IND vs WI: યશસ્વી જયસ્વાલની આખી ઈનિંગ એક તરફ અને આ શોટ એક તરફ, જુઓ Video

|

Aug 13, 2023 | 2:42 PM

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝમાં પોતાની બેટિંગ પ્રતિભા બતાવી છે અને જ્યારે તક મળી ત્યારે રન બનાવ્યા છે. તેણે ચોથી T20 મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ આ દરમિયાન તેણે એવો શોટ રમ્યો જે ખૂબ જ અજીબ હતો અને આ શોટની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.

IND vs WI: યશસ્વી જયસ્વાલની આખી ઈનિંગ એક તરફ અને આ શોટ એક તરફ, જુઓ Video
Yashaswi Jaiswal

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમે (Team India) શાનદાર રમત બતાવીને શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ચોથી T20 મેચમાં નવ વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ભારતને આ T20 શ્રેણીની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં પોતાને જાળવી રાખવા માટે છેલ્લી બે મેચ જીતીને પાંચમી મેચને નિર્ણાયક બનાવી દીધી છે.

ચોથી T20માં ભારતની જીતનો હીરો ‘યશસ્વી’

ચોથી મેચમાં ભારતની જીતનો હીરો યશસ્વી જયસ્વાલ હતો. પોતાની ઈનિંગમાં યશસ્વીએ એવો શોટ રમ્યો કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા શિમરોન હેટમાયરના 61 અને શાઈ હોપના 45 રનની મદદથી 20 ઓવર રમીને આઠ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યશસ્વીએ આ મેચમાં 51 બોલનો સામનો કરીને 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 84 રન બનાવ્યા હતા.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

12મી ઓવરમાં દમદાર શોટ ફટકાર્યો

યશસ્વીએ પોતાની ઈનિંગમાં ઘણા શાનદાર શોટ રમ્યા હતા, પરંતુ તેના એક શોટની ખૂબ ચર્ચા થઈ હતી. યશસ્વીએ જે રીતે આ શોટ રમ્યો તે આસાન નથી પરંતુ આ ડાબા હાથનો બેટ્સમેન તેને ખૂબ જ સરળતાથી રમ્યો અને સિક્સર ફટકારી હતી. ભારતીય ઇનિંગ્સની 12મી ઓવર ચાલી રહી હતી.

રિવર્સ સ્વીપમાં ફટકારી સિક્સર

ડાબોડી સ્પિનર ​​અકીલ હુસૈન બોલ ફેંકી રહ્યો હતો. તેણે બોલ લેગ સ્ટમ્પ પર ફેંક્યો. યશસ્વીએ ઝડપથી બોલને પારખી તરત જ રિવર્સ સ્વીપ પોઝીશનમાં આવી ગયો. તેણે બોલને બેટની વચ્ચે સારી રીતે લીધો અને પોઈન્ટ બાઉન્ડ્રી પર સિક્સર ફટકારી. આ શોટ ખૂબ ઊંચો ગયો. સામાન્ય રીતે રિવર્સ સ્વીપ રમતી વખતે સિક્સર મારવી આસાન નથી હોતી, પરંતુ યશસ્વીનો શોટ જોઈને તે ખૂબ જ સરળ લાગતું હતું.

આ પણ વાંચો : IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફરી 12 દિવસ પહેલા જેવી સ્થિતિ સર્જાઈ, આજે નિર્ણાયક મુકાબલો

ગિલ સાથે રેકોર્ડ ભાગીદારી

યશસ્વી અને તેના ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલે આ મેચમાં સારી બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે સંયુક્ત સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે પણ ભારત માટે પ્રથમ વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article