INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર

|

Feb 25, 2022 | 8:28 PM

ભારત સામે ચાલી રહેલ ટી20 સીરિઝ પહેલી મેચમાં શ્રીલંકા 62 રનથી હારી ચુક્યું છે. હવે 26 ફેબ્રુઆરીએ બીજી ટી20 મેચ અને 27 ફેબ્રુઆરીએ ત્રીજી મેચ ધર્મશાળામાં રમાશે.

INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર
Sri Lanka and Team India

Follow us on

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ શુક્રવારે જણાવ્યું કે સ્પિનર મહેશ દીક્ષાના અને બેટ્સમેન કુસલ મેંડિસ ઇજાના કારણે હાલની ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયા છે. કુસલ મેંડિસ (Kusal Mendis) ઇજામાંથી બહાર આવ્યા બાદ ભારત (Team India) સામેની બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. ઇજાગ્રસ્ત થનાર ખેલાડીઓના સ્થાને નિરોશન ડિકવેલા અને ધનંજય ડી સિલ્વાનો ટી20 ટીમમાં સમાવેશ કર્યો છે. મેંડિસે જાન્યુઆરી 2021 થી ટેસ્ટ ટીમમાં ભાગ નથી લીધો. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચમી ટી20 મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ નો એવોર્ડ જીત્યો હતો.

શ્રીલંકા માટે પહેલી 6 ઓવરમાં દીક્ષાના મુખ્ય બોલરોમાંનો એક છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એ પણ કહ્યું કે દીક્ષાનાની સાથે વાનિંદુ હસરંગા પણ સ્વદેશ પરત ફરશે અને ભારત સામેની ટી20 સીરિઝમાં નહીં રમે. કારણ કે તે પણ હજુ સુધી કોવિડ-19 માંથી હજુ બહાર આવી નથી શક્યો.

શ્રીલંકાએ ગુરુવારે લખનઉમાં ભારત સામે પહેલી ટી20 મેચ 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો હવે શનિવારે અને રવિવારે ક્રમશ: બીજી અને ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમશે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

આ વચ્ચે 17 સભ્યોની ટેસ્ટ ટીમમાં ઓફ સ્પિનર રમેશ મેંડિસને ઇજાના કારણે ટીમમાં સમાવેશ કર્યો નથી. ભારત સામે ટેસ્ટમાં સીનિયર ફાસ્ટ બોલર સુરંગા લકમલની અંતિમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીરિઝને યાદગાર બનાવવા માંગશે. જેણે ભારત સામેની સીરિઝ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે.

ટેસ્ટ ટીમમાં સભ્યો જે ટી20 ટીમનો ભાગ નથી, તે શુક્રવારે સવારે ભારત માટે રવાના થશે. દિમુથ કરૂણારત્નેએ કહ્યું કે, “ભારતમાં રમવું સહેલું નથી. અમે જાણીએ છીએ કે ભુતકાળમાં અમે ભારતમાં રમ્યા છે અને તે સહેલું નથી. પણ અમે છેલ્લે કેટલાક વર્ષોમાં ઘણું સારૂ રમ્યા છીએ. મને લાગે છે કે અમે ભારત સામે સારૂ કરી શકીએ છીએ.

શ્રીલંકાની ટીમઃ

દિમુથ કરૂણારત્ને (સુકાની), પથુમ નિસાનકા, લાહિરૂ થિરિમાને, ધનંજયા ડી સિલ્વા (ઉપ સુકાની), એંજેલો મેથ્યુસ, દિનેશ ચંદીમલ, ચરિથ અસાલંકા, નિરોશન ડિકવેલા, ચમિકા કરૂણારત્ને, લાહિરૂ કુમારા, સુરંગા લકમલ, દુષ્મંથા ચમીરા, અવિષ્કા ફર્નાંડો, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રેમા અને લસિથ એમ્બુલડેનિયા.

આ પણ વાંચો : શું જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની કારકિર્દી પુરી થઇ ગઇ? સુકાની જો રૂટે મહત્વનું નિવેદન આપ્યું

આ પણ વાંચો : રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે

Next Article