IND vs SA: ગજબ નસીબદાર! 1 બોલ પર 2 વાર આઉટ થવા પર બચ્યો હર્ષલ પટેલ, ત્યાર બાદ ફટકાર્યો જબરદસ્ત શોટ

દક્ષિણ આફ્રિકા તરફથી હર્ષલ પટેલ (Harshal Patel) એક જ બોલમાં બે વખત આઉટ થવાથી ચૂકી ગયો હતો. હર્ષલે 2 વખત બચવા બાદ જબરદસ્ત ફોર ફટકારી હતી.

IND vs SA: ગજબ નસીબદાર! 1 બોલ પર 2 વાર આઉટ થવા પર બચ્યો હર્ષલ પટેલ, ત્યાર બાદ ફટકાર્યો જબરદસ્ત શોટ
Harshal Patel ને નસીબે ગજબ સાથ આપ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 11:05 AM

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં હર્ષલ પટેલ (Harshal Patel) ને એક જ બોલમાં બે વખત જીવનદાન મળ્યું હતુ, ત્યારબાદ તેણે જબરદસ્ત બાઉન્ડ્રી ફટકારીને પ્રવાસી ટીમની મજાક બનાવી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન બનાવ્યા હતા. જો કે આ પછી ભારતીય ટીમ લક્ષ્ય હાંસલ કરી શકી ન હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ (Indian Cricket Team) ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી શ્રેયસ અય્યર પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. આમ ભારતે અંતમાં 49 રને મેચને ગુમાવી હતી, જોકે સિરીઝ 2-1 થી જીતી લીધી હતી.

4 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ઋષભ પંત અને દિનેશ કાર્તિકે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, બંનેના આઉટ થયા બાદ અક્ષર પટેલ અને હર્ષલ પટેલે જવાબદારી ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન 9મી ઓવરમાં કેશવ મહારાજના ચોથા બોલ પર હર્ષલ પટેલ બે વખત આઉટ થતા બચી ગયો હતો.

ડીકોકે પહેલેથી જ ઉજવણી શરૂ કરી દીધી હતી

હકીકતમાં, હર્ષલે કેશવ મહારાજનો બોલ મિડ-વિકેટ તરફ રમ્યો, જ્યાં પ્રિટોરિયસ કેચ ચૂકી ગયો. જ્યારે વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને લાગ્યું કે ફિલ્ડરે કેચ પકડી લીધો છે અને તે ઉજવણી કરવા માટે આગળ દોડ્યો, પરંતુ ત્યારે જ ફિલ્ડરે તેની તરફ બોલ ફેંક્યો, જેથી તે હર્ષલને રન આઉટ કરી શકે, જે ક્રિઝની બહાર હતો, પરંતુ ડી કોક તે પણ ચૂકી ગયો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હર્ષલ જીવતદાનનો લાભ લઈ શક્યો ન હતો

હર્ષલને એક જ બોલમાં બે વખત જીવતદાન મળ્યું હતું. તેણે આગલા બોલ પર જબરદસ્ત ચોગ્ગો ફટકારીને ઉજવણી કરી. જો કે, હર્ષલ આ જીવનનો વધુ ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલે તેની ઇનિંગમાં 1 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. લુંગી એનગીડીએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

ત્રીજી મેચમાં ભારતનો પરાજય

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.3 ઓવરમાં 178 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી દિનેશ કાર્તિકે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તે જ સમયે, દીપક ચહરે 17 બોલમાં 31 રન બનાવ્યા હતા. જો કે, આ તેના માટે ભારતને જીતવા માટે પૂરતું ન હતું. જો કે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">