ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને જ્યાં સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર જીત ભારતે મેળવી છે. ટીમ ઈન્ડિયાનું સુકાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે. પ્રથમ મેચમાં 43 રને જીત મળ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા બીજી મેચમાં પણ જીત સાથે સિરીઝમાં અજેય બનવા માટેનો ઈરાદો રાખશે. તો શ્રીલંકાની ટીમ પણ સિરીઝને બરાબર કરવાના ઈરાદે મેદાને ઉતરશે.
ભારતીય પ્લેઈંગ ઈલેવનઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ
શ્રીલંકા પ્લેઈંગ ઈલેવનઃ ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, રમેશ મેન્ડિસ, મહેશ થિક્ષાના, મથીશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો
Published On - 6:23 pm, Sun, 28 July 24