IPL 2021 Purple Cap: આ બે ધુરંધર બોલરો વચ્ચે જામી પડી છે પર્પલ કેપની રેસ, કોણ બનશે વિકેટનો બાદશાહ?

|

Oct 11, 2021 | 9:53 AM

IPL રમનાર દરેક બોલર શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કરે છે. આ સાથે તે સપનું જુએ છે કે તેના માથા પર પર્પલ કેપ (Purple Cap) સજે.

IPL 2021 Purple Cap: આ બે ધુરંધર બોલરો વચ્ચે જામી પડી છે પર્પલ કેપની રેસ, કોણ બનશે વિકેટનો બાદશાહ?
Harshal Patel

Follow us on

IPL 2021 હવે તેના અંતિમ તબક્કામાં છે. લીગ પ્લેઓફ રાઉન્ડનો પ્રથમ ક્વોલિફાયર રવિવારે રમાયો હતો. જ્યાં ઋષભ પંતના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં સામ-સામે હતા. ચેન્નાઇએ આ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે ચાર ટીમો ટાઇટલ રેસમાં છે અને આ સાથે, પર્પલ કેપ (Purple Cap) રેસમાં માત્ર ચુનંદા ખેલાડીઓ જ બાકી રહ્યાછે.

હવે આ રેસ બે ખેલાડીઓ વચ્ચે છે, એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના હર્ષલ પટેલ (Harshal Patel) અને દિલ્હી કેપિટલ્સ ના આવેશ ખાન (Avesh Khan). મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને રાશિદ ખાનની ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી. તો હવે આ રેસ અવેશ અને હર્ષલ વચ્ચે છે. હવે જો આપણે આ બંનેના આંકડા જોઈએ તો વિકેટનો તફાવત છે. આજની મેચ પહેલા અવેશની 22 અને હર્ષલની 30 વિકેટ હતી. આવેશની હવે 23 વિકેટ છે અને તે પટેલથી સાત વિકેટ પાછળ છે.

IPL રમનાર દરેક બોલર શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કરે છે. આ સાથે, તે સપનું જુએ છે કે તેના માથા પર પર્પલ કેપ સજે. કારણ કે IPL માં પર્પલ કેપ એકમાત્ર એવોર્ડ છે, જે કોઈપણ બોલરની ક્ષમતા પર મહોર લગાવી દે છે. એટલા માટે દરેક બોલર પોતાની તમામ તાકાત લગાવીને આ કેપને પોતાના નામે કરવા માંગે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને અંતે આ કેપ મળે છે. વળી, તેના હક્કો દરેક મેચના અંતે પ્રદર્શન મુજબ બદલાતા રહે છે. મેચ-બાય-મેચ પર્પલ કેપ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોના માથાને તે કેપ સજાવે છે. પરંતુ ટુર્નામેન્ટના અંતે, તેણે જ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય તેને આ કેપ મળે છે. આઈપીએલની છેલ્લી સીઝનમાં, દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડાના માથા પર પર્પલ કેપ સજાવવામાં આવી હતી, જેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી.

આ પર્પલ કેપના ટોચના 5 બોલર છે

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 14 મેચ, 30 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 15 મેચ, 23 વિકેટ
3. જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડીયન્સ) – 14 મેચ, 31 વિકેટ
4. મોહમ્મદ શમી (પંજાબ કિંગ્સ) – 14 મેચ, 19 વિકેટ
5. રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ) – 14 મેચ, 18 વિકેટ

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

 

 

Next Article