India vs Hong Kong T20 Asia Cup LIVE Score Highlights: ભારતે હોંગ કોંગને 40 રનથી હાર આપીને સુપર-4માં મેળવ્યુ સ્થાન

India vs Hong Kong Asia Cup 2022 Live Score Highlights: ભારતીય ટીમે સુપર 4માં પહોંચવા માટે આજની મેચ જીતવી જરૂરી છે

India vs Hong Kong  T20 Asia Cup LIVE Score Highlights: ભારતે હોંગ કોંગને 40 રનથી હાર આપીને સુપર-4માં મેળવ્યુ સ્થાન
ભારત માટે જીત મહત્વની, સુપર 4 પર નજર
Image Credit source: Tv9 Graphics Team
| Edited By: | Updated on: Aug 31, 2022 | 11:10 PM

પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં શાનદાર શરૂઆત કરનાર ભારતીય ટીમ આજે હોંગકોંગ (India Vs Hong Kong) સામે મેચ રમશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. તેથી તે તેના માટે મહત્વપૂર્ણ છે. હોંગકોંગ ની ટીમ ક્વોલિફાયર રમીને એશિયા કપ (ASIA CUP 2022) માં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ મેચમાં પ્રયોગ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ગત મેચમાં ટીમમાંથી બહાર થયેલા પંતને જગ્યા મળી શકે છે. સાથે જ ઘણા વધુ યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી શકે છે.

 

IND vs HKG: બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ

હોંગકોંગ: નિઝાકત ખાન (કેપ્ટન), બાબર હયાત, યાસીમ મુર્તઝા, કિંચિત શાહ, સ્કોટ મેકેન્ઝી (વિકેટકીપર), હારૂન અરશદ, એજાઝ ખાન, જીશાન અલી, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Aug 2022 11:01 PM (IST)

    IND vs HK, LIVE Score: ભારતનુ સુપર 4 માં સ્થાન

    ભારત સુપર 4માં પ્રવેશી ગયું છે. ભારતે હોંગકોંગને 40 રનથી હરાવ્યું. 193 રનના લક્ષ્યાંકના જવાબમાં હોંગકોંગે 5 વિકેટે 152 રન બનાવ્યા હતા. ઝીશાન 26 અને સ્કોટ 16 રને અણનમ રહ્યા હતા

  • 31 Aug 2022 10:51 PM (IST)

    IND vs HK, LIVE Score: કિંચિત શાહ આઉટ

    ભારત એક મોટી જીતની અણી પર છે. 18મી ઓવરના પહેલા બોલ પર ભુવનેશ્વર કુમારે કિંચિત શાહને રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બિશ્નોઈ લોંગ ઓફથી દોડીને આવ્યો અને શાનદાર કેચ પકડ્યો. શાહે 28 બોલમાં 30 રન બનાવ્યા હતા


  • 31 Aug 2022 10:33 PM (IST)

    IND vs HK, LIVE Score: એજાઝ ક્લિન બોલ્ડ

    આવેશ ખાને એજાઝની વિકેટ મેળવતા અગાઉ ચોગ્ગો સહન કર્યો હતો. પરંતુ આગળનો બોલ ગુડ લેન્થ કરતા બોલ સિધો જ સ્ટંપમાં જઈને વાગ્યો હતો. 13 બોલમાં 14 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.

  • 31 Aug 2022 10:22 PM (IST)

    IND vs HK, LIVE Score: આવેશ ખાને ફરી છગ્ગો અને ચોગ્ગો સહન કર્યો

    13મી ઓવર ફરી એકવાર ભારત માટે ખર્ચાળ રહી હતી. પહેલા ઓવરના બીજા બોલ પર એજાઝ ખાને ચોગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં કિંચિત શાહે છગ્ગો ફટકાર્યો હતો.

  • 31 Aug 2022 10:20 PM (IST)

    IND vs HK, LIVE Score: જાડેજા એ કર્યો બાબરનો શિકાર

    12મી ઓવરના પહેલા બોલ પર જાડેજાએ બાબર હયાત નો શિકાર કર્યો અને તેને અવેશ ખાનના હાથે કેચ આઉટ કરાવ્યો. બાબરે 35 બોલમાં 41 રન બનાવ્યા હતા. તે અડધી સદી ચૂકી ગયો.

  • 31 Aug 2022 10:05 PM (IST)

    IND vs HK, LIVE Score: 10 ઓવરના અંતે 65 રન

    10 ઓવરની રમત સમાપ્ત થઈ ગઈ છે. જરુરી રન રેટ કરતા ધીમી રમત હોંગ કોંગની જોવા મળી રહી છે. આમ ભારતીય ટીમની સ્થિતી એકતરફી બની રહી છે. 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને હોંગ કોંગે 65 રન નોંધાવ્યા છે.

  • 31 Aug 2022 10:02 PM (IST)

    IND vs HK, LIVE Score: ફ્રી હિટ પર ઝટકો

    અર્શદીપની ઓવરનો છેલ્લો બોલ નો બોલ હતો, જેને ફ્રી હિટ મળ્યો અને ફ્રી હિટ પર હોંગકોંગને ઝટકો લાગ્યો. નિઝાકત ખાન રન આઉટ થયો. જાડેજાના થ્રોએ હોંગકોંગને મોટો ફટકો આપ્યો હતો.

  • 31 Aug 2022 09:44 PM (IST)

    IND vs HK, LIVE Score: આવેશ ખાને છગ્ગો અને ચોગ્ગો સહન કર્યો

    બાબર હયાતે આક્રમક ઈનીંગ રમવાનુ મન બનાવી લીધુ હોય એમ વધુ એક છગ્ગો જમાવી દીધો હતો અને તુરત આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં આવેશ ખાને 12 રન ગુમાવ્યા હતા.

  • 31 Aug 2022 09:41 PM (IST)

    IND vs HK, LIVE Score: બાબર હયાતની સિક્સર

    ભૂવનેશ્વર કુમાર ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. જેના પર ઓવરના પાંચમાં બોલે બાબરે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 7 રન ગુમાવ્યા હતા ભૂવીએ

  • 31 Aug 2022 09:34 PM (IST)

    IND vs HK, LIVE Score: મુર્તઝા આઉટ, અર્શદીપે અપાવી સફળતા

    મુર્તઝા ઓવરમાં આગળ બે ચોગ્ગા ફટકાર્યા હતા પરંતુ આ વખતે અર્શદીપની જાળમાં ઝડપાઈ ગયો છે. આવેશ ખાનના હાથમાં ફાઈન લેગ પર કેચ આઉટ થયો છે. 9 રન નોંધાવીને મુર્તઝા પરત ફર્યો હતો.

  • 31 Aug 2022 09:33 PM (IST)

    IND vs HK, LIVE Score: યાસિમે બાઉન્ડરી પર બાઉન્ડરી જમાવી

    બીજી ઓવર અર્શદીપ સિંહ લઈને આવ્યો છે. ઓવરના ત્રીજા અને પાંચમા બોલ પર યાસિમ મુર્તઝાએ બાઉન્ડરી ફટકારી હતી. પહેલા બેકવર્ડ પોઈન્ટ પર અને બીજી મીડ ઓનની તરફ બાઉન્ડરી ફટકારી હતી.

  • 31 Aug 2022 09:30 PM (IST)

    IND vs HK, LIVE Score: હોંગ કોંગની બેટીંગ ઈનીંગ શરુ

    વિશાળ લક્ષ્યને પાર કરવા માટે હોંગ કોંગ ની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી છે. યાસીમ મુર્તઝા અને નિઝાકત ખાનની જોડી રમતમાં આવી છે. સામે ભૂવનેશ્વર કુમાર ઓવર લઈને આવ્યો છે

  • 31 Aug 2022 09:17 PM (IST)

    IND vs HK, LIVE Score: ભારતે 193 રનનુ લક્ષ્ય રાખ્યુ

    ભારતે હોંગ કોંગ સામે 192 રન 2 વિકેટ ગુમાવીને નોંધાવ્યા છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી નોંધાવી હતી. જેની મદદ થી ભારતે આ વિશાળ સ્કોર ખડક્યો છે.

  • 31 Aug 2022 09:10 PM (IST)

    IND vs HK, LIVE Score: સૂર્યકુમારની અડધી સદી

    અંતિમ ઓવરમાં સૂર્યકુમારે છગ્ગા વરસાવી દીધા હતા અને આ સાથે જ તેણે પોતાની અડધી સદી પણ પુરી કરી લીધી હતી.  ઓવરમાં 4 છગ્ગા નોંધાવ્યા હતા સૂર્યાએ

  • 31 Aug 2022 09:03 PM (IST)

    IND vs HK, LIVE Score: વિરાટ કોહલીનુ અર્ધશતક

    19મી ઓવરના પ્રથમ બોલ પર કોહલીએ 2 રન લઈને પોતાની અડધી સદી પુરી કરી હતી. આ તેની 31 મી ટી20 અડધી સદી હતી. ઓવરના ચોથા બોલ પર શાનદાર છગ્ગો કોહલીએ ફટકાર્યો હતો.

  • 31 Aug 2022 09:01 PM (IST)

    IND vs HK, LIVE Score: સૂર્યકુમારની સળંગ બાઉન્ડરી બાદ સિક્સર

    18મી ઓવર આયુષ શુકલા લઈને આવ્યો હતો. સૂર્યાએ ઓવરની શરુઆત સળંગ બે ચોગ્ગા ફટકારીને કરી હતી. પ્રથમ બંને બોલ પર બાઉન્ડરી ફટકાર્યા બાદ ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 31 Aug 2022 08:50 PM (IST)

    IND vs HK, LIVE Score: કોહલી અને સૂર્યાની જમાવટ

    વિરાટ કોહલી અને સૂર્યકુમારે બેટને ખોલી દીધુ છે. બંનેએ 16મી ઓવરમાં એક એક છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર સૂર્યાએ એક બાઉન્ડરી પણ ફટકારી હતી. એજાઝ લઈને આવેલ ઓવરમાં 20 રન નિકાળ્યા હતા.

  • 31 Aug 2022 08:38 PM (IST)

    IND vs HK, LIVE Score: સૂર્યકુમારની સળંગ 2 બાઉન્ડરી

    રાહુલ પેવેલિયન પરત ફરતાની સાથે જ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો અને તેણે આવતાની સાથે જ શાનદાર સ્વીપ કર્યો અને સતત 2 ચોગ્ગા ફટકાર્યા.

  • 31 Aug 2022 08:33 PM (IST)

    IND vs HK, LIVE Score: રાહુલ આઉટ

    હવાઈ સ્વીપ લગાવવાના ચક્કરમાં કેએલ રાહુલે વિકેટ ગુમાવી દીધી છે. ભારતની આ બીજી વિકેટ છે. બોલ રાહુલના બેટને અડકીને સીધો જ વિકેટકીપરના હાથમાં જઈને ઝડપાઈ ગયો હતો. 39 બોલમાં રાહુલે 36 રન નોંધાવ્યા હતા.

  • 31 Aug 2022 08:32 PM (IST)

    IND vs HK, LIVE Score: વિરાટ કોહલીએ લગાવ્યો શાનદાર છગ્ગો

    મોહમ્મદ ગઝનફર 13 મી ઓવર લઈને આવ્યો હતો, ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીએ શાનદાર છગ્ગો જમાવી દીધો છે. ફુલર લેંથ બોલ પર એક પગ જમીન પર ટેકવીને બોલને છગ્ગા માટે ફટકાર્યો હતો.

  • 31 Aug 2022 08:23 PM (IST)

    IND vs HK, LIVE Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    11 મી ઓવરમાં વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ તાકાત સાથે શોટ લગાવ્યો હતો અને જે સીધો જ બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો. આગળના બોલ પર પણ બાઉન્ડરની પ્રયાસમાં જ તાકાતપૂર્વક શોટ લગાવ્યો હતો પરંતુ ફિલ્ડરે તેને રોકી લીધો હતો. ઓવરમાં 10 રન મળ્યા હતા.

  • 31 Aug 2022 08:16 PM (IST)

    IND vs HK, LIVE Score: રાહુલે ફટકાર્યો શાનદાર છગ્ગો

    9મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે શાનદાર છગ્ગો ફટકાર્યો છે. એજાઝ ખાન ઓવર લઈને આવ્યો હતો અને તેણે મીડલ સ્ટંપ પર પગમાં બોલ ડિલિવર કર્યો હતો. રાહુલે ફ્લિક કરીને બોલને ડિપ મીડ વિકેટ તરફ હવામાં ફટકાર્યો હતો. ઓવરમાં 9 રન ભારતને મળ્યા હતા. આ પહેલાની ત્રણ ઓવરમાં એક પણ બાઉન્ડરી ભારતને મળી નહોતીં

  • 31 Aug 2022 08:12 PM (IST)

    IND vs HK, LIVE Score: અંતિમ ત્રણ ઓવરથી બાઉન્ડરી નહીં

    અંતિમ ત્રણ ઓવરમાં ભારતીય ટીમને કોઈ જ બાઉન્ડરી મળી નથી. રોહિત શર્મા બાઉન્ડરી ફટકારીને આગળના બોલ પર જ આઉટ થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે.

  • 31 Aug 2022 08:10 PM (IST)

    IND vs HK, LIVE Score: ભારતે 50 રન પૂરા કર્યા

    ભારતના 50 રન પૂરા થયા. રોહિત શર્મા વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. તેના ગયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો છે અને હવે તેની પાસે રાહુલ સાથે મોટી ભાગીદારીની જવાબદારી છે.

  • 31 Aug 2022 07:58 PM (IST)

    IND vs HK, LIVE Score: રોહિત શર્મા આઉટ

    પાંચમી ઓવરમાં ભારતે પ્રથમ વિકેટ રોહિત શર્માના રુપમાં ગુમાવી છે. ભારતે 38 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા એ 13 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

  • 31 Aug 2022 07:56 PM (IST)

    IND vs HK, LIVE Score: રોહિત શર્માની બાઉન્ડરી

    રોહિત શર્માએ પાંચમી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો જમાવ્યો હતો. રોહિતે બોલર આયુષ શુકલાના માથા પર થઈને વન બાઉન્સ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 31 Aug 2022 07:52 PM (IST)

    IND vs HK, LIVE Score: ઓફ બ્રેક બોલરને લવાયો

    ચોથી ઓવરમાં હોંગ કોંગે બોલીંગમાં બદલાવ કરીને રાઈટ આર્મ ઓફ બ્રેક બોલર એહેસાન ખાનને હુમલા પર લગાવ્યો હતો. અગાઉની ઓવરમાં 2 છગ્ગા અને એક ચોગ્ગો સહ્યા બાદ બોલીંગમાં પરિવર્તન કરવા ટીમ મજબૂર બની હતી. ઓવરમાં 5 રન આવ્યા હતા.

  • 31 Aug 2022 07:46 PM (IST)

    IND vs HK, LIVE Score: રાહુલે ફ્રિ હિટમાં ફટકાર્યો છગ્ગો

    હારુન અરશદ લઈને આવેલ ત્રીજી ઓવરન ભારત માટે સારી રહી હતી. ઓવરનો ત્રીજો બોલ નો-બોલ જાહેર કરાયો હતો. જેને લઈ ફ્રિ હિટનો લાભ રાહુલ ને મળ્યો હતો. સળંગ બીજો બોલ પણ નો બોલ રહ્યો હતો. આમ ફ્રિ હિટમાં રાહુલે છગ્ગા માટે ફટકારી દીધો હતો. ઓવરના અંતિમ બોલે રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો અને આમ ભારતના ખાતામાં 22 રન આવ્યા હતા.

  • 31 Aug 2022 07:44 PM (IST)

    IND vs HK, LIVE Score: રોહિત શર્માની શાનદાર સિક્સર

    હારુન અરશદ ત્રીજી ઓવર લઈને આવ્યો છે. આ ઓવરના પ્રથમ બોલ પર જ રોહિત શર્માએ શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. રોહિત શર્માએ પગ બહારની નિકાળીને ઉઠાવીને લોંગ ઓનની દીશામાં સિક્સર જમાવી હતી.

  • 31 Aug 2022 07:42 PM (IST)

    IND vs HK, LIVE Score: આયુષની કરકસર ભરી ઓવર

    બીજી ઓવર લઈને મૂળ ભારતીય અને હોંગ ટીમનો પેસર બોલર આયુય શુકલા ઓવર લઈને આવ્યો હતો. તેણે કસીને ઓવર કર્યા હતા. માત્ર એક જ રન ઓવરમાં આવ્યો હતો. જે રન ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્માએ સિંગલના રુપમાં લીધો હતો. ત્યાર બાદ કેએલ રાહુલે બાકીના પાંચ બોલ રક્ષણાત્મક રીતે રમ્યા હતા.

  • 31 Aug 2022 07:35 PM (IST)

    IND vs HK, LIVE Score: ભારતીય ઓપનર મેદાનમાં

    ભારતીય ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા મેદાનમાં છે. રાહુલ પર મોટી જવાબદારી રહેશે. રાહુલ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આવી પરિસ્થિતિમાં ભારતીય ઓપનર આ મેચમાં મોટો સ્કોર કરવા માંગશે.

  • 31 Aug 2022 07:34 PM (IST)

    IND vs HK, LIVE Score: ભારતની બેટીંગ શરુ

    કેએલ રાહુલ અને રોહિત શર્મા ની જોડી ક્રિઝ પર આવી છે અને ભારતીય બેટીંગ ઈનીંગની શરુઆત કરી છે. હોંગ કોંગ તરફથી પ્રથમ ઓવર હારુન અર્શદ લઈને આવ્યો છે. પ્રથમ ઓવરમાં ભારતના ખાતામાં 5 રન આવ્યા.

  • 31 Aug 2022 07:17 PM (IST)

    IND vs HK, LIVE Score: હોંગકોંગની પ્લેઈંગ 11

    નિઝાકત ખાન, યાસીમ મુર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકેન્ઝી, જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર

  • 31 Aug 2022 07:15 PM (IST)

    IND vs HK, LIVE Score: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ

  • 31 Aug 2022 07:02 PM (IST)

    IND vs HK, LIVE Score: હોંગકોંગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    હોંગકોંગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. ભારત પહેલા બેંટિગ કરશે. ભારતે પ્લેઈંગ 11 માં એક બદલાવ કર્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં ઋષભ પંતને સ્થાન મળ્યું છે.

  • 31 Aug 2022 06:53 PM (IST)

    IND vs HK, LIVE Score: ટૂંક સમયમાં થશે ટોસ

    ટૂંક સમયમાં ટોસ થવાનો છે. તમામ ખેલાડીઓ મેદાનમાં આવી ગયા છે. ખેલાડીઓ વોર્મ-અપ કરી રહ્યા છે.

  • 31 Aug 2022 06:42 PM (IST)

    IND vs HK, LIVE Score: 2018માં આમને-સામને હતી બંને ટીમો

    છેલ્લી વખત બંને ટીમો 2018માં સામસામે આવી હતી. જ્યાં હોંગકોંગે ભારતને પરસેવો પાડ્યો હતો. પરંતુ ભારત જીત નોંધાવવામાં સફળ રહ્યું હતું.

  • 31 Aug 2022 05:58 PM (IST)

    IND vs HK, LIVE Score: હોંગકોંગની ટીમમાં 3 ધોની

    એશિયા કપમાં આજે ટીમ ઈન્ડિયાનો સામનો ધોની સામે છે. એ પણ એક નહીં ત્રણ. હોંગકોંગના આ 3 ધોની આજે પોતાની ટીમ માટે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ધોનીની જેમ હોંગકોંગના આ 3 ખેલાડીઓએ હજુ સુધી પોતાના નવજાત બાળકનો ચહેરો જોયો નથી. જેવી રીતે ધોનીએ 2015ના વર્લ્ડ કપ દરમિયાન પોતાની પુત્રીના જન્મ પછી ઓસ્ટ્રેલિયાથી સ્વદેશ પરત ફરવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને કહ્યું હતું કે તે હાલમાં રાષ્ટ્રીય ફરજ પર છે.

  • 31 Aug 2022 05:33 PM (IST)

    IND vs HK, LIVE Score: કરોડપતિ ક્રિકેટરને કે જેના પિતાએ આખી ટીમ ખરીદી !

    કિંચિતના પિતા દેવાંગ શાહને કિંચિતના પિતાના કારણે ક્રિકેટમાં રસ પડ્યો. દેવાંગનું સપનું પણ ભારત માટે રમવાનું હતું, પરંતુ પરિવારે તેને સંપૂર્ણપણે ક્રિકેટ પસંદ કરવા ન દીધી. દેવાંગે કહ્યું કે, મેં કિચિન્ટને વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી આધારિત ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે 4 વર્ષનો સમય આપ્યો. બિઝનેસ કરતાં ક્રિકેટને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. 4 વર્ષ પછી મેં તેને ક્રિકેટની સાથે બિઝનેસ પર ધ્યાન આપવા કહ્યું. દેવાંગ શાહને ક્રિકેટનો એટલો શોખ છે કે તેણે હોંગકોંગ T20 બ્લિટ્ઝ ટૂર્નામેન્ટમાં ફ્રેન્ચાઈઝી પણ ખરીદી હતી. જ્યાં ડેરેન સેમી, જોહાન બોથા જેવા ખેલાડીઓ કિંચિતના નેતૃત્વમાં રમ્યા હતા. હવે તે ભારતને પડકારવા તૈયાર છે.

  • 31 Aug 2022 05:04 PM (IST)

    IND vs HK, LIVE Score:એજાઝ ખાન ભારતીય ટીમ માટે ખતરો બની જશે

    એજાઝ ખાન T20 ઈન્ટરનેશનલમાં હોંગકોંગ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. એજાઝે અત્યાર સુધીમાં 47 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 58 વિકેટ ઝડપી છે. તે ભારત માટે ખતરો સાબિત થઈ શકે છે.

  • 31 Aug 2022 05:02 PM (IST)

    IND vs HK, LIVE Score:હોંગકોંગના કરોડપતિ ક્રિકેટરને કે જેના પિતાએ આખી ટીમ ખરીદી !

  • 31 Aug 2022 04:47 PM (IST)

    IND vs HK, LIVE Score:હોંગકોંગના કેપ્ટને કહ્યું- ભારત સામે રમવાની મોટી પ્રેરણા

    એશિયા કપમાં હોંગકોંગની ટીમની પ્રથમ મેચ ભારત સામે છે. આ મેચ પહેલા ટીમના કેપ્ટન નિઝાકત ખાને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન સામે રમવું તેની ટીમ માટે મોટી પ્રેરણા છે.

  • 31 Aug 2022 04:41 PM (IST)

    IND vs HK, LIVE Score:જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

  • 31 Aug 2022 04:33 PM (IST)

    IND vs HK, LIVE Score: કોણ જીતશે આજની મેચ

  • 31 Aug 2022 04:11 PM (IST)

    IND vs HK, LIVE Score: ભારતીય ટીમે પરસેવો પાડ્યો

  • 31 Aug 2022 03:51 PM (IST)

    IND vs HK, LIVE Score:રોહિત શર્માનું મોટું નિવેદન

    ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે ટીમ હોંગકોંગને હળવાશથી નથી લઈ રહી અને પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.

  • 31 Aug 2022 03:43 PM (IST)

    IND vs HK, LIVE Score:ટીમ ઈન્ડિયાએ હોંગકોંગના આ બેટ્સમેનોથી સાવધાન રહેવું પડશે

    હોંગકોંગની ટીમ માટે કેપ્ટન નિઝાકત ખાન (કેપ્ટન), બાબર હયાત, યાસ્મીન મોર્તઝા, કિંચિત શાહ અને વિકેટ કીપર ખેલાડી સ્કોટ મેકેનીએ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફરી એકવાર તેમના પર ભરોસો ઉતરશે

  • 31 Aug 2022 03:43 PM (IST)

    IND vs HK, LIVE Score:બંને ટીમો વચ્ચે પ્રથમ વખત T20 રમાશે

    T20 અને ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી હોંગકોંગનો સામનો થયો નથી. જો કે બંને ટીમો વચ્ચે બે વનડે મેચ રમાઈ છે.

  • 31 Aug 2022 03:34 PM (IST)

    IND vs HK, LIVE Score:ભારત હોંગકોંગને હળવાશથી નહીં લે

    2018 માં જ્યારે બંને ટીમો એકબીજા સામે રમી હતી, ત્યારે હોંગકોંગે ટીમ ઈન્ડિયાને સખત ટક્કર આપી હતી. આ સાથે ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા હતા. હોંગકોંગની ટીમ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 259 રન જ બનાવી શકી હતી.

  • 31 Aug 2022 03:07 PM (IST)

    IND vs HK, LIVE Score:હોંગકોંગ તેની પ્રથમ મેચ રમશે

    હોંગકોંગની ટીમ સતત બીજી વખત એશિયા કપ રમી રહી છે. ક્વોલિફાયર રાઉન્ડમાં સિંગાપોર, કુવૈત, કતાર, યુએઈને હરાવીને એશિયા કપમાં જગ્યા બનાવી છે. તે આજે તેની પ્રથમ મેચ રમશે

  • 31 Aug 2022 02:58 PM (IST)

    IND vs HK, LIVE Score:ભારત તરફથી શાનદાર શરૂઆત

    એશિયા કપની પ્રથમ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપની હારનો બદલો લઈ લીધો છે.

  • 31 Aug 2022 02:58 PM (IST)

    IND vs HK, LIVE Score:ભારતનો મુકાબલો હોંગકોંગ સાથે થશે

    એશિયા કપમાં આજે ભારતીય ટીમનો મુકાબલો હોંગકોંગ સામે થશે. પ્રથમ મેચમાં જીત બાદ ભારત માટે સુપર 4નો રસ્તો આસાન બની ગયો છે.

Published On - 2:56 pm, Wed, 31 August 22