IPL 2022: આન્દ્રે રસેલે 4 સિક્સરની મદદથી રમી શાનદાર ઈનિંગ, સાથે જ 2 જબરદસ્ત રેકોર્ડ પોતાના નામે કર્યાં

|

May 14, 2022 | 10:51 PM

IPL 2022: આન્દ્રે રસેલે આઈપીએલમાં 97 મેચમાં 30.76ની એવરેજથી 2030 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 179.17 છે. રસેલે અત્યાર સુધીમાં 10 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 88 રન છે.

IPL 2022: આન્દ્રે રસેલે 4 સિક્સરની મદદથી રમી શાનદાર ઈનિંગ, સાથે જ 2 જબરદસ્ત રેકોર્ડ પોતાના નામે કર્યાં
Andre Russel (PC: IPLt20.com)

Follow us on

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ટીમના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) એ IPL 2022ની 61મી મેચમાં પોતાની ટીમ માટે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. હૈદરાબાદ સામેની આ મેચમાં તેણે 175.00 ના સ્ટ્રાઈક રેટથી 28 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. આન્દ્રે રસેલની આ ઈનિંગના આધારે કોલકાતા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. આમ તેની ઈનિંગ્સના આધારે રસેલે IPLમાં તેના 2000 રન પણ પૂરા કર્યા તો સાથે જ તે આ લીગમાં સૌથી ઓછા બોલ રમીને 2000 રન પૂરા કરનાર બેટ્સમેન પણ બન્યો.

રસેલે સૌથી ઓછા બોલ રમીને IPLમાં 2000 રન પૂરા કર્યા

આન્દ્રે રસેલ (Andre Russell) IPLમાં સૌથી ઓછા બોલ રમીને 2000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રસેલે અત્યાર સુધી આઈપીએલમાં 97 મેચમાં 30.76ની એવરેજથી 2,030 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 179.17 છે. રસેલે અત્યાર સુધીમાં 10 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 88 રન છે. તે જ સમયે તેણે આ લીગમાં અત્યાર સુધીમાં 137 ચોગ્ગા અને 175 છગ્ગા ફટકાર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આન્દ્રે રસેલે જેક કાલિસનો રેકોર્ડ તોડ્યો

આન્દ્રે રસેલે IPL 2022માં અત્યાર સુધી 13 મેચોમાં 41.25 ની એવરેજથી 330 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 70 રન છે. તે જ સમયે આ સિઝનમાં તેણે 13 મેચમાં 14 વિકેટ લીધી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 5 રનમાં 4 છે. રસેલ હવે પ્રથમ IPL ઓલરાઉન્ડર બની ગયો છે, જેણે 4 સિઝનમાં 250થી વધુ રન અને 10થી વધુ વિકેટ લીધી છે. જેક કાલિસ આ લીગમાં અત્યાર સુધી આ પ્રકારનું કારનામું કરવાના મામલામાં બીજા નંબર પર આવી ગયો છે. તેણે આ અદ્ભુત સિદ્ધી ત્રણ મેળવી હતી. આ સિઝનમાં આન્દ્રે રસેલે તેના પ્રદર્શનથી કાલિસને પાછળ છોડી દીધો અને પ્રથમ સ્થાને આવી ગયો.

Next Article