
ટી20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને મળી છે. તેમજ વાઈસ કેપ્ટન અક્ષર પટેલને બનાવવામાં આવ્યો છે. ટીમમાં તમામ યુવા અને અનુભવી ખેલાડીઓની તક મળી છે.ભારત અને શ્રીલંકાને T20 વર્લ્ડ કપ 2026 ના યજમાની મળી છે અને આ વખતે કુલ 20 ટીમો તેમાં ભાગ લેવાની છે અને તેથી જ ક્રિકેટના આ મેગા ઇવેન્ટને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારતીય ટીમની નજર હવે આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતવા પર છે.
આજ સુધી ટી20 વર્લ્ડકપની યજમાન દેશ ક્યારે પણ આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી શકી નથી. જો ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતે છે. તો આ સાથે તે ઈતિહાસ રચી દેશે. તે પહેલી એવી ટીમ બની જશે. જેમણે યજમાન હોવાની સાથે ટી20 વર્લ્ડકપનો ખિતાબ પણ જીત્યો હોય. આ માટે સૂર્યકુમાર યાદવની ટીમને શાનદાર પ્રદર્શન કરવું પડશે.
ટી20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમને ગ્રુપ એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં તેના સિવાય પાકિસ્તાન,યુએસએ,નેધરલેન્ડ અને નામીબિયા જેવી ટીમો સામેલ છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ 7 ફેબ્રુઆરીના રોજ અમેરિકા સામે રમશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીના રોજ તેનો સામનો નામીબિયા સામે થશે. 15 ફેબ્રુઆરીના રોજ પાડોશી દેશ પાકિસ્તાન સામે થશે. તેમજ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 18 ફેબ્રુઆરીના રોજ નેધરલેન્ડ સામે થશે.
India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced
Let’s cheer for the defending champions #TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
ભારતીય ટીમ બે વાર T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છેમહેન્દ્ર સિંહ ધોનીએ 2007ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે 2024 ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને જીત મેળવી હતી.
Published On - 12:07 pm, Sun, 21 December 25