IPL 2021: ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સર સામે મુંબઇની 20 રને હાર, સૌરભ તિવારીની અણનમ ફીફટી એળે ગઇ, બ્રાવોની 3 વિકેટ

|

Sep 19, 2021 | 11:34 PM

CSK vs MI: એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે, ચેન્નાઇ મુશ્કેલ સ્થિતીમાં છે અને તેના માટે જીતનો પડકાર ખડકવો મુશ્કેલ છે. પરંતુ ચેન્નાઇના બોલરો સામે મુંબઇના બેટ્સમેનો બેટ ખોલી શક્યા નહી અને હાર સહન કરવી પડી હતી.

IPL 2021: ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સર સામે મુંબઇની 20 રને હાર, સૌરભ તિવારીની અણનમ ફીફટી એળે ગઇ, બ્રાવોની 3 વિકેટ
Chennai Super Kings

Follow us on

મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Mumbai Indians vs Chennai Super Kings) વચ્ચેની ટક્કર સાથે જ IPL 2021 પુનઃ શરુઆત થઇ હતી. બંને ટીમો વચ્ચેના જંગ સાથે જ IPL ની બાકી રહેલી 31 મેચોના આગળના તબક્કાનો પ્રારંભ થયો છે. દુબઇમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને ચેન્નાઇની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ચેન્નાઇની ટીમે 6 વિકેટ ગુમાવીને મુંબઇને 157 રન પડકાર આપ્યો હતો. જેને પાર પાડવામાં મુંબઇની ટીમ નિષ્ફળ રહી હતી. આમ ધોની (MS Dhoni) ની ટીમે સિઝનમાં છઠ્ઠી જીત મેળવી હતી

રોહિત શર્મા (Rohit Sharma) ફીટ નહી હોવાને લઇને મેદાનમાં ઉતર્યો નહોતો. તેના બદલે કિયરોન પોલાર્ડ ટીમની આગેવાની સંભાળી રહ્યો છે. તેની ખોટ આજે સાલતી હોય એમ લાગી રહ્યુ હતુ. ઓપનીગમાં તેના સ્થાને અણમોલપ્રિત ને ઉતાર્યો હતો. તિવારીને બાદ કરતા મધ્યમક્રમ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ચેન્નાઇને તેના ઓપનર ગાયકવાડ (Ruturaj Gaikwad) ની રમતે મુશ્કેલ સ્થિતીમાં જીત લખી આપી હતી. મુંબઇની ટીમે જવાબમાં સૌરભ તિવારી (Saurabh Tiwary) ના અર્ધશતક વડે 136 રન 8 વિકેટે કર્યા હતા. આમ 20 રને હાર થઇ હતી.

મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ

ચેન્નાઇની ટીમે આપેલા 157 રનના પડકાર સામે મુંબઇની ટીમે પણ પડકાર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તે સંઘર્ષ સફળતા સુધી પહોંચાડી શક્યો નહોતો. ક્વિન્ટન ડીકોકની વિકેટ ત્રીજી ઓવરમાં જ મુંબઇ એ ગુમાવી હતી. 12 બોલમાં તેણે 17 રન કર્યા હતા. અણમોલપ્રિત સિંઘે 14 બોલમાં 16 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર 3 જ રન કરી શક્યો હતો. ઇશાન કિશન 10 બોલમાં 11 રન કરીને કેચ ઝડપાયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કિયરોન પોલાર્ડ 14 બોલમાં 15 રન કરીને એલબીડબલ્યુ થયો હતો. કૃણાલ પંડ્યા રન આઉટ થયો હતો. તેમે 4 રન કર્યા હતા. સૌરભ તિવારીએ મુંબઇની ટીમના સ્કોર બોર્ડની જવાબદારી સંભાળી હતી. સૌરભે 40 બોલમાં 50 રનની અણનમ રમત રમી હતી અને અંત સુધી લડત આપી હતી. તેને એડમ મિલ્ને એ સાથ આપ્યો હતો. તેણે 15 બોલનો સામનો કરીને 15 રન કર્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

ટીમના બોલરોએ ટીમને સિઝનમાં છઠ્ઠી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિપક ચાહરે મુંબઇના 2 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. ડ્વેન બ્રાવો એ પણ 3 વિકેટ ઝડપી હતી. તેના સિવાય જોશ હેઝલવુડ, શાર્દૂલ ઠાકુર એક એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. મોઇન અલી એ 3 ઓવરમાં 16 રન આપ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક માત્ર ઓવર કરી હતી. જેમાં તેણે 13 રન લુંટાવ્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ બેટીંગ

મુંબઇ ના બોલરો સામે ચેન્નાઇની સ્થિતી શરુઆતમાં જ મુશ્કેલ બની ચુકી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને બાદ કરતા કોઇ પિચ પર ટકી શકવામાં સફળ રહ્યુ નહોતુ. ગાયકવાડે શાનદાર છગ્ગા અને ચોગ્ગા સાથે અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 58 બોલમાં 88 રનની અણનમ રમતી રમી હતી. જાડેજા 33 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો.

જેની પાસે ખૂબ અપેક્ષા હતી એ પ્લેસિસ બોલ્ટના બોલ પર 3 બોલ રમી ને શૂન્ય રન પર આઉટ થયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી પણ 3 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. આમ 1 રનના સ્કોરે પ્રથમ અને 2 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂ એડમ મિલ્નેના બોલ પર ઇજા થવાને લઇને રિટાયર્ડ હર્ટ થઇ મેદાન થી બહાર થયો હતો. 3 બોલ જ રમીને શૂન્ય પર બહાર થવા મજબૂર બન્યો હતો.

સુરેશ રૈના પણ 6 બોલમાં 4 રન કરીને બોલ્ટનો શિકાર થયો હતો. કેપ્ટન એમએસ ધોની પણ 5 બોલમાં 3 રન કરીને મિલ્નેના બોલ પર આઉટ થઇ પરત ફર્યો હતો. એક સમયે 24 રનમાં 4 વિકેટ CSK એ ગુમાવી હતી. આમ 3 નો આંકડો ચેન્નાઇને આજે અનલકી રહ્યો હતો. ડ્વેન બ્રાવોએ 3 છગ્ગા સાથે 7 બોલમાં 23 રન ફટકાર્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સની બોલીંગ

ટ્રેન્ટ બોલ્ટ અને એડમ મિલ્નેએ જબરદસ્ત શરુઆતનુ એટેક કર્યુ હતુ. તેઓએ 2-2 વિકેટ ઝડપી હતી. બંનેએ શાનદાર બોલીંગ વડે દિગ્ગજોને ઝડપ થી પેવેલિયન મોકલીને ચેન્નાઇને મુશ્કેલીમાં મુક્યુ હતુ. જસપ્રિત બુમરાહે પણ પણ 2 વિકેટ ઝડપી હતી.

 

 

 

 

આ પણ વાંચોઃ Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ IPL 2021 : વિરાટ કોહલી એ ટૂર્નામેન્ટમાં મેચના એક દિવસ પહેલા RCB ની કેપ્ટનશિપ છોડવાની કરી ઘોષણાં, કેપ્ટન તરીકે અંતિમ સિઝન

Next Article