IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video

|

Aug 03, 2023 | 10:42 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની આ T20 શ્રેણી પહેલા ત્રણ વનડે રમાઈ હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલને એક પણ વખત તક આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના વલણ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ T20 સિરીઝની પહેલી જ મેચમાં તેને તક આપવામાં આવી હતી અને ચહલે પોતાનો જાદુ ચલાવ્યો હતો.

IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video
Yuzvendra Chahal

Follow us on

એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની પસંદગીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. માત્ર ચર્ચામાં જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં પણ જેની અવગણના કરી હતી, તે ખેલાડી છે – લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal). ચહલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં માત્ર ત્રણ બોલમાં જબરદસ્ત રીતે આનો જવાબ આપી દીધો હતો.

યુઝવેન્દ્ર ચહલનું કમબેક

અનુભવી સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં તક આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચમાં પ્રયોગ કર્યો હતો, પરંતુ તેમ છતાં ચહલને એક પણ મેચમાં તક આપવામાં આવી ન હતી. ચહલ સાથેના આવા વર્તનને લઈને સતત સવાલો ઉઠી રહ્યા હતા કે શા માટે છેલ્લા 5 વર્ષમાં ભારતના સૌથી સફળ સ્પિનરોમાંથી એકને તક આપવામાં આવી નથી રહી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ચહલનો ચમત્કાર

ભલે ચહલને વનડેમાં તક ન મળી હોય, પરંતુ T20 સિરીઝની શરૂઆતમાં ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્રિનિદાદમાં સીરિઝની પ્રથમ મેચમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સાથે ત્રીજા સ્પિનર ​​તરીકે ચહલને તક આપવામાં આવી હતી. ચહલે માત્ર 3 બોલમાં ત્રણ વનડે મેચમાં ન રમવાનો ગુસ્સો ઉતારી દીધો હતો.

પહેલા જ બોલે લીધી વિકેટ

પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ચહલે મેચમાં પ્રથમ બોલ પર જ વિકેટ મેળવી હતી. ચહલના બોલ પર ઓપનર કાયલ મેયર્સ LBW આઉટ થયો હતો. મેયર્સે જોકે અહીં એક મોટી ભૂલ કરી હતી. જો તેણે DRS લીધું હોત તો તે આઉટ ન થયો હોત કારણ કે બોલ વિકેટ સાથે અથડાતો ન હતો. એ જ ઓવરના ત્રીજા બોલ પર ચહલે બીજા ઓપનર બ્રેન્ડન કિંગને પણ LBW આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : શોએબે ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી સાનિયાનું નામ હટાવ્યું, બંને અલગ થયાની ઉડી વાત!

શું ચહલને વર્લ્ડ કપમાં તક મળશે?

હવે ચહલ સમગ્ર શ્રેણીમાં આ પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કરશે અને એશિયા કપ-વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. ટીમ ઈન્ડિયાની દૃષ્ટિએ ચહલ માટે છેલ્લા 2 વર્ષ બહુ સારા નથી રહ્યા. T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અને IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર આ લેગ સ્પિનરને ટીમ ઈન્ડિયાએ સતત બે T20 વર્લ્ડ કપમાં નજરઅંદાજ કર્યો હતો. 2021ના વર્લ્ડ કપમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી, જ્યારે 2022ના વર્લ્ડ કપમાં ટીમમાં પસંદગી થવા છતાં એક પણ મેચ રમાડી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article