ભારતે (Team India) ત્રીજી T20માં એકતરફી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીને જીવંત રાખી છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ એક અલગ જ વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી, પરંતુ તેની સિક્સરને કારણે તિલક વર્મા (Tilak Varma) ની અડધી સદી રહી ગઈ હતી અને તે 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.
મેચ પુરી થયા બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે મેચ પૂરી થયા બાદ પંડ્યા વિન્ડીઝના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે. આ પછી, તે તિલક વર્મા સાથે પણ હાથ મિલાવવા માટે પોતાનો જમણો હાથ લંબાવે છે, પરંતુ તિલક તેમની સાથે હાથ મિલાવતો નથી.
Hardik Pandya smashes it for six to pull India back to 2-1 against West Indies in the T20I Series 🇮🇳#WIvIND pic.twitter.com/ryMVO522YY
— Cricket on TNT Sports (@cricketontnt) August 8, 2023
હવે સવાલ એ છે કે શું તિલક વર્મા પોતાના કેપ્ટનના સિક્સરથી નારાજ હતો? શું નારાજગીના કારણે તેણે પંડ્યા સાથે હાથ મિલાવ્યો ન હતો? તો આનો જવાબ ના હોય શકે. કારણ કે ક્રિકેટ એક ટીમ ગેમ છે અને વ્યક્તિગત પ્રદર્શન કરતા ટીમની જીતને વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત શક્ય છે કે હાર્દિક પંડ્યાએ હાથ મિલાવવા હાથ લંબાવ્યો ત્યારે તિલકે જોયું જ ન હોય. તે પોતાની ધૂનમાં હોવો જોઈએ. પંડ્યા અને તિલક વચ્ચે ભલે કોઈ સમસ્યા ન હોય, પરંતુ ફેન્સ ચોક્કસપણે પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે.
તિલક વર્માએ આ T20 સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ ડાબા હાથના બેટ્સમેને ત્રણેય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તિલકે પ્રથમ મેચમાં 39 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેના બેટમાંથી 51 રન આવ્યા અને મંગળવારે ત્રીજી T20માં તેણે અણનમ 49 રન બનાવ્યા હતા. તિલક આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 69.50ની એવરેજથી 139 રન બનાવ્યા છે. તેની રમવાની શૈલીથી સ્પષ્ટ છે કે તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમશે.