત મેળવી છે.

હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ સાથે હતો. જ્યાં તેણે ચારેય ટાઇટલ જીત્યા છે. હાર્દિક પંડ્યાએ 2015 માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે મુંબઈ ટીમ સાથે જ જોડાયેલો રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 2015, 2017, 2019, 2020માં IPL ની ટ્રોફી જીતી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવે હાર્દિક પંડ્યા એક ટીમનો કેપ્ટન છે અને તેના નેતૃત્વમાં ટીમ ફાઇનલમાં પહોંચી છે. આવી સ્થિતિમાં તે ઈતિહાસ રચવા અને પોતાની ટીમ માટે ખિતાબ જીતવાની સાથે સાથે આઈપીએલ ફાઈનલ જીતવાનો રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

જો બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાની આ સિઝનની વાત કરીએ તો તે જબરદસ્ત ફોર્મમાં છે. બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે આ સિઝન શ્રેષ્ઠ સાબિત થઈ છે. તેણે અત્યાર સુધી 14 મેચમાં 453 રન બનાવ્યા છે. જેમાં તેની એવરેજ 45 થી વધુ રહી છે. આ સિઝનમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરતા 4 અડધી સદી ફટકારી છે.

Next Article