
ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર યશ દયાલ સામે ગંભીર આરોપો લાગ્યા છે. જયપુર મેટ્રોપોલિટન ફર્સ્ટની POCSO કોર્ટ નંબર 3 એ 24 ડિસેમ્બર, 2025ના રોજ તેમનો આગોતરા જામીનનો અરજપત્ર નામંજૂર કર્યો હતો. આ કેસમાં સગીર છોકરી સાથે જોડાયેલા જાતીય શોષણ અને બળાત્કારના આરોપો છે, જેના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
કોર્ટના ન્યાયાધીશ અલકા બંસલે પોતાના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે હાલ ઉપલબ્ધ પુરાવા અને અત્યાર સુધીની તપાસ પરથી એવું જણાતું નથી કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તપાસમાં આરોપીની ભૂમિકા સામે આવી છે અને તેની વધુ પૂછપરછ હજુ બાકી હોવાનું કોર્ટએ જણાવ્યું. આથી યશ દયાલને ધરપકડનો ભય સતાવી રહ્યો છે.
હાલમાં યશ દયાલ માટે જેલમાં જવાની સંભાવના ઓછી માનવામાં આવે છે, કારણ કે તેમની પાસે હાઇકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ હજુ ઉપલબ્ધ છે. જોકે, બળાત્કારના ગંભીર કેસમાં નામ સામે આવવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા છે.
આ કેસ 23 જુલાઈ, 2025ના રોજ નોંધાયો હતો. એક 19 વર્ષીય યુવતીએ જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં યશ દયાલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીનું કહેવું છે કે તે એક મહત્વાકાંક્ષી ક્રિકેટર છે અને 2023માં તેની મુલાકાત યશ દયાલ સાથે થઈ હતી, ત્યારે તે માત્ર 17 વર્ષની સગીર હતી.
પીડિતાનો આરોપ છે કે યશ દયાલે ક્રિકેટ કારકિર્દી બનાવવા માટે મદદ કરવાનું વચન આપી તેનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કર્યું હતું. તેણીનો દાવો છે કે પહેલી ઘટના 2023માં જયપુરના સીતાપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં બની હતી, જ્યાં યશે તેને લલચાવીને બળાત્કાર કર્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ આ શોષણ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહ્યું હતું.
આ ગંભીર વિવાદ વચ્ચે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યશ દયાલ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. RCBએ IPL 2024 પહેલા યશ દયાલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે સમયે તેમને ₹5 કરોડની કિંમતમાં ટીમમાં લેવામાં આવ્યા હતા.
ગત સિઝનમાં યશ દયાલે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે RCBએ IPL 2026 માટે પણ તેમને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાલ ચાલી રહેલા કાનૂની કેસને કારણે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે.
Year Ender 2025 : ભારત માટે સૌથી વધુ સદી કોણે ફટકારી? ટીમમાંથી બહાર કરાયેલો ખેલાડી ટોચ પર