IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ ભલે 1 મેચ જીતી હોય, પરંતુ પ્લેઓફ માટે આ એક દરવાજો હજુ ખુલ્લો, જાણો પોઇન્ટનો ખેલ

|

Sep 26, 2021 | 9:57 AM

ઓરેન્જ આર્મી તરીકે પ્રખ્યાત SRH અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી માત્ર એક જ મેચ જીત્યું છે. IPL ના ઇતિહાસમાં આ પહેલા કોઇ ટીમની આવી ખરાબ હાલત થઇ નથી.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ ભલે 1 મેચ જીતી હોય, પરંતુ પ્લેઓફ માટે આ એક દરવાજો હજુ ખુલ્લો, જાણો પોઇન્ટનો ખેલ
Sunrisers Hyderabad won by 7 wickets

Follow us on

IPL 2021 સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે તે જ રીતે ચાલે છે, જેમ IPL 2020 ની સિઝન ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે હતી. ઓરેન્જ આર્મી તરીકે જાણીતી આ ટીમ અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી છે. આઇપીએલના ઇતિહાસમાં આ પહેલા કોઇ ટીમ સાથે આવી ખરાબ હાલત થઇ નથી. CSK પણ નહીં, જેણે પાછલી સિઝનમાં તેનો સૌથી ખરાબ તબક્કો જોયો. સનરાઇઝર્સ પહેલા કોઇ ટીમ એવી નહોતી કે તેણે અગાઉ રમાયેલી 9 મેચમાંથી માત્ર 1 જ જીતી હોય.

આ જ કારણ છે કે ઓરેન્જ આર્મી પણ પોઈન્ટ ટેલીના તળિયે છે. આવી સ્થિતિમાં, મોટો સવાલ એ છે કે, આ ટીમ પ્લે-ઓફની રેસમાંથી બહાર કેમ નથી? તે હજી પણ અંતિમ ચારમાં સ્થાન મેળવવાની રેસમાં કેમ છે? તો આની પાછળ IPL 2021 માં ગ્રુપ સ્ટેજનું ગણિત છે.

હવે તે ગણિત શું છે, ફક્ત તેને સમજો. તમામ ટીમોએ ગ્રુપ સ્ટેજની 14 મેચમાંથી 9 કે તેથી વધુ મેચ રમી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેની 9 મેચ રમી છે. આમાં તેણે 8 ગુમાવી છે. એટલે કે, માત્ર 1 જીત મેળવી છે. અને આમ 2 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેલીના તળિયે છે. પરંતુ આ ટીમ ફર્શ થી અર્શ સુધી પહોંચી શકે છે. હજુ પણ આ ટીમ પાસે 12 પોઈન્ટ એકત્ર કરવાની તક છે. આ ત્યારે થઇ શકે છે જ્યારે તે તેની આગામી પાંચ મેચો જીતી લે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવે ફક્ત વર્ષ 2019 ની IPL સિઝન યાદ રાખો. 12 પોઇન્ટ સાથે જ તો સનરાઇઝર્સ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થયુ હતુ. તો પછી આ વખતે કેમ નહીં? આ કેવી રીતે શક્ય છે, તેના માટે, બાકીની ટીમોના સમીકરણને સમજો.

SRH પ્લેઓફ રમવાનું સમીકરણ

10 મેચ બાદ દિલ્હી કેપિટલ્સના 16 પોઇન્ટ છે. આ દરમ્યાન CSK ના 9 મેચમાં 14 પોઇન્ટ. તેમની આગામી તમામ મેચ જીતવાની સાથે, SRH એ પણ આશા રાખવી પડશે કે, આ બે ટીમો 22 થી વધુ પોઈન્ટ એકત્રિત ના કરે. આ સિવાય, KKR અને પંજાબ કિંગ્સ હવે તેમની બાકીની મેચોમાંથી માત્ર એક વધુ જીતે છે, તો બંનેના 10 પોઇન્ટથી વધુ ના હોઈ શકે. RCB એ આગામી 5 મેચમાં માત્ર 1 વધુ જીત મેળવે, એટલે કે તેના 12 પોઈન્ટથી વધુ ના હોવા જોઈએ. જ્યારે મુંબઈ અને રાજસ્થાન આગામી 5 મેચમાંથી 2 વધુ જીતી ગયા. જેથી તેમની પાસે પણ માત્ર 12 પોઇન્ટ હોય. જો આવું થાય, તો SRH નુ કામ બની શક અને તેઓ પ્લેઓફમાં પહોંચી શકે છે.

 

આ પણ વાંચોઃ RCB vs MI, IPL 2021 Match Prediction: આજે આઇપીએલમા જબરદસ્ત જંગ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે જામશે ટક્કર

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

Next Article