India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11

|

Jul 26, 2023 | 10:25 AM

Indian Cricket Team: ભારતીય ટીમ માટે વનડે સિરીઝ મહત્વની છે, આગામી વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ પણ 50 ઓવરની મેચને લઈ બારીકાઈથી તૈયારીઓ કરી રહ્યુ છે. તૈયારી કરવા રુપ પોતાની ખામીઓ શોધી જીત મેળવવા પ્રયાસ કરશે.

India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11
જાણો કેવી હશે Playing 11

Follow us on

ગુરુવારથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝને 1-0 થી જીતી લીધી હતી. હવે વનડે સિરીઝને જીતવાનો મજબૂત ઈરાદો રાખી રહ્યુ છે. ભારતીય ટીમ માટે વનડે સિરીઝ મહત્વની છે, આગામી વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ પણ 50 ઓવરની મેચને લઈ બારીકાઈથી તૈયારીઓ કરી રહ્યુ છે. આમ કેરેબિયન ટીમ સામે ટીમ ઈન્ડિયા વનડે વિશ્વ કપને લઈ તૈયારી કરવા રુપ પોતાની ખામીઓ શોધી જીત મેળવવા પ્રયાસ કરશે. ગુરુવાર થી શરુ થઈ રહેલી વનડે સિરીઝ માટે ભારતીય પ્લેઈંગ કેવી હશે તેની પર પણ સૌની નજર છે.

વનડે સિરીઝમાં પ્લેઈંગ ઈલેવન વિશ્વકપને ધ્યાને રાખીને નક્કી કરાવામાં આવી શકે છે. અંતિમ ઈલેવનમાં કરવામાં આવતા પ્રયોગ પણ વિશ્વ કપને ધ્યાને રાખીને કરવામાં આવી શકે છે. ભારત એવી ટીમ સામે આ કચાશ દૂર કરવા પ્રયાસ કરશે, જે ટીમ આગામી વિશ્વકપથી બહાર છે. ક્વોલીફાયર તબક્કામાં જ વેસ્ટ ઈન્ડિઝ બહાર ફેંકાઈ ગયુ હતુ.

ઓપનર તરીકે કોણ હશે?

અંતિમ ઈલેવન હવે વિશ્વકપ માટેના પડકારને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. આ માટે સૌથી પહેલા તો ઓપનર જોડીને લઈ સવાલ થઈ રહ્યો છે. યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. બીજી તરફ શુભમન ગિલ છે. આમ આ બંનેમાંથી વેસ્ટ ઈન્ડિઝ સામે રોહિત શર્મા સાથે ગિલને ઉતારવામાં આવશે એમ નિશ્ચિત મનાય છે. ગિલ વનડેમાં આ વર્ષે બેવડી સદી નોંધાવી ચૂક્યો છે. તેના ફોર્મને ધ્યાને રાખીને તે અંતિમ ઈલેવન માટે મજબૂત દાવેદાર છે. જયસ્વાલ બેકઅપ તરીકે રહેશે. જોકે જયસ્વાલ અને ગાયકવાડ આ બંને ખેલાડીઓએ બેન્ચ પર બેસવુ પડશે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

વિરાટ કોહલી તેના નિયમીત ત્રણ નંબરના સ્થાન પર નિશ્ચિત છે. ચોથા સ્થાન પરસૂર્યકુમાર યાદવ રમશે એમ નક્કી મનાય છે. જોકે સૂર્યા વનડે ફોર્મેટમાં હજુ અસલી અંદાજમાં જોવા મળતો નથી. જોકે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તે આ કચાશ દૂર કરીને વિશ્વ કપ માટે પોતાનો દાવો મજબૂત કરી શકે છે. પાંચમાં સ્થાન પર વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા રમશે. વિકેટકીપર તરીકે સંજૂ સેમસન અને ઈશાન કિશન એમ બે વિકલ્પ રોહિત શર્મા સામે છે. જોકે ઈશાન નંબર 6 ના સ્થાન પર વિકેટકીપર બેટર તરીકે ઉતરી શકે છે. સાતમા ક્રમે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રમશે.

બોલિંગ આક્રમણ કેવુ રહેશે?

વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ દરમિયાન ભારત તરફથી બે સ્પિનર ઉતારવામાં આવી શકે છે. એક તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બીજા સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલ ઉતરી શકે છે. કુલદીપ યાદવ પણ વિકલ્પ છે, પરંતુ ચહલની સંભાવના વધારે જોવાઈ રહી છે. જ્યારે ઝડપી બોલરોમાં ભારતીય ટીમ પાસે જયદેવન ઉનડકટ. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશકુમાર અને શાર્દુલ ઠાકુર ઉપલબ્ધ છે. જેમાંથી સિરાજ, ઠાકુર અને ઉમરાનને તક મળી શકે છે.

આ પણ વાંચો : WI vs IND: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ રાત્રે ઉજાગરો કરી ત્રિનિદાદ એરપોર્ટ પર કલાકો બેસી રહેવુ પડ્યુ, મામલો BCCI સુધી પહોંચ્યો!

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો : IND vs WI: ટેસ્ટ બાદ હવે ODI સિરીઝ શરુ થશે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીનુ સંપૂર્ણ શેડ્યૂલ જાણો!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:24 am, Wed, 26 July 23

Next Article