
વર્લ્ડ કપ 2023માં આજે મોટો દિવસ છે અને તેનું કારણ એક નહીં પરંતુ બે છે. પહેલું કારણ છે વિરાટ કોહલીનો જન્મદિવસ અને બીજું કારણ છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ. બે ટીમો જે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત દેખાઈ રહી છે તેમના વચ્ચે મુકાબલો. બંને ટીમના ખેલાડીઓ જોરદાર ફોર્મમાં છે અને આજની મેચ રસાકસીભરી રહેશે એવી શક્યતા છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો અજેય રહેવાનો સિલસિલો ચાલુ છે. ભારત સતત આઠ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને હવે એ પણ નક્કી છે કે ભારત ટોપ પર રહેશે.
દક્ષિણ આફ્રિકાએ 79 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી છે. માર્કો યાનસેને 30 બોલમાં 14 રન બનાવ્યા છે. કુલદીપ યાદવે તેને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો હતો.
સાઉથ આફ્રિકાની સાતમી વિકેટ 67 રન પર પડી છે. કેશવ મહારાજ 11 બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે કાગિસો રબાડા અને માર્કો જેન્સેન ક્રિઝ પર છે. 20 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 69/7 છે.
દક્ષિણ આફ્રિકાએ 59 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. ડેવિડ મિલર 11 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ મેચમાં તેની આ ત્રીજી સફળતા છે. હવે માર્કો જેન્સન અને કેશવ મહારાજ ક્રિઝ પર છે.
દક્ષિણ આફ્રિકાએ 40 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ શમીએ ડુસેનને વિકેટો સામે ફસાવી દીધો. તેણે 32 બોલમાં 13 રન બનાવ્યા હતા. ભારતે ફરી એકવાર રિવ્યુ લઈને વિકેટ મેળવી હતી.
ભારતીય ટીમ ફરી એકવાર મોટી જીત તરફ આગળ વધી રહી છે. 326 રન બનાવ્યા બાદ ભારતે 35 રનમાં દક્ષિણ આફ્રિકાના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
દક્ષિણ આફ્રિકાના બંને ઓપનર 22 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા છે. ક્વિન્ટન ડી કોક બાદ કેપ્ટન ટેમ્બા બાવુમા પણ બહાર છે. રવિન્દ્ર જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. બાવુમાએ 19 બોલમાં 11 રન બનાવ્યા હતા. હવે એઇડન માર્કરામ ડ્યુસેન સાથે ક્રીઝ પર છે.
દક્ષિણ આફ્રિકાને પ્રથમ ફટકો ,બીજી ઓવરમાં છ રનના સ્કોર પર લાગ્યો હતો. સિરાજે આ વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. ડી કોક 10 બોલમાં એક ફોરની મદદથી પાંચ રન બનાવી શક્યો હતો. બે ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર એક વિકેટે છ રન છે. હાલમાં કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર ડુસેન ક્રિઝ પર છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 327 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 121 બોલમાં 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે જ સમયે, રવિન્દ્ર જાડેજા 15 બોલમાં 29 રન બનાવીને અણનમ રહ્યો હતો.
વિરાટ કોહલીએ 119 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની 49મી સદી હતી. આ બાબતમાં તેણે મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. સચિને વનડેમાં પણ 49 સદી ફટકારી છે. સચિને 452 ODI ઇનિંગ્સમાં આ કર્યું હતું, જ્યારે સચિને તેની 277મી ODI ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. આમાં ખાસ વાત એ હતી કે આજે તેણે તેના જન્મદિવસ પર સદી ફટકારી અને રેકોર્ડની બરાબરી કરી. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી હતી.
પાંચમો ફટકો 46મી ઓવરમાં 285ના સ્કોર પર લાગ્યો હતો. તબરેઝ શમ્સીએ સૂર્યકુમાર યાદવને વિકેટકીપર ડી કોકના હાથે કેચ કરાવ્યો હતો. તે 14 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 22 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં વિરાટ કોહલી 91 રન બનાવીને ક્રીઝ પર છે. રવિન્દ્ર જાડેજા તેમને સમર્થન આપવા આવ્યા છે.
ભારતને ચોથો ઝટકો 43મી ઓવરમાં 249ના સ્કોર પર લાગ્યો હતો. માર્કો જેન્સને કેએલ રાહુલને ડુસેનના હાથે કેચ કરાવ્યો હતો. તે 17 બોલમાં આઠ રન બનાવી શક્યો હતો. હાલમાં વિરાટ કોહલી 78 રન અને સૂર્યકુમાર યાદવ ચાર રન સાથે ક્રીઝ પર છે. 43 ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટે 253 રન છે.
39 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 236 રન છે. હાલમાં વિરાટ કોહલી 74 રન બનાવી રમી રહ્યો છે અને કેએલ રાહુલ ક્રિઝ પર 3 રન બનાવી રમી રહ્યો છે.
વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર સદી તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શ્રેયસ અય્યર પછી કેએલ રાહુલ વિરાટને સપોર્ટ કરતો જોવા મળે છે.
વિરાટ કોહલીએ 38મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
227ના સ્કોર પર ભારતને ત્રીજો ફટકો, 77 રન બનાવીને શ્રેયસ આઉટ વિરાટ-રાહુલ ક્રીઝ પર
7⃣7⃣ Runs
8⃣7⃣ Balls
7⃣ Fours
2⃣ SixesThat was one fine knock from Shreyas Iyer!
Follow the match ▶️ https://t.co/iastFYWeDi#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/6oWFoYnJuD
— BCCI (@BCCI) November 5, 2023
36 ઓવર પછી ભારતનો સ્કોર 223/2
શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ સ્પીડ પકડી છે. બંને બેટ્સમેન મોટી ભાગીદારી તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિરાટ બાદ શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ 200નો આંકડો પાર કર્યો.
વિરાટ કોહલીએ 33મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ અય્યરે છેલ્લા બોલ પર સિક્સ ફટકારી
વિરાટ કોહલીએ 33મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે સદીની ભાગીદારી થઈ છે. હવે બંને સારી ગતિએ રન બનાવી રહ્યા છે અને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા છે.
32 ઓવર પછી વિરાટ કોહલી અને શ્રેયસ મુશ્કેલી સાથે 196 રન સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.
શ્રેયસ અય્યરે પણ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. શ્રેયસે 64 બોલમાં ફિફ્ટી પૂરી કરી છે. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે.
2⃣nd FIFTY on the trot for Shreyas Iyer!
Follow the match ▶️ https://t.co/iastFYWeDi#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/lh3LHcC3eL
— BCCI (@BCCI) November 5, 2023
શ્રેયસ અય્યરે 31મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી છે. બીજી તરફ શ્રેયસ અય્યરે પણ પોતાનું સ્પીડ વધારી છે. હવે ચાહકો કોહલી પાસેથી સદીની અપેક્ષા રાખી રહ્યા છે.
HALF-CENTURY partnership between Virat Kohli & Shreyas Iyer #TeamIndia move closer to the 150-run mark.
Follow the match ▶️ https://t.co/iastFYWeDi #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pDMpQfsBhF
— BCCI (@BCCI) November 5, 2023
શ્રેયસ અય્યરે 28મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
26 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 151 રન છે. વિરાટ કોહલીએ 60 બોલમાં 47 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. જ્યારે શ્રેયસ અય્યરે 47 બોલમાં બે ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા છે.
25 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે 143 રન છે. વિરાટ કોહલી 42 અને શ્રેયસ અય્યર 24 રને રમી રહ્યા છે. કોહલીએ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા છે.
ઝડપી શરૂઆત બાદ ભારતીય ટીમને બે આંચકાઓએ રન બનાવવાની ગતિ ધીમી કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા બાદ શુભમન ગીલે પોતાની વિકેટ ગુમાવી હતી. 22 ઓવર પછી ટીમે 2 વિકેટે 133 રન બનાવ્યા છે.
20 ઓવર પછી ભારતે બે વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. હાલમાં શ્રેયસ અય્યર 34 બોલમાં 11 રન અને વિરાટ કોહલી 38 બોલમાં 37 રન બનાવીને બેટીંગ કરી રહ્યો છે.
19 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 121 રન છે. હાલમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
વિરાટ કોહલી તેના જન્મદિવસ પર તેના ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોહલી સતત આફ્રિકન બોલરોને પરેશાન કરતો જોવા મળે છે. શ્રેયસ અય્યર તેને બીજા છેડે સપોર્ટ કરતો જોવા મળે છે.
વિરાટ કોહલીએ 18મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
16 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે 107 રન છે. વિરાટ કોહલી 25 અને શ્રેયસ અય્યર 8 રને રમી રહ્યા છે.
વિરાટ કોહલી ક્રિઝ પર છે. શુભમન ગિલની વિકેટ બાદ શ્રેયસ અય્યર વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 100નો આંકડો પાર કરી લીધો છે.
1⃣0⃣0⃣ up for #TeamIndia after 13.1 overs.
Virat Kohli batting on 22.
Shreyas Iyer unbeaten on 4.
Follow the match ▶️ https://t.co/iastFYWeDi #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/IW57LfOfbG
— BCCI (@BCCI) November 5, 2023
12 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 96 રન છે. હાલમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ કેશવ મહારાજે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે વિરાટ કોહલી પર આશા છે.
10 ઓવર પછી ભારતે એક વિકેટ ગુમાવીને 83 રન બનાવી લીધા છે. હાલમાં વિરાટ કોહલી 19 રન અને શુભમન ગિલ 23 રન સાથે બેટિંગ કરી રહ્યો છે.
હાલમાં શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. વિરાટ કોહલીએ 10મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
કેપ્ટન રોહિત શર્માની વિકેટ બાદ તમામની નજર બર્થડે બોય વિરાટ કોહલી પર છે. તે સચિનના મહાન રેકોર્ડથી માત્ર 1 સદી દૂર છે.
ભારતે 7 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 68 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા 22 બોલમાં 40 રન અને શુભમન ગિલ 9 બોલમાં 12 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. રોહિતે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. પાંચમી ઓવરમાં 16 રન આવ્યા. ચોથી ઓવરમાં 10 રન, ત્રીજી ઓવરમાં 13 રન, બીજી ઓવરમાં 17 રન અને પ્રથમ ઓવરમાં પાંચ રન થયા હતા.
રોહિત શર્મા 24 બોલમાં 40 રન બનાવી પેવેલિયન પરત ફર્યો
ટીમ ઇન્ડિયાના ઇનફોર્મ કેપ્ટન રોહિત શર્માએ બોલરો પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. ટીમ ઈન્ડિયાના 50 રન પૂરા થઈ ગયા છે.
રોહિત શર્માએ 5મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી. ત્યારબાદ પાંચમાં બોલમાં વધુ એક સિકસ ફટકારી
રોહિત શર્માએ 5મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
ભારતે 4 ઓવર પછી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાના શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી છે. માર્કો જેન્સેનની ઓવરમાં આવતાની સાથે જ તેણે બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ રોહિત શર્માએ ત્રીજી ઓવરમાં ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરમાં 35 રન થઈ ગયો છે.
રોહિત શર્માએ 3જી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ વધુ એક ચોગ્ગો ફટકાર્યો
ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. 2 ઓવર બાદ ભારતનો સ્કોર 22 /0
રોહિત શર્મા બાદ શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો
રોહિત શર્માએ ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું. લુંગી એનગિડીના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. શુભમન ગિલ પણ ક્રીઝ પર હાજર છે. પ્રથમ ઓવર બાદ ભારતનો સ્કોર 5 રન છે.
IND v SA ICC World Cup live score : કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપનો મુકાબલો શરૂ. રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર હાજર.
India Vs South Africa ICC Match live score : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
IND v SA World Cup 2023 live score :
ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કાગીસો રબાડા, લુંગી એનગીડી
IND v SA Match live score : ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરશે. આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
India vs South Africa live score : ભારત અને આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બપોરે 1:30 વાગ્યે ટોસ યોજાશે. જ્યારે બંને વચ્ચે મેચ 2:00 વાગ્યે શરૂ થશે. બંને ટીમો સેમી ફાઈનલમાં ક્વોલિફાય થઈ ચુકી છે. બંને ટીમમાં પ્લેઈંગ 11 માં ફેરફાર જોવા મળી શકે છે.
IND vs SA live score : સ્પિન ડીપાર્ટમેન્ટમાં ભારત પાસે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા છે જે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં રોહિત કુલદીપ અથવા જાડેજાને આરામ આપીને રવિચંદ્રન અશ્વિનને તક આપી શકે છે.
India vs South Africa Cricket Match live score : સૂર્યકુમાર યાદવનું પણ રમવું નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે તેણે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેટિંગ કરી હતી. બેટિંગમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. પરંતુ ભારત સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આવી સ્થિતિમાં જો સૂર્યકુમાર યાદવ અથવા અય્યરને આરામ આપવામાં આવે તો ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે.
IND v SA ICC World Cup live score : પંડ્યાની ઈજા બાદ ટીમનું સંતુલન ખોરવાઈ ગયું છે. ટીમે હવે માત્ર પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરવું પડશે. ટીમે છેલ્લી મેચમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલ, વિરાટ કોહલીએ જોરદાર ઈનિંગ્સ રમી હતી. શ્રેયસ અય્યરનું બેટ પણ કામ કરતું હતું. રોહિત શર્મા શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં નિષ્ફળ ગયો હતો પરંતુ તે શાનદાર ફોર્મમાં છે અને તેનું બેટ પણ ઈડન ગાર્ડન્સમાં ઘણું સારું છે.
India Vs South Africa ICC Match live score : કોલકાતાના ઈડન ગાર્ડનમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો મુકાબલો 2 વાગ્યે શરૂ થશે. વર્તમાન વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમે અત્યાર સુધી જે પ્રકારનું ક્રિકેટ પ્રદર્શન કર્યું છે તેનાથી સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયા માટે આ પડકાર ઘણો મોટો બનવાનો છે. બંને પોઈન્ટ ટેબલમાં ટોપ 2 ટીમ છે.
IND v SA Match live score : એવા સમાચાર છે કે વિરાટ કોહલીને ગોલ્ડન બેટ મળી શકે છે. આ ગોલ્ડન બેટ તેને તેના 35માં જન્મદિવસ પર CAB એટલે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા અર્પણ કરવામાં આવશે.
India vs South Africa live score : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વિરાટ કોહલી માટે ખાસ છે કારણ કે તે તેના 35માં જન્મદિવસ પર રમાઈ રહી છે. વિરાટ આ ત્રીજી મેચ તેના જન્મદિવસ પર રમશે. આ પહેલા તે એક ટેસ્ટ અને એક T20 રમી ચૂક્યો છે. પોતાના જન્મદિવસ પર પહેલીવાર કોહલી ODI મેચ રમશે.
IND vs SA live score : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ રમાશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા ટોસ 1.30 વાગ્યે થશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ પણ માત્ર એક જ મેચ હારી છે.
Published On - 11:00 am, Sun, 5 November 23