IPL 2021: વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડને આજે ઋષભ પંત તોડશે! રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આ મોટો રેકોર્ડ પોતાને નામે કરી શકે છે

|

Sep 25, 2021 | 11:34 AM

વિરેન્દ્ર સહેવાગે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે 86 મેચ રમી છે. જેમાં 85 ઇનિંગ્સમાં 2382 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 17 અડધી સદી ફટકારી હતી.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડને આજે ઋષભ પંત તોડશે! રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આ મોટો રેકોર્ડ પોતાને નામે કરી શકે છે
Rishabh Pant

Follow us on

IPL 2021 માં આજના દિવસની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાનારી છે. આ ટક્કર અબુ ધાબી (Abu Dhabi) માં થશે. આમેચમાં જીત બંને ટીમો માટે જરૂરી છે. વિજયનો જોર પણ રહેશે. પરંતુ, અહીં ફોકસ તે વિજય પર નથી પરંતુ રેકોર્ડ પર છે, જે આજે ઋષભ પંત (Rishabh Pant) માટે મહત્વનો રહેશે. કહેવાનો મતલબ એ છે કે, 2008 થી 2013 વચ્ચે બનેલા રેકોર્ડને આજે પંત તોડી શકે છે. વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) આ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે તે ઋષભ પંત (Rishabh Pant) ના નામે થઇ શકે છે.

હવે તમે વિચારતા હશો કે વિરેન્દ્ર સહેવાગે બનાવેલો આ મોટો રેકોર્ડ શું છે. તો અમે તમને જણાવી દઈએ કે, આ રેકોર્ડ તેની બેટિંગથી સંબંધિત છે. ખાસ કરીને તેના બેટમાંથી નિકળતા રન. સેહવાગે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી માટે જે રન બનાવ્યા છે તેનાથી સંબંધિત છે. સહેવાગે આઈપીએલની પીચ પર દિલ્હી માટે 4 વર્ષ ક્રિકેટ રમી છે.

2008 થી 2013 દરમિયાન તેણે જે રન બનાવ્યા હતા, તે તેને દિલ્હી કેપિટલ્સના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે જાળવી રાખ્યો છે. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી શકે છે. ઋષભ પંત દિલ્હી માટે સેહવાગે બનાવેલા સૌથી વધુ IPL રનનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. શક્ય છે કે તે આજે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આ મોટું કામ કરતો જોવા મળશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પંત સેહવાગના રેકોર્ડને આગ લગાડશે!

વિરેન્દ્ર સહેવાગે દિલ્હી કેપિટલ્સ માટે 86 મેચ રમી છે. 85 ઇનિંગ્સમાં 2382 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 17 અડધી સદી ફટકારી છે. જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 158.37 અને સરેરાશ 29.77 છે. આ રેકોર્ડ સાથે સહેવાગ હજુ પણ દિલ્હી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પરંતુ, જો ઋષભ પંત આજે રાજસ્થાન સામે વધુ 56 રન બનાવશે, તો તે સહેવાગને પાછળ છોડી દેશે. ઋષભ પંતના નામે અત્યારે 2327 રન છે. પંતે આ રન 77 મેચની 77 ઇનિંગ્સમાં 1 સદી અને 14 અડધી સદીની મદદથી બનાવ્યા છે. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 150.03 અને સરેરાશ 35.80 છે.

દિલ્હી કેપિટલ્સ માટે પ્લેઓફ રમવાનો તેમનો માર્ગ હવે માત્ર એક જીત સાથે સરળ દેખાશે. આજે રાજસ્થાન સામે જીત મેળવવા ઈચ્છશે. આ માટે તે જરૂરી છે કે ઋષભ પંતનું બેટ તોફાન મચાવતુ જોવા મળે.

 

આ પણ વાંચોઃ SRH vs PBKS, IPL 2021 Match Prediction: ‘ઘાયલ’ પંજાબ સામે આજે કંગાળ હૈદરાબાદની શારજાહમાં ટક્કર, ભૂલની સજા બહારનો રસ્તો દેખાડશે!

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પર્પલ કેપની રેસમાં નંબર 1 હર્ષલ પટેલ થયો વધુ મજબુત, વિકેટો ઝડપવામાં ધૂમ મચાવી રહ્યો છે

 

Next Article