દમ હશે તો દેખાશે. ભારતીય મેદાનો પર બાકીની ટીમોની સરખામણીમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની તેનો દમ IPL 2021 માં સૌથી વધુ દર્શાવ્યો છે. નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના નેતૃત્વમાં દિલ્હીએ ટોચની રમત દર્શાવી હતી. શ્રેયસ અય્યરે (Shreyas Iyer) ઈજાને કારણે લીગના પહેલા ચરણમાંથી હટી ગયા બાદ પંત (Pant) ને દિલ્હી કેપિટલ્સની કમાન મળી હતી. પરંતુ, તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમની રમત એવી રીતે નિખરી ગઇ કે, હવે જ્યારે બીજા તબક્કામાં શ્રેયસ અય્યરે ટીમમાં પાછો ફર્યો છે.
અય્યરના પરત ફરવા બાદ પણ દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તે સ્પષ્ટ છે કે નવા કેપ્ટનનો પડકાર હવે વધી ગયો છે. હવે તેઓ દિલ્હીમાં 14 વર્ષના વનવાસ અને UAE માં અધૂરા મિશનને સમાપ્ત કરવાના બે પડકારનો સામનો કરે છે.
હવે તમે આશ્ચર્ય પામશો કે દિલ્હી કેપિટલ્સનો આ 14 વર્ષનો વનવાસ શું છે. UAE માં અધૂરુ મિશન શુ છે. આમ તો આ IPL ની 14 મી સીઝન છે. પરંતુ આજ સુધી દિલ્હીએ એક પણ વાર ટાઇટલ જીતવાની સ્ક્રિપ્ટ લખી નથી. આ દરમ્યાન UAE માં અધૂરું મિશન IPL 2020 ની ફાઇનલ સાથે સંબંધિત છે. ગત સિઝનની ફાઇનલમાં દિલ્હીની ટીમ સારી રીતે રમી હતી અને મુંબઇ ઇન્ડીયન્સ સામે હારી ગઇ હતી. આમ તે માત્ર એક પગલું ટાઇટલથી દૂર રહી ગઈ. આ વખતે તેની પાસે આ બંને પડકારોને પાર કરવાની સારી તક છે.
સૌથી સારી વાત એ છે કે, ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ટીમ IPL 2021 ના પહેલા તબક્કામાં સારું પ્રદર્શન કરી ચૂકી છે. ટીમે ભારતીય મેદાન પર પ્રથમ તબક્કામાં 8 મેચ રમી હતી. જેમાં તેણે 6 જીતી હતી અને 12 પોઇન્ટ મેળવ્યા હતા. દિલ્હીની ટીમ અત્યારે પોઈન્ટ ટેલીમાં પ્રથમ સ્થાને છે. હવે UAE માં આ ટીમે ગ્રુપ સ્ટેજ પર વધુ 6 મેચ રમવાની છે.
ચાલો UAE માં યોજાનારી દિલ્હી કેપિટલ્સ મેચોના સમયપત્રક પર એક નજર કરીએ અને આ ટીમની પ્રગતિના સમીકરણ જાણીએ. દિલ્હી કેપિટલ્સ પાસે હવે UAE માં ગ્રુપ સ્ટેજ પર વધુ 6 મેચ રમવાની છે.
જો દિલ્હી આ 6 મેચોમાંથી અડધી પણ જીતે તો તે આરામથી પ્લે ઓફમાં પહોંચી જશે. તે જ સમયે, ગ્રુપ સ્ટેજ પર ટોચ પર રહ્યા પછી પણ તેમને પ્લેઓફની ટિકિટ કાપવાની તક મળશે.