વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝની ચોથી મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh)નું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. આમ છતાં ચોથી T20માં તેની સાથે જે થયું તે અર્શદીપ કે અન્ય કોઈ બોલર સાથે ભાગ્યે જ બન્યું હશે. વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની આ મેચમાં અર્શદીપે પુનરાગમનનું એવું ઉદાહરણ રજૂ કર્યું, જે તે હંમેશા યાદ રાખશે. જ્યાં બાઉન્ડ્રી વાગતાની સાથે જ તે આગલા બોલ પર વિકેટ લઈ રહ્યો હતો અને આવું એક નહીં પરંતુ ત્રણ વખત બન્યું.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શનિવારે 12 ઓગસ્ટે ફ્લોરિડામાં T20 શ્રેણીની ચોથી મેચ રમાઈ હતી. ભારતીય ટીમને આ વખતે પ્રથમ બોલિંગ કરવા માટે ઉતરવું પડ્યું હતું. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થયો નથી. વિન્ડીઝ ટીમ માટે કાયલ મેયર્સે પ્રથમ ઓવરમાં 2 બાઉન્ડ્રી ફટકારીને 14 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે જે રીતે શરૂઆત કરી હતી તેનાથી એવું લાગી રહ્યું હતું કે જો વિકેટ નહીં મળે તો મેયર્સે એકલા હાથે રનનો ઢગલો કરી નાખશે.
Arshdeep Singh takes the revenge against Kyle Mayers. pic.twitter.com/1ZSj0wBCGl
— Cricket is Love ❤ (@cricketfan__) August 12, 2023
આ પછી બીજી ઓવરમાં અર્શદીપ સિંહ આવ્યો અને તેની શરૂઆત પણ સારી રહી ન હતી. મેયર્સે ત્રીજા બોલ પર તેને ચોગ્ગો ફટકાર્યો. મેયર્સ ખતરનાક સાબિત થઈ રહ્યો હતો પરંતુ અર્શદીપે પણ જોરદાર વાપસી કરી અને બીજા જ બોલ પર મેયર્સ બાઉન્સ કરીને વિકેટકીપરના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. આ પછી અર્શદીપ છઠ્ઠી ઓવરમાં પાછો ફર્યો અને ફરીથી આવું જ દ્રશ્ય જોવા મળ્યું. ઓવરના ત્રીજા બોલ પર ફરી બાઉન્ડ્રી આવી.આ વખતે બ્રાંડન કિંગે સિક્સર ફટકારી અને ફરી એક વાર અર્શદીપે પુનરાગમન કર્યું અને બીજા જ બોલ પર કિંગને આઉટ કર્યો.
આ પછી અર્શદીપને 18મી ઓવરમાં તક મળી હતી પરંતુ તેણે આ ઓવરમાં કોઈ બાઉન્ડ્રી આપી ન હતી. જોગાનુજોગ આ ઓવરમાં તેને એક વિકેટ પણ મળી ન હતી. ઇનિંગની છેલ્લી ઓવર પણ અર્શદીપના ખાતામાં આવી. આ વખતે 20મી ઓવરના પહેલા જ બોલ પર શિમરોન હેટમાયરે સિક્સર ફટકારી હતી. અર્શદીપે પણ પોતાનું વલણ ફરી બતાવ્યું અને બીજા જ બોલ પર હેટમાયરની વિકેટ લીધી. આ રીતે, તેની 4 ઓવરમાં, અર્શદીપે ત્રણ વખત બાઉન્ડ્રી ફટકાર્યા પછી બીજા જ બોલ પર વિકેટ લીધી.
Jazbaat aur nayi gend karte hain yeh swing 💫
What a comeback from #ArshdeepSingh 💪#WIvIND #JioCinema #SabJawaabMilenge pic.twitter.com/915lsLTFCp— JioCinema (@JioCinema) August 6, 2023
આ પણ વાંચો : હવે ક્રિકેટમાં આપવામાં આવશે રેડ કાર્ડ, આ ભૂલ માટે ખેલાડીને મેદાનની બહાર જવું પડશે
એકંદરે, અર્શદીપે તેની 4 ઓવરમાં 38 રન આપ્યા અને 3 વિકેટ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સના આધારે 17 ઓવરમાં 9 વિકેટે મેચ જીતી લીધી હતી. જયસ્વાલ અને ગિલ વચ્ચે 165 રનની ભાગીદારી થઈ હતી. ગિલ 77 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે જયસ્વાલ 84 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.