
પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામેની આજે અમદાવાદમાં છેલ્લી T20 મેચ રમાશે. આ મેચ બાદ T20ના કેપ્ટન સૂર્યાકુમાર યાદવ, આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી માટે મુંબઈ જશે. જ્યા પસંદગી સમિતી અને મુખ્ય પસંદગીકાર સાથે T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા નક્કી કરવા ચર્ચા વિચારણા કરશે. આ સમાચારને BCCI દ્વારા અનુમોદન આપવામાં આવ્યું છે. BCCI એ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2026ના T20 વર્લ્ડ કપ અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ખેલાડીઓની પસંદગી, આવતીકાલ 20 ડિસેમ્બરે જાહેર થશે. પસંદગી સમિતીની બેઠક BCCI મુખ્યાલય મુંબઈમાં થશે.
પહેલાથી જ એવા અહેવાલો હતા કે, T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આવતીકાલ 20 ડિસેમ્બરે કરવામાં આવશે. જોકે, હવે BCCI એ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે. ભારતીય ટીમની પસંદગી 20 ડિસેમ્બરના બપોરે 1:30 વાગ્યે થશે, ત્યારબાદ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.
ભારત ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સફેદ બોલ શ્રેણી રમશે. આ શ્રેણી T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં રમાશે. આ શ્રેણીમાં આઠ મેચનો સમાવેશ થશે, જેમાં ત્રણ ODI અને પાંચ T20Iનો સમાવેશ થાય છે. ODI શ્રેણી પહેલા રમાશે, જેમાં 11, 14 અને 18 જાન્યુઆરીએ વડોદરા, રાજકોટ અને ઇન્દોરમાં મેચ રમાશે.
ODI શ્રેણી પછી, 21 થી 31 જાન્યુઆરી દરમિયાન પાંચ T20I રમાશે. શ્રેણી નાગપુરથી શરૂ થશે. બીજી T20I 23 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ચોથી T20I 28 જાન્યુઆરીએ વિઝાગમાં રમાશે, જ્યારે છેલ્લી T20I 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2026, આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચ સુધી ચાલશે. આ ICC ટૂર્નામેન્ટ ભારત અને શ્રીલંકા દ્વારા યોજાઈ રહી છે. તેથી, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર રહેશે. જોકે, ટૂર્નામેન્ટ પહેલા, ભારતીય ટીમને કેટલાક પ્રશ્નોનો સામનો કરવો પડશે જેનો તેને ટીમ પસંદગીમાં ઉકેલ લાવવાની જરૂર પડશે.
T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં ભારત ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સફેદ બોલ શ્રેણી રમશે. આ શ્રેણીમાં કુલ આઠ મેચનો સમાવેશ છે. જેમાં ત્રણ ODI અને પાંચ T20Iનો સમાવેશ થાય છે. ODI શ્રેણી પહેલા રમાશે, જેમાં 11 જાન્યુઆરીએ વડોદરા, 14 જાન્યુઆરીએ રાજકોટ અને 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં મેચ રમાશે.
આ પણ વાંચોઃ ઝારખંડ પહેલીવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બન્યું ચેમ્પિયન, ઈશાન કિશનની કેપ્ટનશીપમાં રચ્યો ઈતિહાસ