IPL 2021 ટૂર્નામેન્ટ UAE માં યોજાઇ રહી છે. લગભગ મોટાભાગની ટીમો ત્યાં પહોંચી ગઈ છે. મોટાભાગની ટીમોના ખેલાડીઓ પણ તેમની સાથે જોડાવા લાગ્યા છે. જે ખેલાડીઓ હજુ જોડાયા નથી તેઓ પણ, તેમનુ અસાઇન્મેન્ટ પૂર્ણ કર્યા પછી તરત જ તેમની સંબંધિત ટીમોમાં જોડાશે. કેટલીક ટીમોનો ક્વોરન્ટાઇન સમય પૂરો થઈ ગયો છે. CSK, મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)અને દિલ્હી કેપિટલ્સ આવી ટીમો જેમાં સામેલ છે.
જ્યારે ક્વોરન્ટાઇ સમાપ્ત થયુ, તો હવે તેમની તાલીમ પણ શરૂ થઈ ગઇ છે. આ તાલીમ દરમ્યાન, ખેલાડીઓએ અન્ય ઘણી રમતોનો પણ આનંદ માણ્યો છે. જેમાંથી ફૂટબોલ પણ એક રમત છે. CSK અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ખેલાડીઓએ તેમના ટ્રેનિંગ બેઝ પર ખૂબ ફૂટબોલ રમત રમી હતી.
દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ એકબીજાની વચ્ચે ફૂટબોલની મજા માણતી જોવા મળી હતી. આ દરમિયાન, તેમના લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન જોવા મળ્યા હતા. જો કે, આ દરમ્યાન એમએસ ધોની (MS Dhoni) ની એક ખાસ તસવીર સામે આવી છે, જેમાં તે હેડર દ્વારા ગોલ પોસ્ટમાં બોલને મોકલતો જોવા મળી રહ્યો છે. આપણે બધા ધોનીની ફૂટબોલ સ્કિલ્સથી વાકેફ છીએ. આવી સ્થિતિમાં તેના માટે આ કરવું કોઈ મોટી વાત પણ નહોતી.
બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર, જે ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા પછી હાલમાં તાલીમ માટે ફિલ્ડમાં ઉતર્યો છે. તે પણ જબરદસ્ત ફૂટબોલ સ્કિલ્સ દર્શાવતા જોવા મળ્યો હતો. તેણે શાનદાર ગોલ કર્યો હતો. પરંતુ તેણે આ ગોલ પોસ્ટમાં નહીં પરંતુ, બોલને બાસ્કેટમાં તેના પગ વડે મૂકીને કર્યો હતો.
In a parallel universe, which of our DC stars do you think could excel professionally in sports other than cricket? 🤩💬#NationalSportsDay #YehHaiNayiDilli pic.twitter.com/pgvSTegadX
— Delhi Capitals (@DelhiCapitals) August 29, 2021
શ્રેયસ ઐયર ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો. IPL 2021 ના પહેલા તબક્કામાં રમ્યો ન હતો. પરંતુ બીજા તબક્કા માટે તે પોતાની ટીમ સાથે રંગ જમાવવા UAE પહોંચી ગયો છે. ઐયર ની ગેરહાજરીમાં, ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો. તેની કેપ્ટન્સી હેઠળ ટીમ પ્રથમ તબક્કા પછી પોઈન્ટ ટેબલના ટોચ પર પહોંચી હતી. હવે જોવાનું રહેશે કે, બીજા તબક્કામાં દિલ્હીની કેપ્ટનશીપ કોણ કરે છે. ઐયર જ રહેશે કે પછી પંત કેપ્ટન તરીકે ચાલુ રહેશે?