IPL 2021 Orange Cap: ઋુતરાજ ગાયકવાડને નામે ઓરેન્જ કેપ, માત્ર 2 રનના અંતરે સૌથી યુવાન વયે જીતી કેપ

|

Oct 15, 2021 | 10:54 PM

ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) IPL 2021 ની ઓરેન્જ કેપ (Orange Cap) જીતી. ગાયકવાડે 635 રન અને ડુ પ્લેસિસે 633 રન બનાવ્યા હતા.

IPL 2021 Orange Cap: ઋુતરાજ ગાયકવાડને નામે ઓરેન્જ કેપ, માત્ર 2 રનના અંતરે સૌથી યુવાન વયે જીતી કેપ
Ruturaj Gaikwad

Follow us on

ઓરેન્જ કેપ (Orange Cap) નો વિજેતા આખરે ઇન્ડીયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ની અંતિમ મેચમાં નક્કી થયો છે. ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ જીતી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઋતુરાજે ઓરેન્જ કેપ માત્ર 2 રનથી જીતી હતી. ઋતુરાજ ગાયકવાડને તેના જ સાથી ખેલાડી ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) તરફથી આકરી ટક્કર મળી હતી, જેણે 633 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી.

અંતિમ મેચમાં ડુ પ્લેસિસે 59 બોલમાં 86 રન બનાવ્યા હતા અને તે માત્ર 2 રનથી ઓરેન્જ કેપ જીતવામાં ચૂકી ગયો હતો. બીજી બાજુ ચેન્નાઈની ઈનિંગ સમાપ્ત થયા બાદ ઋતુરાજ ગાયકવાડે દિલ જીતી લેનાર નિવેદન આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, તે ઓરેન્જ કેપ જીતવા માંગતો નહોતો. તે ઈચ્છતો હતો કે ડુ પ્લેસિસ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી દે. તમને જણાવી દઈએ કે ડુ પ્લેસિસ છેલ્લા બોલ પર કેચ આઉટ થયો હતો. જો તેનો શોટ 6 રન માટે ગયો હોત તો ઓરેન્જ કેપ તેના નામે હોત.

ઋતુરાજે IPL માં ઇતિહાસ રચ્યો

ઋતુરાજે હર્ષ ભોગલે સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું ઈચ્છતો હતો કે ડુ પ્લેસિસ છેલ્લા બોલ પર સિક્સર ફટકારશે કારણ કે તે ટીમ માટે વધુ મહત્વનો હોત. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ઓરેન્જ કેપ જીતનાર IPL ના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી છે. ઋતુરાજે માત્ર 24 વર્ષ, 257 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ગાયકવાડે 24 વર્ષ, 328 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર શોન માર્શનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ 27 વર્ષ 206 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ કબજે કરી હતી. તમને જણાવી દઈએ કે ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. માઇકલ હસીએ 2013 માં ચેન્નાઇ માટે આઇપીએલમાં સૌથી વધુ 733 રન બનાવ્યા હતા.

ગાયકવાડ અને ડુ પ્લેસિસનો દબદબો રહ્યો

ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2021 માં અદભૂત પ્રદર્શન કર્યું હતું. બંને ઓપનરોએ ચેન્નાઈની બેટિંગનો સમગ્ર ભાર પોતાના ખભા પર ઉઠાવ્યો હતો. ચેન્નાઈ માટે પ્રથમ વખત બે બેટ્સમેનોએ એક સીઝનમાં 600 થી વધુ રન બનાવ્યા છે. આ પરાક્રમ RCB દ્વારા બે વખત કરવામાં આવ્યું છે. ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલીએ વર્ષ 2013 માં અને વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે 2016 માં આ પરાક્રમ કર્યું હતું.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: સિઝનમાં આ ભારતીય દિગ્ગજોએ કડવા ઘૂંટડા પીધા, એક સમયે ધમાલ મચાવતા મોટા નામ છતાં આ સ્થિતીમાં જોવા મળ્યા હતા

આ પણ વાંચોઃ Asia Cup: ટીમ ઇન્ડીયા પાકિસ્તાનનો ખેડશે પ્રવાસ, એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે ભરી હા!

 

 

Next Article