IPL 2021, RCB vs SRH: રોમાંચક મેચમાં બેંગ્લોરનો 4 રને હૈદાબાદ સામે પરાજય, હૈદરાબાદે સિઝનની ત્રીજી મેચ જીતી

|

Oct 07, 2021 | 12:16 AM

RCB માટે પોઇન્ટ ટેબલમાં પોતાના પોઇન્ટ અને સ્થાનને સુધારવા માટેનો પ્રયાસ કર્યો હતો. કારણ કે તે પહેલા થી જ પ્લેઓફની ટિકિટ મેળવી ચુક્યુ છે.

IPL 2021, RCB vs SRH: રોમાંચક મેચમાં બેંગ્લોરનો 4 રને હૈદાબાદ સામે પરાજય, હૈદરાબાદે સિઝનની ત્રીજી મેચ જીતી
Devdutt Padikkal-Glenn Maxwell

Follow us on

IPL 2021 ની આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાઇ હતી. બેંગ્લોર પોતાના સ્થાનને પોઇન્ટ ટેબલમાં સુધારવા માટે પ્રયાસ કર્યો હતો. જ્યારે હૈદરાબાદ માટે સન્માન માટેની લડત લડી હતી. વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. રોમાંચક બનેલી આ મેચમાં SRH ના 141 રન સામે RCB એ રન ચેઝ કરવાનો પ્રયાસ 4 રન દૂર રહી ગયો હતો. આમ આરસીબીને હાર મળી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ ઇનીંગ

બેંગ્લોરની શરુઆત ખરાબ રહી હતી. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની વિકેટ સાથે જ ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. ટીમના 6 રનના સ્કોર પર જ કોહલી 5 રના વ્યક્તિગત સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેની આ મોટી વિકેટ ભૂવનેશ્વર કુમારે ઝડપી હતી. ડેનિયલ કિશ્વનના રુપમાં બીજી વિકેટ 18 રનના સ્કોર પર ગુમાવી હતી. તેણે માત્ર 1 જ રન બનાવ્યો હતો. ત્રીજી વિકેટ 38 રના સ્કોર પર શ્રીકર ભરતને ગુમાવી હતી. તેણે 10 બોલમાં 12 રન કર્યા હતા. આમ ઝડપ થી આરસીબીએ વિકેટ ગુમાવતા દબાણ હેઠળ આવી ચુક્યુ હતુ.

જોકે ત્યાર બાદ ગ્લેન મેક્સવેલે રમતને ઝડપી રમી દબાણ હળવુ કરવા પ્રયાસ કર્યો હતો. તેને પડિક્કલે પણ સાથ આપવા પ્રર્યાસ કર્યો હતો. મેક્સવેલ 25 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 40 રન કરી આઉટ થયો હતો. તે રન લેવાના પ્રયાસમાં આઉટ થયો હતો. પડિક્કલે 52 બોલમાં 41 રન કર્યા હતા. શાહબાઝ અહમદે 9 બોલમાં 14 રન કર્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોમાંચક અંતિમ ઓવર

રોમાંચક બનેલી મેચની અંતિમ ઓવરમાં 13 રનની જરુર જીત માટે આરસીબી ને જરુર હતી. જેમાં ગાર્ટને સ્ટ્રાઇક ડિવિલયર્સને આપવા માટે બે બોલનો સમય લીધો હતો. આમ 12 રન 4 બોલમાં જરુર રહી હતી. જેમાં ત્રીજા બોલે એબીએ છગ્ગો લગાવ્યો હતો. જોકે પાંચમો બોલ ડોટ રહેતા અંતિમ બોલે 6 રનની જરુર રહી હતી. અણનમ રહેલા એબી ડિવિલયર્સે 12 બોલમાં 18 રન કર્યા હતા. ગાર્ટને અણનમ રહેતા 3 બોલમાં 2 રન કર્યા હતા.

 

સનરાઇઝર્સ હૈદરાબાદ બેટીંગ

જેસન રોય (Jason Roy) એ કેપ્ટન વિલિયમસન (Kane Williamson) સાથે મળીને રમેલી રમત વડે પડકારજક સ્કોર ખડકવાનો પાયો નાંખવા પ્રયાસ કર્યો હતો. ઓપનર અભિષેક શર્મા 13 રન 10 બોલમાં કરીને પ્રથમ વિકેટના રુપમાં આઉટ થયો હતો. આમ બીજી ઓવરમાં જ 14 રનના સ્કોર પર હૈદરાબાદે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ રોય અને વિલિયમસને 70 રનની ભાગીદારી રમત રમીને પડકારજનક સ્કોર ખડકવા તરફ આગળ વધ્યા હતા. વિલિયમસને 29 બોલમાં 31 રન કર્યા હતા.

જેસન રોયે 38 બોલમાં 44 રન કર્યા હતા. તેણે ઇનીંગ દરમ્યાન 4 ચોગ્ગા લગાવ્યા હતા. તેની વિકેટ ક્રિશ્વને ઝડપી હતી. તેની આગળની ઓવરના પ્રથમ બોલે જ અબ્દુલ સમદ શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ થયો હતો. રિદ્ધીમાન સાહા એ 10 રન કર્યા હતા. 105 થી 124 રન સુધીમાં 4 વિકેટ SRH એ ગુમાવી દીધી હતી. જેસન હોલ્ડર અંતિમ બોલે આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 16 રન કર્યા હતા. જ્યારે રાશિદ ખાને 7 રન કરીને અણનમ રહ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

બેંગ્લોરના બોલરોએ પ્રથમ વિકેટ મેળવ્યા બાદ વિકેટ માટે સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. લાંબા સમયના પ્રયાસ બાદ વિકેટ મળવી શરુ થઇ હતી. ડેનિયલ કિશ્વને 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ મેળવી હતી. ગાર્ટને તેની પ્રથમ ઓવરમાં જ ઓપનર શર્માની વિકેટ ઝડપી હતી. તેણે 2 ઓવરમાં 29 રન આપી ને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. શાહબાઝ અહમદે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. સિરાજે 3 ઓવરમાં 17 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ T20 World Cup: ઓમાન અને UAE માં આયોજન કરીને BCCI કરશે મબલખ કમાણી, રળશે કરોડો રુપિયા !

આ પણ વાંચોઃ IPL 2021: હર્ષલ પટેલે રચ્યો ઇતિહાસ, આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય શિકારી બન્યો, બુમરાહ પાછળ રહી ગયો

Published On - 11:20 pm, Wed, 6 October 21

Next Article