IPL 2022: U19 World Cup જીતનારા ટીમ ઇન્ડિયાના 8 ખેલાડીઓ મેગા ઓક્શનમા સામેલ નહી થઇ શકે, આ કારણથી રહેવુ પડશે દુર, જાણો

|

Feb 08, 2022 | 10:38 AM

અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) જીતનાર ભારતના 8 ખેલાડીઓને IPL 2022 ની મેગા ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી.

IPL 2022: U19 World Cup જીતનારા ટીમ ઇન્ડિયાના 8 ખેલાડીઓ મેગા ઓક્શનમા સામેલ નહી થઇ શકે, આ કારણથી રહેવુ પડશે દુર, જાણો
IPL 2022 Mega Auction માં U19 ટીમના 8 ખેલાડીઓ હિસ્સો નહી લઇ શકે

Follow us on

અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) જીતનાર ભારતના 8 ખેલાડીઓને IPL 2022ની મેગા ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. તેઓએ હવે તેમના વારાની રાહ જોવી પડશે. કારણ કે તેઓ IPL રમવાના ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના માપદંડોને પૂર્ણ કરતા નથી. IPL ઓક્શન (IPL 2022 Mega Auction) માં માત્ર એવા ખેલાડીઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, જેમને ઓછામાં ઓછી એક ફર્સ્ટ ક્લાસ મેચ અથવા લિસ્ટ A મેચ રમવાનો અનુભવ હોય. જો ખેલાડીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો અનુભવ ન હોય તો તે IPL ઓક્શનનો ભાગ પણ બની શકે નહીં. આ ઉપરાંત હરાજીમાં ભાગ લેવા માટે ખેલાડીની ઉંમર પણ 19 વર્ષની હોવી જોઈએ.

હવે U19 વિશ્વ વિજેતા ભારતીય ટીમના તે ખેલાડીઓના નામ જુઓ જે BCCIના IPL હરાજીના માપદંડોને પૂર્ણ કરી શકતા નથી. જેમાં વિકેટકીપર દિનેશ બાના, ટીમના વાઇસ-કેપ્ટન શેખ રશીદ, ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમાર, ઓલરાઉન્ડર નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, ઓપનર અંગક્રિશ રઘુવંશી, માનવ પ્રકાશ અને ગર્વ સાંગવાનનો સમાવેશ થાય છે. જેમાંથી બાના, રાશિદ, રવિ અને સિંધુનો ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટો ફાળો હતો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

BCCI અંતિમ નિર્ણય લેશે

જોકે, આ ખેલાડીઓ રમશે કે નહીં તે અંગે BCCIએ હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. બોર્ડની અંદરના કેટલાક લોકોનું માનવું છે કે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં એટલું ડોમેસ્ટિક ક્રિકેટ રમાયું નથી. આ કિસ્સામાં છૂટછાટ આપી શકાય છે. રણજી ટ્રોફીનું આયોજન 17 ફેબ્રુઆરીથી કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો આ ખેલાડીઓની રાજ્યની ટીમ તેમને તક આપે તો પણ તેઓ 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી માટે યોગ્ય નહીં બને. IPL 2022ની મેગા ઓક્શનમાં કુલ 590 ખેલાડીઓ સામેલ છે. જેમાં 228 કેપ્ડ અને 355 અનકેપ્ડ ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

 

BCCI એ સમજદારીપૂર્વક નિર્ણય લેવો જોઈએઃ રત્નાકર શેટ્ટી

બીસીસીઆઈના ભૂતપૂર્વ અધિકારી રત્નાકર સેઠીએ કહ્યું, “આ યુવા ખેલાડીઓનુ દુર્ભાગ્ય છે કે તેઓ કોઈ પણ લિસ્ટ A ટુર્નામેન્ટ કે મેચ રમ્યા નથી. એક સિઝન માટે ક્રિકેટ નથી રમાઇ. મને લાગે છે કે BCCI નિર્ણય લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખશે. ટીમે અંડર 19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓએ તકથી વંચિત ન રહેવું જોઈએ.

 

આ પણ વાંચોઃ IPL 2022: વિરાટ કોહલીનો મેગા ઓક્શન પહેલા મોટો ખુલાસો, RCB થી અલગ કરવા માટે કેટલીક ફ્રેન્ચાઝીઓ દ્વારા પ્રયાસ કરાયો

આ પણ વાંચોઃ BPL 2022: ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બાંગ્લાદેશમાં બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાયો, આખીય ટીમ પર કરાઇ મોટી કાર્યવાહી

Published On - 9:32 am, Tue, 8 February 22

Next Article