
Pallekele : ભારત-પાકિસ્તાનની મેચ પહેલા દરેક ક્રિકેટ ફેન્સ પોતાના મનપસંદ ક્રિકેટર્સ ધમાલ મચાવશે તેવો દાવો કરતા હોય છે. પણ આજે ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ટોપ ઓર્ડરે ભારતીય ફેન્સને નિરાશ કર્યા હતા. આજે ના તો કેપ્ટન રોહિત શર્મા ચાલ્યો કે ના તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ધમાલ મચાવી શક્યો. ભારતીય ટીમના ટોપ 4 બેટ્સમેન માત્ર 85 બોલમાં પવેલિયનમાં પરત ફર્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે રોહિત શર્માએ માત્ર 11 રન, વિરાટ કોહલીએ 4 રન, શ્રેયસ અય્યરે 14 રન અને શુભમ ગિલે માત્ર 10 રનનું યોગદાન આપ્યુ હતુ. જેને કારણે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મોટા સ્કોરના પાયો નાખવામાં નિષ્ફળ રહી. પલ્લેકેલની પિચ પર પાકિસ્તાની ધૂરંધરો સામે ભારતીય ટોપ ઓર્ડર બાળકોની જેમ રમતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : 3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ
કેપ્ટન રોહિત શર્માએ સારી શરુઆત અપાવવાનો પ્રયત્ન કર્યો પણ તે અનલકી રહ્યો. વરસાદ બાદના બ્રેક બાદ રોહિત શર્માની વિકેટ પજી હતી. શાહીન અફરીદીની ઈન-સ્વિંગ બોલ પર રોહિત શર્માના આઉટ થયો હતો. તે 22 બોલમાં માત્ર 11 રન બનાવીની આઉટ થયો હતો.
વિરાટ કોહલીએ આવી જ ચોગ્ગો ફટકાર્યો હતો. પણ શાહીન અફરીદીની બોલ પર ખરાબ શોટ રમતા આઉટ થયો હતો. તે 7 બોલમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો.
શ્રેયસ અય્યરની વિકેટ હરિસ રઉફે લીધી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ઐયરને બાઉન્સર ફેંક્યો અને તેણે પુલ શોટ રમ્યો. પરંતુ બોલ મિડવિકેટ પર ઉભેલા ફખર ઝમાનના હાથમાં ગયો હતો. અય્યર 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો.
ટોપ ઓર્ડરની તમામ વિકેટોમાં શુભમન ગીલે સૌથી વધુ નિરાશ કર્યા હતા. ગિલે 15મી ઓવરમાં હરિસ રઉફની બોલિંગમાં પોતાની વિકેટ ગુમાવી હતી. રઉફનો આ બોલ મામૂલી હતો પરંતુ અહીં ગિલની ભૂલ એ હતી કે તેનો પગ બહાર ન આવ્યો.
આ પણ વાંચો : WWE Video : ભારે ભરખમ ખલીને એક મહિલાએ રિંગમાંથી કર્યો બહાર, આખું WWE જોતુ જ રહી ગયુ