ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર રમત બતાવીને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ 13 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ રીતે ભારતે T20 શ્રેણીમાં ખાતું ખોલ્યું હતું. જોકે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) હજુ પણ T20 શ્રેણીમાં 2-1થી આગળ છે.
ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ સૂર્યકુમાર યાદવે લખી હતી. પોતાની જાણીતી શૈલીમાં ઝડપી બેટિંગ કરતા આ ખેલાડીએ 44 બોલમાં 83 રન બનાવ્યા અને તે મેચનો શ્રેષ્ઠ ખેલાડી પણ બન્યો. જો કે, મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે ખૂબ જ રસપ્રદ ખુલાસો કર્યો હતો.
What’s happening here between these two? 🤔😎
Stay Tuned for a special Suryakumar Yadav-Tilak Varma interview ⏳
Coming 🔜 on https://t.co/Z3MPyeKtDz #TeamIndia | #WIvIND | @surya_14kumar | @TilakV9 pic.twitter.com/vq66uvp4tP
— BCCI (@BCCI) August 9, 2023
તિલક વર્મા સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે ત્રીજી T20માં આરામથી બેટિંગ કરવા માંગતો હતો. તે ક્રિઝ પર પોતાને સમય આપવા માંગતો હતો. પરંતુ પહેલા બોલે ચોગ્ગો મારતાની સાથે જ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે ઝડપી બેટિંગ શરૂ કરી. સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ રીતે તેણે પોતાને મૂર્ખ બનાવ્યો.
BCCI ટીવી પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવે તિલક વર્માને એક સવાલ પણ પૂછ્યો હતો. તેણે પૂછ્યું કે ગયાના T20માં તેણે શું ખાસ કર્યું. આના પર તિલકે કહ્યું કે તેણે કંઈ અલગ કર્યું નથી. તે ફક્ત તેના શોટ્સ રમતા રહેવા માંગતો હતો. આ પછી તિલકે ફરી સૂર્યાને પૂછ્યું કે ગયાનાની ધીમી પીચ પર તેણે વિકેટ પાછળ આટલી લાંબી સિક્સ કેવી રીતે ફટકારી? આ સાંભળીને સૂર્યકુમાર હસવા લાગ્યા અને કહ્યું કે તે આનો જવાબ ડ્રેસિંગ રૂમમાં આપશે.
Maturity with the bat ✨
Breathtaking shots 🔥
What’s the wrist band story 🤔Get to know it all in this special and hilarious chat from Guyana ft. @surya_14kumar & @TilakV9 😃👌 – By @ameyatilak
Full Interview 🎥🔽 #TeamIndia | #WIvIND https://t.co/7eeiwO8Qbf pic.twitter.com/TVVUvV3p7g
— BCCI (@BCCI) August 9, 2023
તિલક વર્માએ પણ ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ખેલાડીએ 37 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. સૂર્યા સાથે તિલક વર્માએ ત્રીજી વિકેટ માટે 87 રન જોડ્યા હતા. જ્યારે તિલકે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 43 રનની અણનમ ભાગીદારી કરી હતી.