IPL 2021, KKR vs DC: કોલકાતાનો ટોસ જીતી દિલ્હીને પહેલા બેટીંગ માટે ઉતારવાનો દાવ સફળ, 3 વિકેટે KKR ની જીત

|

Sep 28, 2021 | 8:33 PM

ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામેની મેચ ને જીતી લીધી હતી. પહેલા બેટીંગ માટે મેદાને દિલ્હીને ઉતારવાનો દાવ સફળ રહ્યો હતો

IPL 2021, KKR vs DC: કોલકાતાનો ટોસ જીતી દિલ્હીને પહેલા બેટીંગ માટે ઉતારવાનો દાવ સફળ, 3 વિકેટે KKR ની જીત
Nitish Rana

Follow us on

IPL 2021 ની 41 મી મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Rider) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)વચ્ચે રમાઇ હતી. શારજાહમાં રમાયેલી મેચમાં કોલકાતાના કેપ્ટન ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને દિલ્હીને બેટીંગ માટે પહેલા મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. જે સફળ નિવડ્યો હતો દિલ્હી કેપિટલ્સે ઋષભ પંત (Rishabh Pant) સિવાય મીડલ ઓર્ડર નિષ્ફળ નિવડ્યો હતો. 20 ઓવરના અંતે દિલ્હીએ 9 વિકેટે 127 રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 3 વિકેટે જીત મેળવી હતી.

 

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ ઇનીંગ

28 રને જ ઓપનીંગ જોડી તુટી ગઇ હતી અને 43 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કોલકાતાએ જીતનો માર્ગ છોડ્યો
નહોતો. તેમની મક્કમતાએ દિલ્હીએ આપેલા આસાન પડકારને પાર પાડ્યો હતો. શુભમન ગિલે 33 બોલમાં 30 રન કર્યા હતા. વેંકટેશન ઐય્યરે 15 બોલમાં 14 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 5 બોલમાં 9 રન કર્યા હતા.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. દિનેશ કાર્તિક 14 બોલમાં 12 રન કર્યા હતા. નિતેશ રાણા અને સુનિલ
નરેને ટીમને જીતના આંકડે પહોંચાડવાના પ્રયાસ સાથેની રમત રમી હતી. નરેને 10 બોલમાં 21 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. ટિમ સાઉથીએ 3 રન કર્યા હતા. નિતીશે ચોગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી. તેણે 27 બોલમાં 36 રન કર્યા હતા.

 

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ ઇનીંગ

28 રને જ ઓપનીંગ જોડી તુટી ગઇ હતી અને 43 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કોલકાતાએ જીતનો માર્ગ છોડ્યો નહોતો. તેમની મક્કમતાએ દિલ્હીએ આપેલા આસાન પડકારને પાર પાડ્યો હતો. શુભમન ગિલે 33 બોલમાં 30 રન કર્યા હતા. વેંકટેશન ઐય્યરે 15 બોલમાં 14 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 5 બોલમાં 9 રન કર્યા હતા.

કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. દિનેશ કાર્તિક 14 બોલમાં 12 રન કર્યા હતા. નિતેશ રાણા અને સુનિલ નરેને ટીમને જીતના આંકડે પહોંચાડવાના પ્રયાસ સાથેની રમત રમી હતી. નરેને 10 બોલમાં 21 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. ટિમ સાઉથીએ 3 રન કર્યા હતા. નિતીશે ચોગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી. તેણે 27 બોલમાં 36 રન કર્યા હતા. આમ 18.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને કેકેઆરની ટીમે 130 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

આવેશ ખાને આસાન લક્ષ્ય છતાં ટીમને મેચમાં પરત લાવવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 3 બોલમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. કાગિસો રબાડાએ 3 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. લલિત યાદવે 3 ઓવરમાં 35 રન ગુમાવ્યા હતા અને 1 વિકેટ મેળવી હતી. અશ્વિનને 4 ઓવરમાં 24 રન સામે 1 વિકેટ મળી હતી. 2.2 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ મળી હતી.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ ઇનીંગ

દિલ્હીની ટીમ ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. દિલ્હીની ટીમે શરુઆત સારી કરી હતી, પરંતુ મીડલ ઓર્ડરે દિલ્હીના ફેન્સને નિરાશ કરતી રમત રમી હતી. ઓપનર સ્ટીવ સ્મિથે 34 બોલમાં 39 રન કર્યા હતા. શિખર ધવને 20 બોલમાં 24 રન કર્યા હતા. પ્રથમ વિકેટ 34 રને શિખર ધવનના રુપમાં દિલ્હી ગુમાવી હતી.

ઋષભ પંતે ટીમના સ્કોરને પડકારજનક બનાવવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 39 રન 36 બોલમાં કર્યા હતા. શ્રેયસ ઐય્યર 1 રન કરીને જ આઉટ થયો હતો. સિમરોન હૈયટમોર 4 રન કરીને આઉટ થયો હતો. લલિત યાદવ 3 બોલ રમીને શૂન્ય પર વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલ પણ શૂન્ય રનમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. અશ્વિને 9 રન કર્યા હતા. આવેશ ખાન 5 રન કરીને રન આઉટ થયો હતો. કાગિસો રબાડા શૂન્ય રને અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

લોકી ફરગ્યુશને 2 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 10 રન આપ્યા હતા. સુનિલ નરેને 4 ઓવરમાં 18 રનમાં 2 વિકેટ ઝડપી હતી. વેંકટેશ ઐય્યરે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી અને અને વોરિયરને વિકેટ મેળવવાથી નિરાશ રહેવુ પડ્યુ હતુ.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિનેશ કાર્તિક સહેજ માટે મોટી ઘાત ટળી, ઋષભ પંતે ખતરનાક રીતે બેટ ગુમાવતા કાર્તિક ઘાયલ થતા માંડ બચ્યો

આ પણ વાંચોઃ IPL: શ્રીસંતે નિર્દોષ છુટવાને લઇને કર્યો ખૂલાસો, આઇપીએલ 2013માં સ્પોટ ફિક્સીંગમાં સપડાતા જેલમાં પુરાયો હતો

Published On - 7:10 pm, Tue, 28 September 21

Next Article