વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાનો ટીમ સ્પિન બોલર કુલદીપ યાદવ ભક્તિ ભાવમાં લીગ થઈ ગયો છે અને વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે. બે સપ્તાહ પહેલા વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હવે કુલદીપ યાદવ બાગેશ્વર ધામ પહોંચ્યો હતો.
ભારતીય સ્પિનર કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે શ્રેણીમાં રમવા જતાં પહેલા બાબા બાગેશ્વર ધામ પહોંચ્યો હતો. અહીં સ્ટેજ પર તેનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલદીપે બાબાના આશીર્વાદ લીધા હતા અને બાદમાં બાબાના ચરણો પાસે બેઠો હતો, જેની તસવીર વાયરલ થઈ છે.
बागेश्वर धाम सरकार की शरण में कुलदीप यादव :
– बागेश्वर धाम पहुंचे भारतीय क्रिकेटर कुलदीप यादव, बाबा के चरणों में बैठकर लिया आशीर्वाद।
जय यादव, जय माधव, जय बागेश्वर धाम। 🚩#KuldeepYadav pic.twitter.com/jzje02D9Dg
— Laxminarayan Jain 🇮🇳 (@mr__jain45) July 6, 2023
કુલદીપ યાદવની બાબા બાગેશ્વરના ચરણો પાસે બેઠા હોવાની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કુલદીપના ફેન્સને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહી છે. અનેક ક્રિકેટ ફેન્સે આ ફોટો પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી છે.
બાગેશ્વર ધામ પહેલા કુલદીપ યાદવે વૃંદાવનની પણ મુલાકાત લીધી હતી. બે સપ્તાન પહેલા કુલદીપ વૃંદાવન બાંકે બિહારી મંદિર પહોંચ્યો હતો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. જેની તસવીર તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 12 જુલાઈથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં કુલદીપને તક મળી નથી. જો કે ત્યારબાદ 27 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થતી વનડે સિરીઝ માટેની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે જ 5 જુલાઇએ જાહેર થયેલ T20 ટીમમાં પણ કુલદીપની પસંદગી કરવામાં આવી છે.
Indian T20 team vs West Indies:
Ishan (wk), Gill, Jaiswal, Tilak Varma, Surya Kumar Yadav (VC), Sanju Samson (wk), Hardik Pandya (C), Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Ravi Bishnoi, Arshdeep Singh, Umran Malik, Avesh Khan, Mukesh Kumar. pic.twitter.com/P7wwEtXMnV
— Johns. (@CricCrazyJohns) July 5, 2023
આ પણ વાંચો : Tamim Iqbal Retires: વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈકબાલે નિવૃત્તિની કરી જાહેરાત, આંખમાં આવ્યા આસું
ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઇથી શરૂ થશે. જેમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20 મેચની શ્રેણી રમશે. ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 12 જુલાઈએ શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ 20 જુલાઇથી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણીની પહેલી મેચ 27 જુલાઇ, બીજી વનડે 29 જુલાઇ અને ત્રીજી મેચ 1 ઓગસ્ટે યોજાશે. ટેસ્ટ અને વનડે બાદ અંતમાં પાંચ મેચની T20 શ્રેણી રમાશે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 13 ઓગસ્ટે સમાપ્ત થશે.
Published On - 6:21 pm, Thu, 6 July 23