IND vs NZ: ત્રીજા દિવસની રમત અક્ષર પટેલના નામે, ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 296 રનના સ્કોર સ્કોર પર સમેટાયો, ભારતને 49 રનની સરસાઇ

|

Nov 27, 2021 | 4:14 PM

ભારતનો પ્રથમ દાવ 345 રન પર સમેટાયો હતો. ભારતીય ટીમે આજે અક્ષર પટેલની 5 વિકેટ સાથે કિવી ટીમની બેટીંગ દિવસના અંત પહેલા સમેટવામાં સફળતા મેળવી હતી.

IND vs NZ: ત્રીજા દિવસની રમત અક્ષર પટેલના નામે, ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 296 રનના સ્કોર સ્કોર પર સમેટાયો, ભારતને 49 રનની સરસાઇ
India vs New Zealand

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં ભારતીય ટીમે 49 રનની સરસાઇ મેળવી છે. કિવી ટીમે બીજા દિવસે મજબૂત રમત દર્શાવી હતી, પરંતુ અક્ષર પટેલ (Axar Patel) સામે તેમની એક ચાલી નહોતી. અક્ષર પટેલ ની ફિરકીની જાળમાં કિવી બેટ્સમેનો ભરાઇ જતા ભારતીય ટીમે (Team India) દિવસ પૂરો થતા ન્યુઝીલેન્ડને પેવેલિયન પરત કરી દેવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 296 રન પર સમેટાયો હતો.

આ પહેલા ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રેયસ અય્યરના શતક વડે ભારતીય ટીમે 345 રનનો સ્કોર પ્રથમ દાવના અંતે કર્યો હતો. આ દરમિયાન શુભમન ગીલે પણ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. તેમજ રવિન્દ્ર જાડેજાએ ઉપયોગી રમત રમી ને અર્ધશતક નોંધાવ્યુ હતુ.

બીજા દિવસની રમત દરમ્યાન ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો દાવ શરુ કર્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં વિના વિકેટે મજબૂત સ્થિતી કિવી ટીમે કરી હતી. પરંતુ ત્યાર બાદ ઓપનર ટોમ લાથમ અને વિલ યંગની જોડી તૂટતા જ પરિસ્થિતી પલટાવા લાગી હતી. ભારતીય બોલરો કિવી પર હાવી થઇ ચૂક્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ન્યુઝીલેન્ડની ઓપનીંગ જોડીએ 151 રનની ઇનીંગ રમી હતી. અશ્નિને આ જોડીને તોડવામાં સફળત મેળવી હતી. પ્રથમ વિકેટના રુપમાં ઓપનર વિલ યંગ આઉટ થયો હતો. વિલ યંગ પણ 89 રનનુ યોગદાન પોતાની ટીમને આપીને અશ્વિનનો શિકાર બન્યો હતો. ટોમ લાથમ શતક ચૂક્યો હતો. તેને 95 રન પર કિપર કેએસ ભરતે તેને સ્ટંપીંગ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો.

 

વિદેશમાં કેપ્ટન કેન વિલિયમસન ફરી નિષ્ફળ

કેન વિલિયસમન 18 રન કરીને આઉટ થયો હતો. તેણે આ માટે 64 બોલનો સામનો કર્યો હતો. રોઝ ટેલર 11 રન કરીને આઉટ થયો હતો. હેનરી નિકોલસ પણ માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. કિવી ટીમનો કિપર બેટ્સમેન ટોમ 13 રન પર અક્ષરના બોલ પર બોલ્ડ થયો હતો. રચિન રવિન્દ્રને જાડેજાએ 13 રન પર જ શિકાર બનાવી લીધો હતો. જેમીસને 23 રન જોડ્યા હતા. જ્યારે ટિમ સાઉથી 5 રન કરીને અક્ષરના બોલ પર ક્લિન બોલ્ડ આઉટ થયો હતો. સમરવિલે પણ 6 રન જોડી બોલ્ડ થયો હતો. જ્યારે એઝાજ 5 રન કરીને નોટ આઉટ રહ્યો હતો.

અક્ષરની 5 વિકેટ

અક્ષર પટેલે જબરદરસ્ત બોલીંગ કરી હતી. આજનો દિવસ અક્ષરના નામે લખાઇ ગયો હતો. ત્રીજા દિવસની રમતની શરુઆતે વિના વિકેટે કિવી ટીમ મજબૂત પક્ષમાં લાગી રહી હતી. પરંતુ અક્ષરની ફિરકીએ ન્યુઝીલેન્ડ ઝડપભેર પેવેલિયન પહોંચડવાની ભૂમિકા ભજવી હતી. અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી હતી. વિલ યંગ, રોસ ટેલર, હેનરી નિકોલસ, ટોમ અને ટિમ સાઉથીની વિકેટ તેણે ઝડપી હતી. જેમાં ટોમ અને સાઉથીને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યા હતા. અશ્વિને ઓપનીંગ જોડી તોડવા સાથે 3 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ Suresh Raina’s Birthday: ‘મિસ્ટર IPL’ માટે છે આજે ખાસ દિવસ, ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થનારો આ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં મજબૂત ભરોસો હતો

 

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

Published On - 3:58 pm, Sat, 27 November 21

Next Article