India vs Pakistan T20 Asia Cup 2022: ભૂવી-પંડ્યાના તરખાટ સામે પાકિસ્તાન 147 રનમાં જ સમેટાઈ ગયુ, ભૂવનેશ્વરની 4 અને હાર્દિકની 3 વિકેટ

|

Aug 28, 2022 | 9:36 PM

India vs Pakistan, Asia Cup 2022 1st Inning Report Today: ભૂવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાના તરખાટને લઈ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી.

India vs Pakistan T20 Asia Cup 2022: ભૂવી-પંડ્યાના તરખાટ સામે પાકિસ્તાન 147 રનમાં જ સમેટાઈ ગયુ, ભૂવનેશ્વરની 4 અને હાર્દિકની 3 વિકેટ
Tem India ની શરુઆત સારી રહી હતી

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ટી20 વિશ્વકપ બાદ આ રોમાંચ માણવાની તક વિશ્વભરના ક્રિકેટ ચાહકોને મળી છે. એશિયા કપ માં બંને ટીમો પોતાનુ અભિયાન એકબીજા સામે ટક્કર સાથે કરી રહી છે. દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટી20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય અનુભવી બોલર ભૂવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) પ્રથમ ઝટકો પાકિસ્તાનને તેમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમની વિકેટ ઝડપીને આપ્યો હતો. ભૂવનેશ્વરે 4 વિકેટ અને હાર્દિકે પંડ્યા (Hardik Pandya) એ 3 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ પાકિસ્તાનને શરુઆતમાં આક્રમક બનતા અટકાવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારત સામે 147 રન નોંધાવીને ઓલઆઉટ થઈ ગયુ હતુ.

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા હતા. જોકે આ જોડી લાંબો સમય ક્રિઝ પર ટકી શકી નહોતી, કારણ કે બાબર આઝમે ત્રીજી ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન બાબરને ભારતીય અનુભવી બોલર ભૂવનેશ્વરે અર્શદીપ સિંહના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બાબર માત્ર 10 રન 9 બોલનો સામનો કરીને નોંધાવી પરત ફર્યો હતો. જે સમયે પાકિસ્તાનના સ્કોર 15 રન હતો. ફખર ઝમાન બીજી વિકેટના રુપમાં આવેશ ખાનનો શિકાર થયો હતો. ફખર ઝમાન પણ માત્ર 10 જ રન નોંધાવી શક્યો હતો. તેણે 6 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા ફટકાર્યો હતો.

હાર્દિક પંડ્યાની શાનદાર બોલીંગ

ત્યાર બાદ ઇફ્તિખાર અહેમદને યુઝવેન્દ્ર ચહલના બોલ પર એક જીવતદાન મળ્યુ હતુ. પરંતુ તેના તુરંત બાદ જ તે હાર્દિક પંડ્યાની ઓવર આવતા જ પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ ઇફ્તિખારને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં શોર્ટ બાઉન્સર બોલ પર કેચ કરાવી શિકાર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાનને પણ આઉટ કર્યો હતો. હાર્દિકે આ મહત્વની વિકેટ ઝડપી હતી. રિઝવાન 42 બોલનો સામનો કરીને 43 રન નોંધાવીને પરત ફર્યો હતો. જેનો કેચ આવેશખાને કર્યો હતો. રિઝવાનની વિકેટ 15મી ઓવરના પ્રથમ બોલે હાર્દિકે ઝડપ્યા બાદ, ત્રીજા બોલ પર ખુશ્દીલ શાહની વિકેટ ઝડપી હતી. આમ પંડ્યાની એક જ ઓવરમાં તેણે બીજી વિકેટ ઝડપી હતી. હાર્દિકે તેના 4 ઓવરના સ્પેલમાં 3 વિકેટ ઝડપી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભૂવનેશ્વર કુમારની 4 વિકેટ

શરુઆત ભૂવીએ બાબર આઝમની વિકેટ સાથે શાનદાર કરાવી હતી અને આગળ પણ તેણે પોતાનુ આ પ્રદર્શન જારી રાખ્યુ હતુ. શાદાબ ખાન (10 રન, 9 બોલ), નસીમ શાહ ગોલ્ડન ડક આઉટ કરીને 19મી ઓવરમાં સળંગ બે બોલમાં આઉટ કરતા ભૂવીને હેટ્રીકની તક સર્જાઈ હતી. જોકે તે ભૂવીને હેટ્રીક તો મળી ના શકી પરંતુ તે પાકિસ્તાનના સપનાઓ પર પાણી ફેરવવામાં સફળ રહ્યો હતો. અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે આવેશ ખાને એક વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 ઓવરમાં 11 રન આપ્યા હતા. આમ પાકિસ્તાન 19.5 ઓવરમાં જ તેની તમામ વિકેટ ગુમાવી બેઠુ હતુ.

 

 

Published On - 9:29 pm, Sun, 28 August 22

Next Article