IPL 2022: IPL પહેલા રાજસ્થાન રોયલ્સમાં વિવાદ, નારાજ સંજુ સેમસને ટ્વીટર પર ટીમને અનફોલો કર્યું

|

Mar 25, 2022 | 10:45 PM

IPL 2022 પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમમાં કેપ્ટન સંજુ સેમસને ટ્વિટર પર ફ્રેન્ચાઇઝીને અનફોલો કર્યું. ટીમની એક પોસ્ટથી તેઓ નારાજ છે. ટીમની પ્રથમ મેચ 29 માર્ચે રમાશે.

IPL 2022: IPL પહેલા રાજસ્થાન રોયલ્સમાં વિવાદ, નારાજ સંજુ સેમસને ટ્વીટર પર ટીમને અનફોલો કર્યું
Rajasthan Royals (PC: RR)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમમાં કઇ સારું જોવા નથી મળી રહ્યું. રાજસ્થાન રોયલ ટીમ સોશિયલ મીડિયા પર તેની ફની પોસ્ટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આવી જ એક ટ્વીટથી લાગી રહ્યું છે કે ટીમના કેપ્ટન સંજુ સેમસન નારાજ થયા છે. વાસ્તવમાં, IPL શરૂ થવાના એક દિવસ પહેલા, ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સંજુ સેમસન (Sanju Samson) નો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેના માથા પર મોટી ટોપી સાથે કાનમાં બુટ્ટી લટકેલી છે. તેની આંખો પર ડાર્ક ચશ્મા પણ છે. કેપ્શનમાં લખ્યું હતું – કેટલો સુંદર દેખાવ.

સંજુ સેમસનને આ પોસ્ટ ગમી ન હતી. તેણે તેના પર લખ્યું, ‘મિત્રો માટે આ બધું કરવું ઠીક છે પરંતુ ટીમ પ્રોફેશનલ હોવી જોઈએ.’ આ સાથે તેણે ટ્વિટર પર ટીમને અનફોલો પણ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે થોડી જ વારમાં રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલ હેન્ડલ પરથી સેમસનનો ફોટો ડિલીટ કરવામાં આવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સંજુ સેમસને આ પોસ્ટ અંગે મેનેજમેન્ટને ફરિયાદ કરી છે. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ ટીમે પોતાનું નિવેદન પણ જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના સોશિયલ મીડિયા અભિગમ અને ટીમમાં ફેરફાર કરી રહ્યા છે. મેનેજમેન્ટ તેની ડિજિટલ વ્યૂહરચનાનું મૂલ્યાંકન કર્યા પછી નવી ટીમ બનાવશે. અત્યારે આઈપીએલની સિઝન હોવાથી, અમે શક્ય તેટલી વહેલી તકે આ માટે કામચલાઉ ઉકેલ શોધીશું.

 


કેટલાક સમયથી રાજસ્થાન રોયલ્સની પોસ્ટને જોઇએ તો ખ્યાલ આવે છે કે તે એક રણનીતિ પણ હોઈ શકે છે. પરંતુ હજુ સુધી તેના પર કંઈ સ્પષ્ટ નથી. IPL ની પ્રથમ સિઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ તેની પ્રથમ મેચ 29 માર્ચે રમશે. ટીમ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો પડકાર છે. 2008 માં આઈપીએલનું ટાઇટલ જીત્યા બાદ ટીમે ફરી ક્યારેય ફાઇનલમાં પ્રવેશ કર્યો નથી. છેલ્લી ત્રણ સિઝનમાં તે બે વખત 7મા અને એકવાર 8મા ક્રમે રહ્યો છે.

આ પણ વાંચો : Women IPL : BCCI એ મહિલા IPL ને આપી લીલી ઝંડી, 2023થી 6 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ

આ પણ વાંચો : IPL 2022 : રિકી પોન્ટિંગની લીડરશિપ ક્વોલિટીને લઇને આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આપ્યું મહત્વનું નિવેદન

Next Article