IND vs SL: યુઝવેન્દ્ર ચહલ પુણેમાં મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો, ગાયકવાડ સાથે કરી હરકત-Video

|

Jan 05, 2023 | 9:53 AM

ભારતીય ટીમ પુણેમાં સિરીઝને પોતાના કબ્જામાં કરી લેવા માટે દમ દેખાડશે તો, શ્રીલંકન ટીમ સિરીઝને બરાબર કરી ટકી રહેવા તાકાત લગાડશે

IND vs SL: યુઝવેન્દ્ર ચહલ પુણેમાં મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો, ગાયકવાડ સાથે કરી હરકત-Video
Yuzvendra Chahal નો મસ્તીભર્યો અંદાજ

Follow us on

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગુરુવારે પુણેમાં T20 સિરીઝની બીજી મેચ માટે ટક્કર જામનારી છે. દાસુન શનાકાની ટીમ સિરીઝમાં ટકી રહેવા માટે દમ લગાવશે તો, હાર્દિક પંડ્યાની સેના સિરીઝને પોતાના કબ્જામાં કરી લેવા માટે. ભારતીય ટીમ 1-0 થી સિરીઝમાં આગળ છે, પુણેમાં જીત સાથે જ શ્રેણી ભારતને નામ થઈ જશે. ટીમ ઈન્ડિયા બુધવારે જ પુણે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈની જીત બાદ ઉત્સાહના માહોલમાં છે. તે તેઓના પુણેના આગમન પર જોઈ શકાય છે. યુઝવેન્દ્ર ચહલ પુણે આગમન વેળા મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો હતો.

પુણેમાં ભારતીય ટીમને રોકાવાનુ છે એ હોટલ પર બસ મારફતે એરપોર્ટથી આવી પહોંચી હતી. બસમાંથી એક બાદ એક ઉતરી રહેલા ખેલાડીઓના મૂડનો અંદાજ ઉત્સાહિત હતો. જેમાં ચહલનો અંદાજ થોડો મસ્તી ભર્યો રહ્યો હતો. આમ પણ ચહલ તેની મસ્તી ભરી અદાઓ માટે જાણીતો છે. જોકે પુણેમાં બસમાંથી ઉતરતા જ તેણે કરેલી મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

BCCIએ શેર કરેલો વિડીયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમની મુસાફરી અને મેદાનમાં ખેલાડીઓની તૈયારીઓના વિડીયોને શેર કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પુણે એરપોર્ટ થી ઉતરીને હોટલ પર પહોંચતા જ હોટલ સ્ટાફ દ્વારા તેનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જે વિડીયો બીસીસીઆઈએ સોશિયલ મીડીયામાં શેર કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાની ટી20 સિરીઝનુ સુકાન સંભાળતો કેપ્ટન હાર્દિક પંડ્યા, વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત યુવા ખેલાડીઓ બસમાંથી ઉતરીને હોટલમાં આવી રહ્યાનુ જોઈ શકાય છે. જોકે યુઝવેન્દ્ર ચહલનો વારો બસમાંથી ઉતરવાનો આવતા જ તે થોડોક અલગ અંદાજ પ્રમાણે તેના સ્વભાવ પ્રમાણે જોવા મળ્યો હતો.

 

 

ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમયથી બહાર ચાલી રહેલા ઋતુરાજ ગાયકવાડને તણે મસ્તીના અંદાજથી પરેશાન કર્યો હતો. કેમેરા ચાલુ હતો એ વખતે જ ચહલે તેને આંગળી વડે છેડી રહ્યો હતો. તેણે પેટ અને કમર પાસે આંગળી વડે ગલગલીયા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાયકવાડ તેની આગળ ઉતરીને હોટલ તરફ ચાલી રહ્યો હતો, ત્યારે જ ચહલે અચાનક જ પાછળથી આવીને આંગળી જોર થી લગાવવા પ્રયાસ કર્યો હતો. ગાયકવાડ ચહલની હરકતથી અસહજ થઈ જાય છે, જોકે કોઈ પ્રતિક્રિયા સામે કેમેરા ચાલુ હોઈ આપતો નથી લાગી રહ્યો.

 

Published On - 9:52 am, Thu, 5 January 23

Next Article