IPL પૂર્ણ WTC ફાઈનલ પણ પુરી થઈ ચૂકી છે હવે એક મહિનાનો આરામ. પરંતુ, આ આરામ પછી જ્યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર પાછા ફરશે તો સામે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ હશે. આ પ્રવાસ તેમના બીજા વ્યસ્ત કાર્યક્રમની શરૂઆત કરશે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે. આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20Iની સિરીઝ રમાશે.
ભારતનો આ પ્રવાસ ખુબ મહત્વનો હશે, પરંતુ આ પ્રવાસ રમાનારી બીજી ટેસ્ટ મેચ જરા હટકે હશે, તમને જણાવી દઈએ કે, વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ 12 થી 24 જુન સુધી રમાશે. આ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જુલાઈ વચ્ચે રમાશે. તો બીજી ટેસ્ટ મેચ 20થી 24 જુલાઈ સુધી રમાશે.
🚨BREAKING NEWS🚨
CWI announces a full tour schedule for the biggest Home-Series of the summer! #WIvIND
Read More⬇️ https://t.co/Xs23V0tCdh
— Windies Cricket (@windiescricket) June 12, 2023
હવે બીજી ટેસ્ટ કેમ ખાસ હશે, તે પણ સમજી લઈએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી આ ટેસ્ટ મેચ ત્રિનિદાદની ક્વિસ પાર્ક ઓવલ પર રમાનારી 100મી ટેસ્ટ મેચ હશે. આ જ કારણ છે કે આ ઐતિહાસિક પણ હશે અને સ્પેશિયલ હશે.
આ પણ વાંચો : WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળી હાર, હવે ટીમ ઈન્ડિયાની આગળ શું છે તૈયારી?
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવે કહ્યું કે તેઓ ખુશ છે કે ભારત સાથેની સીરીઝનું શેડ્યૂલ તૈયાર છે. આ સિરીઝની સૌથી અદભૂત ક્ષણ બીજી ટેસ્ટ મેચ હશે, જે ક્વિન્સ પાર્ક ઓવલ ખાતે રમાનારી 100મી ટેસ્ટ પણ હશે. તેમણે વચન આપ્યું હતું કે, તેઓ આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં.
તમને જણાવી દઈએ કે, ક્વિન્સ પાર્ક ઓવલ પર પ્રથમ ટેસ્ટ મેચ 93 વર્ષ પહેલા એટલે કે, 1930માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકામાં રમાઈ હતી એટલે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ જ્યારે ક્વિન્સ પાર્ક ઓવલ પર રમવા ઉતર્યા તો આ મેદાન પર છેલ્લા 5 વર્ષમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ હશે.