ભારતીય ટીમે (Team India) બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં આ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ અંગે તેણે મહત્વનું નિવેદન આપ્યું હતું. રોહિત શર્માએ યુવા ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) ને લઈને પણ નિવેદન આપ્યું હતું. મેચ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે રિષભ પંત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. વ્યક્તિગત રીતે તેની બેટિંગનો આનંદ માણ્યો હતો. રવિન્દ્ર જાડેજા વિશે રોહિત શર્માએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અમે તેને બેટ્સમેન તરીકે આગળ વધતો જોયો છે. તે વધુને વધુ સારુ રમી રહ્યો છે. 7મા નંબર પર તે બેટિંગને મજબૂત બનાવે છે.
શ્રેયસ અય્યર વિશે તેણે કહ્યું કે અય્યરે ટેસ્ટ ક્રિકેટમાં ટી20નું ફોર્મ વધાર્યું છે જ્યાં તે આઉટ પણ થયો ન હતો. તે જાણતો હતો કે હું પૂજારા અને રહાણેની મોટી જગ્યાને ભરી રહ્યો છું. ચોક્કસ તે સારું કરી રહ્યા છે. રિષભ પંત વિશે રોહિત શર્માએ કહ્યું કે તે દરેક ટેસ્ટમાં ખાસ કરીને કન્ડિશનમાં સારો દેખાવ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં તેના માટે વસ્તુઓ પડકારજનક હતી. પરંતુ હવે લાગે છે કે તેણે કેચ અને સ્ટમ્પિંગથી તેનો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે.
🗣️ 🗣️ #TeamIndia captain @ImRo45 speaks about the experience and learnings on leading the side for the first time in a Test series. 👍 👍#INDvSL | @Paytm pic.twitter.com/41EuDxyDrG
— BCCI (@BCCI) March 14, 2022
બેંગ્લોરની ધીમી પીચ પર ભારતીય ટીમ પહેલા જ દિવસે આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 252 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં મેદાન પર ઉતરેલી શ્રીલંકાની ટીમ 109 રનના સામાન્ય સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 9 વિકેટે 303 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ 208 રનમાં સમેટાઈ ગઈ હતી.
આ પણ વાંચો : PAK vs AUS: મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ સાધારણ સ્કોરમાં વિખેરાઇ ગઇ
આ પણ વાંચો : IND VS SL: ભારતે 28 વર્ષ પછી શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું, જાણો ટેસ્ટ સિરીઝ જીતવાના 5 મોટા કારણો