IPL 2021: ટીમ ઇન્ડીયાને T20 વિશ્વકપ પહેલા રાહત, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવનુ ફોર્મ પરત ફર્યુ

|

Oct 09, 2021 | 9:33 AM

વર્લ્ડ કપ (World Cup) માટે પસંદ થયેલી ભારતીય ટીમ (Team India) ના તમામ ખેલાડીઓ UAE માં IPL 2021 સીઝનમાં પોતપોતાની ફ્રેન્ચાઇઝીઓ માટે રમી રહ્યા છે, જેમાંથી કેટલાક સારું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે કેટલાકનું ફોર્મ ચિંતાનું કારણ છે.

IPL 2021: ટીમ ઇન્ડીયાને T20 વિશ્વકપ પહેલા રાહત, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવનુ ફોર્મ પરત ફર્યુ
Ishan Kishan-Suryakumar Yadav

Follow us on

IPL 2021 સીઝન સમાપ્તિની નજીક છે અને તે પછી સીધું ધ્યાન ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) પર રહેશે. વર્લ્ડ કપ માટે પસંદ થયેલ ભારતીય ટીમ (Team India) ના તમામ ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઇઝીઓ માટે આઇપીએલમાં જ ભાગ લઇ રહ્યા છે. આમાંની કેટલાક સારી લયમાં ચાલી રહ્યા છે. પરંતુ કેટલાક ખેલાડીઓના ફોર્મે ચાહકોને ચિંતિત કર્યા છે, સાથે સાથે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો પર પણ તેના વિશે પ્રશ્નો થયા છે.

પરંતુ IPL 2021 માં લીગ તબક્કાનો છેલ્લા દિવસે આ બે ખેલાડીઓએ, તેમની પસંદગી પર શંકાઓ અને પસંદગીને લઇ તોળાઇ રહેલા સંકટનો અંત લાવી દીધો છે. આ બે ખેલાડીઓ ઈશાન કિશન (Ishan Kishan) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) છે. મુંબઈ ઈન્ડીયન્સના આ બંને મજબૂત બેટ્સમેનોએ ટુર્નામેન્ટમાં પોતાની છેલ્લી મેચમાં રનની આતશબાજી વડે ભારતીય ટીમને થોડી રાહત આપી હતી.

મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી મેચ ઓછામાં ઓછા 171 રનના અંતરથી જીતવાની જરૂર હતી. જેના માટે ટીમને મોટા સ્કોરની જરૂર હતી. અબુ ધાબીમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતી વખતે આવું જ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 235 રન બનાવ્યા હતા, જે આ સિઝનમાં કોઈપણ ટીમનો સર્વોચ્ચ સ્કોર નોંધાયો હતો. પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઇએ હૈદરાબાદને 65 રનમાં જ આઉટ કરવું જરુરી હતું. આવું ન થઈ શક્યું અને ટીમ બહાર થઈ ગઈ, પરંતુ આ મેચમાં ઈશાન અને સૂર્યાની ઈનિંગે બંને બેટ્સમેનો તેમજ ભારતીય ટીમ મેનેજમેન્ટને ઘણી રાહત આપી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઇશાન કિશનની રેકોર્ડ બ્રેકિંગ ઇનિંગ્સ

પહેલા ઈશાન કિશને બેટ વડે હુમલો શરૂ કર્યો. ખરાબ ફોર્મના કારણે સતત બે મેચમાં આઉટ થયા બાદ, ઇશાને પાછલી મેચમાં ઓપનિંગમાં પુનરાગમન કર્યું હતું અને માત્ર 25 બોલમાં અણનમ 50 સાથે તેની વાપસીનો સંકેત આપ્યો હતો. આ ફોર્મ ચાલુ રાખીને, ઇશાને ફરી માત્ર 16 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાનુ જોરદાર એલાન કરી દીધુ. આમ તમામ શંકાઓ અને શંકાઓને દૂર કરીને તેની પસંદગીને યોગ્ય ઠેરવી. ઇશાન સદી ચૂકી ગયો, પરંતુ તેણે માત્ર 32 બોલમાં 262 ની સ્ટ્રાઇક રેટ અને 11 ચોગ્ગા- 4 છગ્ગા સાથે 84 રન બનાવ્યા.

સૂર્યકુમાર નુ પણ હલ્લા બોલ

જો ઈશાને જોરદાર ઈનિંગ રમીને બધાને આશ્ચર્યચકિત કર્યા, તો સૂર્યકુમારે પણ ધમાલ મચાવી દીધી હતી. ઇશાનની સ્ટાઇલમાં, સુર્યકુમારે પણ સ્વીપ અને ઇનસાઇડ આઉટ શોટ રમીને તોફાની શરૂઆત કરી અને સળંગ ચોગ્ગા અને છગ્ગા મેળવ્યા. સુર્યાએ IPL માં માત્ર 24 બોલમાં પોતાની સૌથી ઝડપી અર્ધસદી ફટકારી હતી. તે અહીં અટક્યો નહીં, પરંતુ છેલ્લી ઓવર સુધી ટકી રહ્યો અને સદીની નજીક આવીને તે ચૂકી ગયો. પરંતુ સૂર્યાએ માત્ર 40 બોલમાં 82 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 205 હતો, અને તેના બેટથી 13 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા.

આ વર્ષે જ બંનેએ પદાર્પણ કર્યું

આ બંને ખેલાડીઓને છેલ્લી આઈપીએલ સીઝનના ફોર્મના આધારે આ વર્ષે ટીમ ઈન્ડીયામાં સ્થાન મળ્યું હતું. ગત માર્ચમાં બંનેએ ઈંગ્લેન્ડ સામે ટી20 ફોર્મેટમાં આતંરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. તે પ્રદર્શનના આધારે તેને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું. રંતુ આ સીઝનની શરૂઆતથી, યુએઈમાં રમાયેલી પ્રારંભિક મેચોમાં, બંને બેટ શાંત રહ્યા, ત્યારબાદ 10 ઓક્ટોબર પહેલા ટીમમાં ફેરફાર થવાની આશંકા હતી. હવે તેમની છેલ્લી મેચમાં, બંનેએ બેટથી જવાબ આપીને પસંદગીને યોગ્ય સાબિત કરી છે.

આ પણ વાંચોઃ IPL 2021, RCB vs DC: દિલ્હી સામે બેંગ્લોરે અંતિમ બોલે છગ્ગો ફટકારી 7 વિકેટે મેળવી રોમાંચક જીત, શ્રીકર અને મેક્સવેલની ફીફટી

આ પણ વાંચોઃ IPL 2021, MI Vs SRH: જીતીને પણ ‘હાર્યુ’ મુંબઇ, પ્લેઓફની બહાર જ રહી ગયુ ! હૈદરાબાદ સામે 42 રને વિજય

 

 

Published On - 9:28 am, Sat, 9 October 21

Next Article