India vs West Indies 4th T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 191 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્મા અને ઋષભ પંતની આક્રમક રમત

|

Aug 07, 2022 | 12:08 AM

IND Vs WI T20 1st Inning Report Today: ભારતીય ઓપનર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેએ સારી શરુઆત કરી હતી. પંતે પણ શાનદાર ઈનીંગ રમી હતી. પરંતુ પંતની વિકેટ બાદ રનની ગતિ ધીમી પડી હતી.

India vs West Indies 4th T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 191 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્મા અને ઋષભ પંતની આક્રમક રમત
Team India 2-1 થી સરસાઈ ધરાવે છે

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ આજે શનિવારે રમાઈ રહી છે. ટોસ જીતીને નિકોલસ પૂરને પહેલા ફિલ્ડીંગ પસંદ કરીને ભારતીય ટીમ (Indian Cricket Team) ને બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ઓપનરો રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે આક્રમક રમત વડે શરુઆત ટીમને અપાવી હતી. બાદમાં ઋષભ પંતે (Rishabh Pant) પણ શાનદાર ઈનીંગ રમી હતી. 5 વિકેટ ગુમાવીને ભારતે 191 રનનો સ્કોર 20 ઓવરના અંતે નોંધાવ્યો હતો.

રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેએ સારી શરુઆત કરાવી હતી. બંનેએ શરુઆતથી જ આક્રમક તેવર અપનાવ્યા હતા. રોહિત શર્માએ છગ્ગા વાળી શરુઆત કરતા જ કેરેબિયન બોલર્સો પરેશાન થઈ ગયા હતા. સૂર્ય કુમાર યાદવે પણ બાદમાં બીજા છેડે થી આક્રમકતા અપનાવીને 2 છગ્ગા જમાવી દીધા હતા. બંનેએ જે પ્રમાણે બેટીંગ શરુ કરી હતી. એ પ્રમાણે જાણે કે 200 પ્લસનો સ્કોર ખડકવા માટેનો પાયો ભારતીય ટીમ માટે ઓપનર જોડી નાંખી રહી હોય એમ લાગી રહ્યુ હતુ. બંને વચ્ચે 53 રનની ભાગીદારી રહી હતી. રોહિત શર્મા પાંચમી ઓવરમાં 33 રન 16 બોલમાં નોંધાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા આગળ આવીને મોટો શોટ રમવા જતા બોલ ચૂકી જતા ક્લિન બોલ્ડ થયો હતો. બાદમાં સૂર્યા પણ 14 બોલમાં 24 રન નોંધાવીને પરત ફર્યો હતો. સૂર્યા સીધી લાઈનમાં રમવા જતા શોટ ચૂકી જતા એલબીડબલ્યૂ થયો હતો.

પંત અને સેમસને બાજી સંભાળી

ત્યાર બાદ ઋષભ પંત અને સંજૂ સેમસને બાજી સંભાળી લીધી હતી. બંનેએ ઓપનીંગ જોડીના પાયાનો ઉપયોગ કરીને રમતને એ જ ગતિએ આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. બંનેએ શરુઆતની રન રેટ જાળવી રાખીને રમત રમી હતી. જોકે આ પહેલા દીપક હુડા 19 બોલમાં 21 રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એ વખતે ભારતનો સ્કોર 108 રન હતો. ત્યાર બાદ ઋષભ પંત 146 રનના ટીમના સ્કોર પર આઉટ થયો હતો. પંતે 31 બોલમાં 44 રન નોંધાવ્યો હતા. આ દરમિયાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંજૂ સેમસને 23 બોલમાં 30 રનની ઈનીંગ રમી હતી. જોકે પંતની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમની રનની ગતિ ધીમી પડી હતી. જોકે સેમસન અને અક્ષર પટેલે ટીમને 190 રનના સ્કોરે પહોંચાડ્યુ હતુ. અક્ષર પટેલે 8 બોલમાં 20 રન 2 છગ્ગા જમાવીને નોંધાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિક 9 બોલમાં 6 રન નોંધાવી પરત ફર્યો હતો.

Published On - 10:47 pm, Sat, 6 August 22

Next Article