હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના એક ફોટોને લઈને ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જ ફેન્સ અલગ આગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પંડ્યાનો ફોટો જેના પર તેના ફેન્સ મૂંઝવણમાં છે તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચનો છે.
વેસ્ટ ઈન્ડિઝ ટોસ જીત્યા પછી, બંને ટીમો રાષ્ટ્રગીત (National Anthem)માટે મેદાનમાં આવી. આ દરમિયાન હાર્દિક પંડ્યા પણ આંખો લૂછતો જોવા મળ્યો હતો. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને તેની સાથે જ એક નવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી.
રાષ્ટ્રગીત દરમિયાન હાર્દિકના આ ફોટા પર ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચા બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે રાષ્ટ્રગીત દરમિયાન હાર્દિકની આંખમાં આંસુ આવી ગયા હતા કે પછી તે કોઈ અન્ય કારણોસર આંખમાં આંસુ લગાવી રહ્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય કેપ્ટન ભાવુક હોવાનો કિસ્સો પહેલો નથી. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતર્યું ત્યારે કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાતું હતું.
Hardik Pandya got emotional during the national anthem. pic.twitter.com/5VH2kM8cdf
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2023
જો કે આ કિસ્સામાં કંઈક અલગ હતું. ટ્વિટર પર કેટલાક લોકોનો દાવો છે કે પંડ્યા ધૂળને કારણે આંખો ચોળી રહ્યો હતો અને તે રડતો નહોતો. બીજી તરફ, કેટલાક લોકોએ કહ્યું કે તે ખરેખર ભાવુક થઈ ગયો હતો. કેટલાક લોકો આ તસવીર પર હાર્દિકને ટ્રોલ પણ કરી રહ્યા છે.
મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા પ્રથમ T20 મેચ 4 રને હારી ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ભારતને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં હાર્દિકની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. ભારતની હાર બાદ પંડ્યાની ઘણી ટીકા થઈ હતી. કેટલાક લોકો માને છે કે તે કેપ્ટનશિપ માટે હકદાર નથી.