IPL 2023 માં બેટથી કમાલનું પ્રદર્શન કરનાર રિંકુ સિંહનું (Rinku Singh) સ્વપ્ન 38 દિવસ બાદ પુરૂ થઇ શકે છે. બ્લૂ જર્સી પહેરવાનું જે સ્વપ્ન તેણે જોયું હતું, તે વેસ્ટ ઇન્ડીઝ સામે પુરૂ થવાની શક્યતા દેખાઇ રહી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન રિંકુએ આઇપીએલમાં પોતાની તોફાની બેટીંગથી ટીમ ઇન્ડિયાના સિલેકટર્સને પ્રભાવિત કર્યા હતા. હવે આવનાર દિવસોમાં તે ભારતીય ટીમમાં સ્થાન બનાવશે તેવી આશા દેખાઇ રહી છે.
ભારતીય ટીમ આગામી મહિનામાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી20 મેચની શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જશે. ટેસ્ટ અને વનડને ટીમની જાહેરાત થઇ ગઇ છે. આગામી દિવસોમાં ટી20 ટીમનું સિલેકશન પણ થઇ જશે. રિપોર્ટસના પ્રમાણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી20 શ્રેણીમાં રિંકુને સ્થાન મળી શકે છે. તેણે આની તૈયારી પણ શરૂ કરી દીધી છે. મેદાન પર પરસેવો પાડવાની તેણે શરૂઆત કરી દીધી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે રિંકુ સિંહ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર ડેબ્યૂ કરી શકે છે. કેકેઆરના તોફાની બેટ્સમેને આઇપીએલ 2023 માં 14 મેચમાં બતાવી દીધુ હતુ કે તે શું કરી શકે છે. તેણે 14 મેચમાં 59.25 ની એવરેજ અને 149.52 ની સ્ટ્રાઇક રેટ સાથે 474 રન કર્યા હતા.
આ પણ વાંચો: BCCIનો યૂ ટર્ન, એશિયન ગેમ્સમાં ભાગ લેશે ટીમ ઇન્ડીયા, જાણો કયા ફોર્મેટમાં રમાશે મેચ
રિંકુએ ગુજરાત ટાઇટન્સ સામે સતત 5 સિક્સ ફટકારી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 ટી20 મેચની શ્રેણી ઓગસ્ટમાં રમાશે. પ્રથમ મેચ 3 ઓગસ્ટે રમાશે, એટલે કે 38 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે ડેબ્યુ કરી શકે છે.
અહેવાલ પ્રમાણે ઉમેશ યાદવને વેસ્ટ ઇન્ડીઝ સામેની 2 ટેસ્ટની શ્રેણીમાં ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો નથી અને તે હેમસ્ટ્રીંગની ઇજાના કારણે ટીમમાંથી બહાર છે. તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઇજા માટે સારવાર લઇ રહ્યો છે. ઉમેશ યાદવ માટે ટીમ ઇન્ડીયાના દરવાજા બંદ થયા નથી.
સૂત્રો પ્રમાણે જો ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલથી 15 મહિના અગાઉ જો ટીમનો ઉપકપ્તાન બની શકે છે તો કોઇ પણ ટીમમાં કમબેક કરી શકે છે. કોઇ પણ સીનીયર ખેલાડી માટે ટીમના દરવાજા ખુલ્લા છે. જ્યારે બીજી બાજુ મોહમ્મદ શમીને ટી20 શ્રેણીમાંથી આરામ આપી શકાય છે. તેને ટેસ્ટ અને વનડેમાં પણ આરામ આપવામાં આવ્યો છે.